ન્યૂ ફીચર:તમારાં મનપસંદ ગીતના શબ્દો ભૂલી ગયા છો? તો ફિકર નોટ, હવે ગૂગલ સામે ગણગણતાં જ તે ગીત યાદ કરાવશે; જાણો આ ફીચરની ખાસિયતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલે તેના સર્ચ ટૂલમાં 'hum to search' ફીચરનો ઉમેરો કર્યો
  • ગૂગલનું આ ફીચર iOS અને એન્ડ્રોઈડ માટે અવેલેબેલ છે

મ્યૂઝિક લવર્સ માટે ગૂગલે તેના સર્ચ ટૂલમાં એક નવાં ફીચરનો ઉમેરો કર્યો છે. તેનું નામ 'hum to search' છે. કંપનીએ તેને શુક્રવારે લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી તમે જે સોન્ગના લિરિક્સ એટલે કે તેના શબ્દો ભૂલી ગયા છો તેના લયમાં માત્ર ગણગણતાં જ ગૂગલને તેના શબ્દો પૂછી શકો છો. ગૂગલ મશીન લર્નિંગ ટૂલથી તમારી મદદ કરવાનો પ્રયત્ન કરશે. જો સર્ચ રિઝલ્ટ સચોટ રહેશે તો તમે ટેપ કરીને સોન્ગ સાંભળી શકો છો.

iOS અને એન્ડ્રોઈડ માટે આ ફીચર લોન્ચ થયું
ગૂગલનું આ ફીચર iOS અને એન્ડ્રોઈડ માટે અવેલેબેલ છે. એન્ડ્રોઈડ યુઝર્સ હાલ 20થી વધારે ભાષાઓમાં સોન્ગ્સ સર્ચ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં વધુ ભાષાઓનો સપોર્ટ પણ આપવામાં આવશે.

આ ફીચર કેવી રીતે કામ કરશે?
ગૂગલ સર્ચ એન્જિન પર 'What’s the song' લખવાનું રહેશે અથવા નવાં ઉમેરાયેલા સર્ચ સોન્ગ બટન પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ સોન્ગનું હમિંગ કરવાનું એટલે કે તે ગીત ગણગણવાનું છે. ત્યારબાદ ગૂગલ તેને સંબંધિત સોન્ગ્સ તમને જણાવશે. તેના પર ટેપ કરી તમે તે સોન્ગ સાંભળી શકો છો.

હવે મેપ જણાવશે તમે જ જગ્યાએ જઈ રહ્યા છો તે સ્થળ કેટલું વ્યસ્ત છે?
ગૂગલે 15 ઓક્ટોબરે યોજાયેલી Search On 2020 ઈવેન્ટમાં બિઝીનેસ ઈન્ફોર્મેશન અર્થાત વ્યસ્તતાની માહિતી આપનારા ફીચરની જાહેરાત કરી છે, જેથી યુઝર નક્કી કરી શકે કે મહામારીના આ સમયમાં યુઝરે પસંદ કરેલાં લોકેશન તેના માટે યોગ્ય છે કે કેમ. કંપની ટૂંક સમયમાં તેને એન્ડ્રોઈડ, iOS અને ડેસ્કટોપ માટે ગ્લોબલી લોન્ચ કરશે. થોડા મહિનાઓમાં આ ફીચરમાં લાઈવ વ્યૂ પણ ઉમેરાશે. ગૂગલના જણાવ્યા પ્રમાણે આ નવું ફીચર લોન્ચ થવાથી કોવિડ-19 અને સોશિયલ ડિસ્ટન્સિંગના નોર્મ્સ ધ્યાનમાં રાખી શકાશે.

આ પ્રકારની બિઝીનેસ ઈન્ફોર્મેશન મળશે
તમે કોઈ જગ્યા મેપ્સમાં સર્ચ કરશો એટલે આ ફીચર તેના ઓવરવ્યૂમાં તે જગ્યાનું ઓવરઓલ લોકેશન, કોન્ટેક્ટ નંબર તે જગ્યાની કેટેગરીની અગાઉની જેમ માહિતી આપશે. સાથે જ ધારો કે તમે કોઈ રેસ્ટોરાંમાં ફેમિલી ડિનરનો પ્લાન બનાવ્યો છે તો તે રેસ્ટોરાં સાઇઝ પ્રમાણે નાનું છે કે મોટું તે પણ જણાવે છે. આ સિવાય ગૂગલ કોરોનાને ધ્યાનમાં રાખી લોકેશન પ્રમાણે તે લોકેશનમાં કેવી સુવિધાઓ મળશે અને તમારે તે જગ્યાએ જવા માટે કેવી પ્રિપરેશન કરવી પડશે તેની માહિતી આપશે. ટૂંક સમયમાં તેમાં લાઇવ વ્યૂનો પણ ઓપ્શન ઉમેરાશે. તેથી યુઝર્સ લોકેશન પર પહોંચતા પહેલાં વર્ચ્યુઅલી તે લોકેશન કેવું છે તે જોઈ શકે અને એ નિર્ણય લઈ શકે કે કોરોનાકાળમાં તે લોકેશન પર જવું હિતાવહ છે કે નહિ.