ટેક અપડેટ:Google Translate હવે સંસ્કૃત, ભોજપુરી, ડોગરી અને આ ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરશે

12 દિવસ પહેલા
 • કૉપી લિંક

Google I/O 2022માં કંપનીએ જાહેરાત કરી કે, Google Translate હવે ભારતીય ભાષાઓ જેવી કે, સંસ્કૃત, ભોજપુરી, ડોગરી અને અન્ય સહિત 24 વધુ ભાષાઓને સપોર્ટ કરે છે. ટેક જાયન્ટનું ટ્રાન્સલેશન ટૂલ હવે કુલ 133 ભાષાઓને સપોર્ટ કરે છે જેનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થાય છે. 300 મિલિયનથી વધુ લોકો આ નવી ઉમેરવામાં આવેલી ભાષાઓ બોલે છે - જેમકે મિઝો, જેનો ઉપયોગ ભારતના સુદૂર ઉત્તરપૂર્વમાં લગભગ 8,00,000 લોકો દ્વારા કરવામાં આવે છે. લિંગાલા, જેનો ઉપયોગ સમગ્ર મધ્ય આફ્રિકામાં 45 મિલિયનથી વધુ લોકો દ્વારા કરવામાં આવે છે. આ અપડેટના ભાગરૂપે, અમેરિકાની સ્વદેશી ભાષાઓ (ક્વેચુઆ, ગુઆરાની અને આયમારા) અને અંગ્રેજી બોલી (સિએરા લિયોનિયન ક્રિઓ) પણ પહેલીવાર Google Translateમાં ઉમેરવામાં આવી છે.

Google Translateમાં ઉપલબ્ધ નવી ભાષાઓની સંપૂર્ણ યાદી અહીં છે

 • આસામી ભાષા ઉત્તરપૂર્વ ભારતમાં લગભગ 25 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે
 • આયમારા ભાષાનો ઉપયોગ બોલિવિયા, ચિલી અને પેરુમાં લગભગ 20 લાખ લોકો ઉપયોગ કરે છે
 • બામ્બારા ભાષા માલીમાં લગભગ 14 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે
 • ભોજપુરી ભાષા ઉત્તર ભારત, નેપાળ અને ફિજીમાં લગભગ 50 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે
 • ધિવેહી ભાષા માલદીવમાં લગભગ 300,000 લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે
 • ડોગરી ભાષાનો ઉત્તર ભારતમાં લગભગ 30 લાખ લોકો ઉપયોગ કરે છે
 • ઈવ ભાષા ઘાના અને ટોગો ગામમાં 7 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ગુઆરાની ભાષા પેરાગ્વે, બોલિવિયા, આર્જેન્ટિના અને બ્રાઝિલમાં લગભગ 7 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ઇલોકાનો ભાષા ઉત્તર ફિલિપાઇન્સમાં લગભગ 10 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • કોંકણી ભાષા મધ્ય ભારતમાં લગભગ 2 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ક્રિઓ ભાષા સિએરા લિયોનમાં લગભગ ચાર મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • કુર્દિશ (સોરાની) મોટે ભાગે ઇરાકમાં લગભગ 8 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.
 • લિંગાલા ભાષા ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગો, રિપબ્લિક ઓફ કોંગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, અંગોલા અને રિપબ્લિક ઓફ સાઉથ સુદાન લુગાન્ડા, યુગાન્ડા અને રવાન્ડામાં લગભગ 45 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે
 • મૈથિલી ભાષા ઉત્તર ભારતમાં લગભગ 20 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • મિઝો ભાષા ઉત્તરપૂર્વ ભારતમાં લગભગ 830,000 લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ઓરોમો ભાષા ઇથોપિયા અને કેન્યામાં લગભગ 37 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે,
 • કવેરચુઆ પેરુ, બોલિવિયા, એક્વાડોર અને આસપાસના દેશોમાં લગભગ 10 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • સંસ્કૃત ભાષા ભારતમાં લગભગ 20,000 લોકો દ્વારા વપરાય છે.
 • સેપેડી ભાષા સાઉથ આફ્રિકાના 14 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ટીગ્રિન્યા ભાષા એરેટ્રીઆ અને ઈથોપિયામાં 8 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ટીસોંગા ભાષા એસ્વાટિની, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં 7 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • ટવી ભાષા ઘાનામાં લગભગ 11 મિલિયન લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે.
 • આ તે પ્રથમ ભાષાઓ છે કે, જેને કંપનીએ ઝીરો-શોટ મશીન ટ્રાન્સલેશનનો ઉપયોગ કરીને ઉમેરી છે. જ્યાં મશીન લર્નિંગ મૉડલ માત્ર એકભાષી ટેક્સ્ટ જુએ છે — તે ક્યારેય ઉદાહરણ જોયા વિના બીજી ભાષામાં અનુવાદ કરવાનું શીખે છે.