સ્માર્ટવોચ ફોર કિડ્સ:GOQiiની 'સ્માર્ટ વાઈટલ જૂનિયર' વોચથી પેરેન્ટ્સ બાળકોની હેલ્થનું મોનિટરિંગ કરી શકશે, એક્સર્સાઈઝ અને ડાયટ ટિપ્સ પણ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વોચ હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર કરે છે
  • વોચના તમામ હેલ્થ અલર્ટ્સ પેરેન્ટ્સના મોબાઈલ પર મળશે
  • આ સ્માર્ટવોચની કિંમત 4999 રૂપિયા છે
  • કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ પ્લેટફોર્મ પરથી તેની ખરીદી કરી શકાશે

સ્વદેશી ફિટનેસ ટેક્નોલોજી કંપની GOQiiએ ભારતીય માર્કેટમાં નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેના ખાસ કરીને બાળકો માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ સ્માર્ટવોચનું નામ GOQii સ્માર્ટ વાઈટલ જૂનિયર છે. કોવિડ મહામારીમાં બાળકોમાં ઓક્સિજન લેવલ અને હાર્ટ રેટ મોનિટર કરવાનું કામ આ સ્માર્ટવોચ કરશે.

આ સ્માર્ટવોચની કિંમત 4999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ઈ કોમર્સ સાઈટ પરથી તેની ખરીદી કરી શકાય છે. વોચના તમામ હેલ્થ અલર્ટ્સ પેરેન્ટ્સના મોબાઈલ પર મળશે.

GOQii સ્માર્ટ વાઈટલ જૂનિયરનાં સ્પેસિફિકેશન

  • આ વોચમાં 33mmની કલર ડિસ્પ્લે મળે છે. તેમાં હાર્ટ રેટ મોનિટર અને sPO2 સેન્સર મળે છે. તે સતત બ્લડ ઓક્સિજન લેવલ મોનિટર કરે છે. આ સિવાય તે શરીરનું તાપમાન પણ જણાવે છે.
  • બાળકોને હાથના કાંડે વોચ પહેરાવ્યા બાદ પેરેન્ટ્સ GOQii મોબાઈલ એપની મદદથી બાળકોની હેલ્થ એક્ટિવિટી મોનિટર કરી શકે છે. એપ પર પેરેન્ટ્સને બાળકોની એક્સર્સાઈઝ, ડાયટ શૉ અને બાળ રોગ નિષ્ણાત સાથે સંવાદ કરવાની પણ સુવિધા મળે છે.
  • તેમાં વૉકિંગ, રનિંગ અને યોગા સહિતના કુલ 18 સ્પોર્ટ્સ મોડ મળે છે. તેમાં સ્લીપ ટ્રેકિંગ, ફાઈન્ડ માય ફોન, અલાર્મ અને કોલ મેસેજ નોટિફિકેશન સહિતના લેટેસ્ટ ફીચર્સ મળે છે.
  • ભારતમાં તેની ટક્કર કલરફિટ પ્રો 3થી હોઈ શકે છે. તેની કિંમત 4,449 રૂપિયા છે. કલર ફિટ પ્રો 3માં 1.55 ઈંચની HD વ્યૂ ડિસ્પ્લે મળે છે. તે બ્લુટૂથ કનેક્ટિવિટી 5.0 સાથે આવે છે. તે ક્લાઉડ બેઝ્ડ વોચ ફેસિસ સપોર્ટ કરે છે.