• Gujarati News
  • Utility
  • Gadgets
  • Google Will Soon Launch Its Foldable Smartphone, Find Out The Features And Specifications Of The Upcoming Phone

યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:ટૂંક સમયમાં ગૂગલ તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે, જાણો અપકમિંગ ફોનનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપકમિંગ ફોલ્ડેબલ ફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ અને 7.6 ઈંચની સ્ક્રીન મળી શકે છે

5G સ્માર્ટફોન સાથે હાલ માર્કેટમાં ફોલ્ડેબલ સ્માર્ટફોનની બોલબાલા વધી રહી છે. સેમસંગ, હુવાવે, મોટોરોલા જેવી કંપની ઓલરેડી માર્કેટમાં ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. તેની હરોળમાં હવે ગૂગલ પણ પોતાના પિક્સલ સિરીઝમાં એક ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ગૂગલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે એ વાત કન્ફર્મ જ છે. જોકે તે આ વર્ષે લોન્ચ થશે કે આવતાં વર્ષે તેના પર હજુ સસ્પેન્સ છે.

કેટલાક લીક રિપોર્ટ પ્રમાણે, ગૂગલ આ વર્ષના અંત સુધીમાં તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. તો કેટલાક રિપોર્ટ પ્રમાણે આ વર્ષે ફોનનું માત્ર અનાઉન્સમેન્ટ થશે અને ફોન આવતાં વર્ષે લોન્ચ થશે. ગૂગલના લીક્ડ 'પ્રોજેક્ટ પાસપોર્ટ'થી ફોન વિશે ઘણી અટકળો શરૂ થઈ છે. લીક સ્માર્ટફોન બ્લૂપ્રિન્ટના આધારે કહેવાય છે કે આ વર્ષના છેલ્લાં ક્વાર્ટરમાં ગૂગલ એક ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરશે.

પિક્સલ ફોલ્ડેબલનો લીક થયેલો ફોટો
પિક્સલ ફોલ્ડેબલનો લીક થયેલો ફોટો

19 ઓક્ટોબરે ગૂગલ પોતાના પિક્સલ ફોન્સ માટે એક ઈવેન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. આશા છે કે આ ઈવેન્ટમાં અપકમિંગ ફોલ્ડેબલ ફોલ્ડેબલ ફોનની ઓફિશિયલ ઝલક જોવા મળે.

સેમસંગ ગૂગલ માટે ડિસ્પ્લે તૈયાર કરી રહી છે
લુક્સ અને ડિઝાઈન પ્રમાણે પિક્સલ ફોલ્ડ સેમસંગ ગેલેક્સી Z ફોલ્ડ 3 જેવો લાગશે. પુસ્તકની જેમ અનફોલ્ડ થવા પર તેની સ્ક્રીન 7.6 ઈંચની થઈ જશે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં 120Hzનો રિફ્રેશ રેટ મળશે. આ સ્માર્ટફોન માટે સેમસંગ OLED સ્ક્રીન તૈયાર કરી રહી છે. જોકે આ સ્માર્ટફોનમાં ક્વૉલકોમ કે મીડિયાટેકને બદલે ગૂગલ પોતાનું ઈનહાઉસ પ્રોસેસર ટેન્સરનો ઉપયોગ કરશે.

'પ્રોજેક્ટ સોલિ'થી ભારતનું લોન્ચિંગ નક્કી થશે
ગૂગલ પિક્સલ ફોલ્ડના ભારતીય લોન્ચિંગ પર હજુ સસ્પેન્સ જ છે, કારણ કે ગૂગલ પિક્સલ 4માં પ્રોજેક્ટ સોલિ હોવાને કારણે ભારતમાં સુરક્ષાને કારણે તેનું લોન્ચિંગ થયું નહોતું. પ્રોજેક્ટ સોલિમાં એ ફ્રીક્વન્સીનો ઉપયોગ થતો હતો જેના પર ભારતીય સેના રેડિયો/રડાર સિગ્નલ રન કરે છે. તેથી જો અપકમિંગ પિક્સલ ફોલ્ડમાં પણ પ્રોજેક્ટ સોલિ હશે તો ભારતમાં તેનાં લોન્ચિંગ પર ગ્રહણ લાગી શકે છે.

અન્ય સમાચારો પણ છે...