ભલે આ સમયે મહામારી ચાલી રહી હોય પરંતુ વિશ્વમાં ઘણા ડેસ્ટિનેશન ટૂરિસ્ટો માટે ખુલી રહ્યા છે. આ અનિશ્ચિત સમયમાં મુસાફરોને યોગ્ય રીતે પ્લાન કરવામાં મદદ કરવા માટે, ગૂગલે હોટેલ અને ફ્લાઈટ્સની ઉપલબ્ધતા જેવી મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રદાન કરતા, પોતાના સર્ચ રિઝલ્ટ્સમાં નવા અપડેટ્સ ઉમેર્યા છે. કંપનીએ ફ્રી કેન્સલેશન ફીચર રજૂ કર્યું છે, જેમાં માત્ર તે જ હોટેલો વિશે જાણકારી મળશે, જેમાં બુકિંગ કેન્સલ કરાવવા પર સંપૂર્ણ રિફંડ મળી શકશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ સુવિધા અનિશ્ચિત સમયમાં ઘણી ઉપયોગી સાબિત થઈ શકે છે.
ફ્લાઈટ્સ અને હોટેલોની જાણકારી પણ મળશે
એક બ્લોગ પોસ્ટમાં ગૂગલે મુસાફરી સાથે જોડાયેલા નવા અપડેટ્સ વિશે જાણકારી આપી છે. કંપનીએ સર્ચ રિઝલ્ટમાં શહેર અથવા દેશમાં ચાલુ કરવામાં આવેલી ફ્લાઈટ્સની સાથે ખોલવામાં આવેલી હોટેલોની ટકાવારીની માહિતી પણ ઉમેરી દીધી છે. આ ટકાવારીની ગણતરી ગત અઠવાડિયે ગૂગલ ફ્લાઈટ્સ અને હોટેલના ડેટાના આધાર પર કરવામાં આવશે. કંપની આ સુવિધાને આગામી સપ્તાહથી શરૂ કરવા માટે તૈયાર છે. ગૂગલનું માનવું છે કે, ફીચર અનિવાર્યપણે મુસાફરોને એ અંગે જાણકારી આપશે કે શું હવે કોઈ ચોક્કસ વિસ્તારમાં હોટેલો બુક કરવા માટે ઉપલબ્ધ છે અને તે જગ્યાએ ફ્લાઇટ્સ શરૂ થઈ છે કે કેમ.
ક્ષેત્રમાં કોવિડ-19ના કેસ અને લોકલ રિસોર્સિસ અંગે પણ જાણકારી મળશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, જ્યારે તમે google.com/travel જશો અને તમે જે મુસાફરીનો પ્લાન બનાવી રહ્યા છો, તેના પર ટેપ કરો અથવા હોટેલ અને વસ્તુઓ સર્ચ કરશો, ત્યારે તમને હોટેલ અને ફ્લાઈટ છે કે નહીં તેની ટ્રેંડલાઈન દેખાશે. તે ઉપરાંત જે વિસ્તારમાં કોવિડ-19ના કેસની સંખ્યા સહિત વધારાના સ્થાનિક સંસધાનોની લિંક પણ મળશે.
કંપનીનો ઉદ્દેશ્ય- મુસાફરોને ફાયદો મળે
કોવિડ-19ના કારણે થેયલી અનિશ્ચિતતાને લીધે મોટાભાગના મુસાફરો ફ્રી કેન્સલેશનની સુવિધા આપતી હોટેલા અંગે સૌથી વધારે સર્ચ કરી રહ્યા છે જેથી બુકિંગ કેન્સલ કરવું પડે તો, તેમને પૈસા પાછા મળી જાય. તેને ધ્યાનમાં રાખીને ગૂગલે ફ્રી કેન્સલેશનવાળી પ્રોપર્ટીને જોવા માટેનું ફિલ્ટર ઉમેર્યું છે જેનાથી મુસાફરોને વધારે ફાયદો મળી શકે.
ટૂંક સમયમાં લાઈવ થશે બંને ફીચર
ગૂગલના જણાવ્યા પ્રમાણે, હોટેલ અને ફ્લાઈટની ઉપલબ્ધતાની ટકાવારી આગામી અઠવાડિયે રોલ આઉટ કરવામાં આવશે. અત્યારે સર્ચ રિઝલ્ટમાં ફ્રી કેન્સલેશન ફિલ્ટર નહીં દેખાય. ટૂંક સમયમાં બંને નવી સુવિધાઓ લાઈવ થઈ જશે અને મુસાફરોને ભવિષ્યની મુસાફરી વિશે સલામત અને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.