તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૂગલ પર 195 કરોડ રૂપિયાનો દંડ:ગૂગલ Adxનાં ડેટાની બોલી લગાવીને વેચતું હતું, ફ્રાંસની એન્ટિટ્રસ્ટ વોચડૉગ ઓથોરિટીએ આ કામ પકડી પાડ્યું

5 દિવસ પહેલા
  • ગૂગલે આ દંડનો વિરોધ ના કર્યો, હવે તે એડવર્ટાઈઝિંગ બિઝનેસ ટૂલની કામ કરવાની રીત બદલશે
  • ગયા વર્ષે 314 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો

ગૂગલ ટૂંક સમયમાં ઓનલાઈન એડવર્ટાઈઝિંગ સર્વિસમાં ફેરફાર કરશે. ગૂગલે સોમવારે ફ્રાંસના એન્ટિટ્રસ્ટ વોચડૉગ ઓથોરિટીના સમજોતામાં સહમતિ જણાવી છે. તેના અમુક ટૂલ્સ મોટા પબ્લિશર માટે જરૂરી છે. ફ્રાંસની ઓથોરિટીએ કંપનીની સર્વિસની તપાસ કરી. તેમાં ખબર પડી કે ગૂગલે એડવર્ટાઈઝિંગ બિઝનેસમાં પોતાના પાવરનો ખોટો ઉપયોગ કર્યો. આ કામને લીધે 195 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પબ્લિશરને ફાયદો થશે
આ દંડથી પબ્લિશરને ફાયદો થશે. ઇન્ટરનેટ આવ્યા પહેલાં પબ્લિશરનો જ આ બિઝનેસમાં દબદબો હતો, પરંતુ ગૂગલ અને ફેસબુક આવવાને લીધે તેમને ઘણું નુકસાન થયું. ગૂગલ પબ્લિશર્સને ઓનલાઈન એડવર્ટાઈમેન્ટ વેચવા અને ઓનલાઈન ઓફર મેનેજ કરતા હતા.

ગૂગલે આ દંડનો વિરોધ ના કર્યો
હવે કંપની પોતાના સૌથી પોપ્યુલર ડેટાને સ્ટોર કરનારા એડવર્ટાઈઝિંગ બિઝનેસ ટૂલની કામ કરવાની રીત બદલી રહી છે.

ગૂગલ Adxનો ડેટા બોલી લગાવીને વેચતું હતું
વોચડૉગને રિસર્ચમાં ખબર પડી કે, ગૂગલ એડવર્ટાઈઝિંગ મેનેજર મોટા પબ્લિશર્સ માટે એડવર્ટાઈઝિંગ મેનેજમેન્ટવાળી પોતાના ઓનલાઈન એડવર્ટાઈઝિંગ માર્કેટ AdXને સપોર્ટ કરે છે. અહીં પબ્લિશર્સ રિયલ ટાઈમમાં એડવર્ટાઈઝિંગ માટે જગ્યા વેચે છે. આ આખા પ્લાન પ્રમાણે AdXનો ડેટા બોલી લગાવીને વેચાય છે.

વોચડૉગે કહ્યું, Google AdXને ખાસ કરીને સેલ-સાઈડ પ્લેટફોર્મ (SSP)ની સરખામણીમાં ગૂગલને સારી ઇન્ટરઓપરેબિલિટી ફીચર આપે છે. આ ખાસ પ્રકારની ટેક્નોલોજી છે, જે પબ્લિશર્સને ખરીદી માટે અવેલેબલ એડવર્ટાઈઝિંગ જગ્યાને મેનેજ કરવા અને તેની એડની લેણ-દેણમાંથી પૈસા કમાય છે.

ગયા વર્ષે 314 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો
ફ્રાંસમાં ડેટા રિસર્ચ ફર્મ ઈકાઈ CNILએ ગૂગલને 10 કરોડ યુરો(આશરે 900 કરોડ રૂપિયા) અને Amazon પર 3.5 કરોડ યુરો એટલે કે 314 કરોડ રૂપિયાનો દંડ ફટકારી ચૂકી છે. કંપનીએ આ વખતે તો યુઝર્સની જાણકારી વગર જ તેમની કુકીઝનો ઉપયોગ કર્યો હતો.