અત્યારે બેંકિંગ, એપ લોગઈન અથવા બીજી એપ્સ પર વન ટાઈમ પાસવર્ડ (OTP) જરૂરી થઈ ગયો છે. એટલે કે OTPની મદદ વગર આપણે બીજા સ્ટેપ પર નથી જઈ શકતા. OTP હંમેશાંથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવે છે. આવી સ્થિતિમાં તમારી પાસે ફોન હાથમાં નથી તો OTP જાણી શકશો નહીં. જો કે, હવે ગુગલ આ સમસ્યાને સરળ બનાવવા પર કામ કરી રહ્યું છે. કંપનીએ તેના બ્લોગ પર એક ડેમો બતાવ્યો છે કે કેવી રીતે OTP તમારા PC પર આવશે.
ગુગલનું આ ફીચર એન્ડ્રોઈડ ફોન યુઝર્સ માટે હશે. ગુગલ, વેબ OTP ફીચરના API પર કામ કરી રહ્યું છે. ગુગલનું આ ફીચર વેબસાઈટને SMSથી પ્રોગ્રામેટિક રીતે OTP લેશે. એપ્સને સ્વિચ કર્યા વગર એક જ ટેપ પર ઓટોમેટિક ફોર્મ ભરશે.
ગુગલ ક્રોમ પ્લેટફોર્મ પર કામ કરશે આ ફીચર
ગુગલ ક્રોમ વેબ બ્રાઉઝર યુઝર્સના ફોન પર મળેલા કોડને આપોઆપ ડિટેક્ટ કરીને વાંચશે અને એન્ટર કરશે. શરત એટલી છે કે, યુઝર્સની પાસે એક એન્ડ્રોઈડ ફોન અને ડેસ્કટોપ બ્રાઉઝર એક જ ગુગલ અકાઉન્ટમાં રજિસ્ટર હોવું જોઈએ.
યુઝર્સ ડેમો લઈ શકે છે
તે સાથે તેઓ જે વેબસાઈટનો ઉપયોગ કરી રહ્યા છે તે વેબ OTP ટેક્નોલોજી સપોર્ટ કરતી હવી જોઈએ. આ સર્વિસ તમામ ક્રોમ વેબ એન્જિન પર છે, આ જ કારણ છે કે તે એપલ ડિવાઈસને સપોર્ટ નથી કરતી. એન્ડ્રોઈડ ફોન યુઝર્સ પહેલાથી બીટા પેજ પર આ સર્વિસનો ડેમો લઈ શકે છે.
આ ફીચરનો ફાયદો લેવા માટે જરૂરી વસ્તુઓ
ફીચર્સ માટે આ સ્ટેપને ફોલો કરો
1. ડેસ્કટોપ પર ક્રોમ સર્વિસ સેક્શનમાં https://web-otp-demo.glitch.me/ સર્ચ કરો. ત્યારબાદ વેરિફાઈ બટન પર ક્લિક કરો.
2. એન્ડ્રોઈડ ડિવાઈસ પર દેખાતા ટેક્સ્ટ મેસેજ બીજા ફોન પર મોકલો. 3. જ્યારે એન્ડ્રોઈડ ડિવાઈસ પર મેસેજ મળ્યા બાદ ફોન નંબર વેરિફાઈ કરવા માટે કહેલામાં આવે છે. તેને અપ્રૂવ કરીને આગળ વધી શકો છો. 4. ડેસ્કટોપ પર એન્ડ્રોઈડ ડિવાઈસથી વેરિફિકેશન કોડ ઓટોમેટિક ઈનપુટ સેક્શનમાં ફિલ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.