તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રેડિટ-ડેબિટ કાર્ડની ડિટેઈલ ચોરી:ડાર્ક વેબ પર 13 લાખ ભારતીયોનો ડેટા હોવાની વાત સરકારે પણ સ્વીકારી, સાયબર ક્રાઈમથી બચવા ટૂલ બહાર પાડ્યાં

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (MeitY)એ સ્વીકાર્યું છે કે, 13 લાખ ભારતીયોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો ડેટા ડાર્ક નેટ પર છે. આ ડેટા ઓક્ટોબર 2019થી જ ડાર્ક ફોરમ પર છે. MeitYના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ બેંકોને અલર્ટ પણ કરી છે.

સરકાર તરફથી ગૃહમાં આ વાતને સ્વીકારવા કરવામાં આવી. તે સિવાય સરકારે દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમની સાયબર સિક્યોરિટીને વધારવાનાં પગલાં પણ લીધાં છે.

CERT-In ફિશિંગ વેબસાઈટને ટ્રેક કરી રહી છે
CERT-In, ભારતીય રિઝર્વ બેંક (RBI) અને બેંકોની સાથે મળીને કામ કરી રહી છે, જેથી ફિશિંગ વેબસાઈટોને ટ્રેક કરીને તેને અટકાવી શકાય. CERT-In નિયમિત સમયાંતરે નવા સાયબર થ્રેટ્સ અને કાઉન્ટરમેઝર્સ વિશે અલર્ટ અને ગ્રાહકોને સલાહ આપી રહી છે.

શું હોય છે ડાર્ક વેબ? તેની પાસે કેવી રીતે પહોંચી જાય છે લોકોનો ડેટા?
ઈન્ટરનેટ પર એવી અઢળક વેબસાઈટ્સ ધમધમે છે જે ગૂગલ, બિંગ, યાહૂ જેવા સર્ચ એન્જિન અને સામાન્ય બ્રાઉઝિંગમાં નથી પકડાતી. તેને ડાર્ક નેટ અથવા ડીપ નેટ કહેવામાં આવે છે. આ પ્રકારની વેબસાઈટ સુધી સ્પેસિફિક ઓથરાઈઝેશન પ્રોસેસ, સોફ્ટવેર અને કોન્ફિગરેશનની મદદથી જ પહોંચી શકાય છે.

ઈન્ટરનેટ એક્સેસના ત્રણ પાર્ટ

 • 1. સરફેસ વેબઃ આ પાર્ટનો ઉપયોગ દરરોજ કરવામાં આવે છે. જેમ કે, ગૂગલ કે yahoo જેવાં સર્ચ એન્જિન પર કરવામાં આવતા સર્ચિંગથી મળતું રિઝલ્ટ. આવી વેબસાઈટ સર્ચ એન્જિન દ્વારા ઈન્ડેક્સ કરવામાં આવે છે. તેના સુધી સરળતાથી પહોંચી શકાય છે.
 • 2. ડીપ વેબઃ તેમના સુધી સર્ચ એન્જિનના રિઝલ્ટથી નથી પહોંચી શકાતું. ડીપ વેબના કોઈપણ ડોક્યુમેન્ટ સુધી પહોંચવા માટે તેની URL એડ્રેસ પર જઈને લોગઈન કરવાનું હોય છે. જેના માટે પાસવર્ડ અને યુઝર નેમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં અકાઉન્ટ, બ્લોગિંગ વેબસાઈટ, પ્રશાસનિક વેબસાઈટ અથવા અન્ય સાઇટ્સ સામેલ છે.
 • 3. ડાર્ક વેબઃ આમ તો તે ઈન્ટરનેટ સર્ફિંગનો જ ભાગ છે, પરંતુ તેને સામાન્ય રીતે સર્ચ એન્જિન પર શોધી નથી શકાતું. આ પ્રકારની સાઈટને ઓપન કરવા માટે ખાસ પ્રકારના બ્રાઉઝરની જરૂર હોય છે, જેને ‘ટોર’ કહેવામાં આવે છે. ડાર્ક વેબની સાઈટને ટોર એન્ક્રિપ્શન ટૂલની મદદથી છુપાવી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈ યુઝર્સ તેમના સુધી ખોટી રીતે પહોંચે છે તો તેમનો ડેટા ચોરી થવાનું જોખમ રહે છે.

સર્વરથી ડેટા લીક થવાનું મુખ્ય કારણ
યુઝર ડેટા સ્ટોર કરવામાં બેદરકારી રાખે છે જેનાથી ડેટા સરળતાથી ચોરી થઈ જાય છે. હેકર્સ કંપનીઓના સર્વર પર અટેક કરીને ડેટા ચોરી કરે છે. તે ખાસ કોન્ટેક્ટ દ્વારા સંવેદનશીલ માહિતી ચોરી કરવામાં સફળ રહે છે. તેના માટે તેઓ વિવિધ રીતે સાયબર અટેક કરે છે. તમારા ડેટાને તેઓ ડાર્ક નેટ પર નાખીને મોટી રકમ કમાય છે. ​​​​​​​

સરકારે સાયબર અટેકથી બચવા 7 ટૂલ પણ બહાર પાડ્યાં
મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (MeitY) તમારા ડિજિટલ ડિવાઈસને સિક્યોર કરવા માટે સતત કામ કરી રહ્યું છે. તેના માટે 'સાયબર સ્વચ્છતા કેન્દ્ર' નામની વેબસાઈટ પણ બનાવવામાં આવી છે. અહીં સ્માર્ટફોન, કમ્પ્યુટર અથવા બીજા ડિવાઈસને સાયબર અટેકથી બચાવવા માટે 7 ટૂલ્સ વિશે જણાવવામાં આવ્યું છે. આ તમામ ટૂલ્સને ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ક્વિક હીલ, ઈ-સ્કેનની સાથે ઓપરેટ કરે છે.

 • 1. ક્વિક હીલ બોટ રિમૂવલ ટૂલઃ આ ટૂલને ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ ટૂલને ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ ઓપરેટ કરે છે. આ ટૂલને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટેડ કમ્પ્યુટર માટે બનાવવામાં આવ્યું છે. આ ટૂલ કમ્પ્યૂટરથી કોઈપણ બોટનેટ સંક્રમણને શોધવા માટે અને તેને દૂર કરવામાં મદદ કરે છે. આ ટૂલને કમ્પ્યૂટર પર એન્ટિવાઈરસ પ્રોગ્રામની સાથે અથવા તેના વગર પણ ચલાવી શકાય છે. તે ડેટા ચોરી થવાથી બચાવે છે, પરંતુ અન્ય માલવેરથી સેફ્ટી નથી આપતું.
 • 2. ઈ-સ્કેન એન્ટિવાઈરસ બોટ રિમૂવલ ટૂલઃ આ પણ બોટ હટાવવાનું કામ કરે છે. તેને ક્વિક હીલની જેમ જ ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. આ ટૂલ કમ્પ્યૂટરથી કોઈપણ બોટનેટ સંક્રમણને શોધવામાં અને તેને દૂર કરવામાં મદદ કરે છે. તેની મદદથી કમ્પ્યૂટરને ક્વિક સ્કેન કરીને વાઈરસને શોધી શકાય છે. જો કે, તે બીજા માલવેરથી સેફ્ટી નથી આપતું. તેનો ઉપયોગ માત્ર વિન્ડોઝ ઓપરેટેડ કમ્પ્યૂટરમાં જ કરી શકાશે.
 • 3. ઈ-સ્કેન AV ટૂલકિટઃ ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમે ઈ-સ્કેન AV ટૂલકિટને પણ ઓપરેટ કરે છે. આ કિટને એન્ડ્રોઈડ સ્માર્ટફોન માટે તૈયાર કરવામાં આવી છે. બીજા ટૂલની જેમ તેને પણ ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. તમારા સ્માર્ટફોનમાં હાજર તમામ પ્રકારના બોટ અથવા વાઈરસને તે સ્કેન કરીને દૂર કરે છે.
 • 4. USB પ્રતિરોધ ડેસ્કટોપ સિક્યોરિટી સોલ્યુશનઃ તે તમારા ડેસ્કટોપને સિક્યોરિટી આપે છે. એટલે કે, કમ્પ્યુટરમાં ઉપયોગ થતી પેન ડ્રાઈવ, હાર્ડ ડ્રાઈવ, સેલ ફોન અને બીજા USB સપોર્ટેડ ડિવાઈસને કંટ્રોલ કરે છે. તેમાં પાસવર્ડ પ્રોટેક્શન, ડેટા એન્ક્રિપ્શન, ઓટો રન સિક્યોરિટી અને માલવેર ડિટેક્શન જેવા ઘણાં ફીચર્સ સામેલ છે. આ ટૂલને પણ ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. તે માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 7 અને વિન્ડોઝ 10 પર કામ કરે છે.
 • 5. એપ વિથ વ્હાઈટ લિસ્ટિંગ સોફ્ટવેરઃ તેનો ઉપયોગ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર કરવામાં આવે છે. તે ડેસ્કટોપ બેસ્ડ એપ્લિકેશન વ્હાઈટ લિસ્ટિંગ સોલ્યુશન છે. તે પ્રી-અપ્રૂવ ફાઈલ્સને એક્ઝિક્યૂટ કરવાની મંજૂરી આપે છે. આ સોફ્ટવેરને વિન્ડોઝ 8 64-બિટ, વિન્ડોઝ-7 64- બિટ, વિન્ડોઝ 10 32- બિટ, વિન્ડોઝ 10 64- બિટ માટે વિવિધ ડાઉનલોડ કરી શકાય છે.
 • 6. જેએસગાર્ડ ફોર ફાયરફોક્સ વેબ બ્રાઉઝરઃ જેસએગાર્ડ એક બ્રાઉઝર એક્સટેન્શન છે, જેનો ઉપયોગ ફાયરફોક્સ વેબ બ્રાઉઝર માટે કરવામાં આવે છે. તે બ્રાઉઝર પર HTML અને જાવા સ્ક્રિપ્ટની મદદથી થતા અટેકને રોકે છે. તેને પણ ફ્રી ડાઉનલોડ કરી શકાય છે. મોઝિલા ફાયરફોક્સ પર ઈન્ટરનેટ ચલાવનાર યુઝર્સ માટે ઉપયોગી ટૂલ છે.
 • 7. જેએસગાર્ફ ફોર ગૂગલ ક્રોમઃ મોઝિલા ફાયરફોક્સની જેમ ગૂગલ ક્રોમ માટે પણ જેએસગાર્ડ બ્રાઉઝર એક્સટેન્શન છે. તે પણ બ્રાઉઝર પર HTML અને જાવા સ્ક્રિપ્ટની મદદથી થતા અટેકને રોકે છે. તેને પણ ફ્રી ડાઉનલોડ કરી શકાય છે.

પર્સનલ ડેટા લીક થતો અટકાવવા આટલી બાબતોનું ધ્યાન રાખવું

1. બિનજરૂરી પરમિશન એક્સેસ ડિસેબલ કરી દો.
2. સોશિયલ મીડિયા પર પર્સનલ જાણકારી ન આપવી.
3. જેમને એક્સેસ નથી આપવું, તેમને ડિસેબલ કરો.
4. બેંક કમ્યુનિકેશનવાળા ID ફોનથી કનેક્ટ ન કરો.
5. સોશિયલ મીડિયા માટે અલગ ઈ-મેલ ID રાખવું.
6. સાયબર કેફેમાં આધાર, પેન ડાઉનલોડ કરી, સંપૂર્ણ રીતે ડિલીટ કરો.
7. કોઈપણ એપ ડાઉનલોડ કરતાં પહેલાં રેટિંગ જોઈ લેવું.
8. ફોન વેચતાં પહેલાં તમામ એપ પર જઈને લોગ આઉટ કરો.
9. ફોનના સેટિંગમાં જઈને ફેક્ટરી રીસેટ કરો. તમામ ડેટા ડિલીટ થઈ જશે.
10. સ્માર્ટફોન વેચતાં પહેલાં એપ પર સેવ પાસવર્ડ હટાવી દેવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો