તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપલના માર્ગે ગૂગલ:પિક્સલ 6 ફોનમાં કંપની ઈનહાઉસ પ્રોસેસરનો ઉપયોગ કરશે, સેમસંગ સાથે મળી તેને ડેવલપ કરશે

17 દિવસ પહેલા
  • અત્યાર સુધી ગૂગલ પિક્સલ ફોનમાં ક્વૉલકોમ પ્રોસેસરનો ઉપયોગ કરતી હતી
  • રિપોર્ટ પ્રમાણે ગૂગલના ઈનહાઉસ પ્રોસેસરનું નામ 'Google GS101' હોઈ શકે છે
  • પિક્સલ 6નું 8GB+ 256GBનું વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે

ગૂગલનો અપકમિંગ સ્માર્ટફોન પિક્સલ 6 લોન્ચિંગ પહેલાં જ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેનું કારણ ફોનનું પ્રોસેસર છે. રિપોર્ટ પ્રમાણે આ અપકમિંગ ફોનમાં ગૂગલ ઈનહાઉસ પ્રોસેસરનો ઉપયોગ કરશે. અત્યાર સુધી ગૂગલ પિક્સલ્સ ફોનમાં ક્વૉલકોમ પ્રોસેસરનો ઉપયોગ કરતી હતી. અર્થાત હવે ગૂગલ પણ એપલની નકલ કરવા જઈ રહ્યું છે. એપલના આઈફોન્સની ખાસિયત એ છે કે કંપની તેમાં ઈનહાઉસ પ્રોસેસરનો જ ઉપયોગ કરે છે.

રિપોર્ટ પ્રમાણે, ગૂગલે ઈનહાઉસ પ્રોસેસર બનાવવા માટે સેમસંગ સાથે પાર્ટનરશિપ કરી છે. બંને કંપની મળી પિક્સલ 6 માટે 5nmનું પ્રોસેસર ડેવલપ કરશે. જોકે તેમાં એક્સીનોસનું બ્રાન્ડિંગ નહિ હોય.

ટેક વેબસાઈટ 9to5googleના રિપોર્ટ પ્રમાણે પિક્સલ 6 સ્માર્ટફોનમાં 'Google GS101'નામનું પ્રોસેસર મળશે. તેને whitechapel કોડનેમ આપવામાં આવ્યું છે. XDA ડેવલપર્સના રિપોર્ટ પ્રમાણે ગૂગલના ઈનહાઉસ પ્રોસેસરમાં ટ્રાઈ ક્લસ્ટર CPU સાથે ટેન્સર પ્રોસેસર યુનિટ પણ મળશે.

ગૂગલ પિક્સલ 6
મીડિયા અને લીક રિપોર્ટ પ્રમાણે પિક્સલ 6 સ્માર્ટફોનના 2 વેરિઅન્ટ લોન્ચ થશે. તેમાં 6 ઈંચની FHD+ AMOLED ડિસ્પ્લે મળી શકે છે. તેમાં અન્ડર ડિસ્પ્લે કેમેરા મળી શકે છે. તેમાં 5G કનેક્ટિવિટી મળી શકે છે. તેનું 8GB+ 256GBનું વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો