યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:લેપટોપને ઠંડુ રાખતા કૂલિંગ પેડથી લઈને મલ્ટી ડિવાઇસ કીબોર્ડ સુધી, વિદ્યાર્થીઓની લાઈફ સરળ બનાવતા 3 ગેજેટ્સ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કૂલિંગ પેડથી લેપટોપનું પર્ફોમન્સ સારું થશે
  • બહુ બધી બુક્સ વાંચનારા વિદ્યાર્થીઓ માટે ઈ-બુક રીડર ઘણું ફાયદાકારક છે

વિદ્યાર્થીઓની જરૂરિયાતો અલગ-અલગ હોય છે અને તેમના કામનાં ગેજેટ્સ પણ થોડા હટકે હોય છે. આજે અમે તમને વિદ્યાર્થીઓના કામમાં આવી શકે તેવા અમુક ગેજેટ્સ વિશે જણાવી રહ્યા છીએ...

1. Logitech K480 Keyboard (કિંમત-2,594 રૂપિયા)

ઘણા વિદ્યાર્થીઓ લેપટોપનો ઉપયોગ કરતા નથી. તેવામાં લેપટોપ જેવા મોટા QWERTY કીબોર્ડ પર કામ કરવું હોય તો બ્લુટૂથ કીબોર્ડનો ઉપયોગ કરો. માર્કેટમાં આવા ઢગલો બ્લુટૂથ કીબોર્ડ મળે છે. એવું કીબોર્ડ ખરીદો જે તમારા સ્માર્ટફોન અને ટેબ્લેટ કમ્પ્યુટર બંને સાથે કમ્પેટિબલ હોય. જેમ કે લોજિટિક K480 કીબોર્ડ, તે સ્માર્ટફોન અને ટેબ્લેટ એમ બંને સાથે કામ કરે છે. દેખાવમાં કીબોર્ડ ઘણું પાતળું છે અને વજનમાં પણ હળવું છે. તેને સરળતાથી ગમે ત્યાં કેરી કરી શકાય છે.

2. ZinQ Cooling Pad (કિંમત-1,296 રૂપિયા)

કૂલિંગ પેડ એક એવી એક્સેસરિઝ છે, જે લેપટોપના પર્ફોમન્સને સારું બનાવવામાં મદદ કરે છે. આ એક પ્રકારનું સ્ટેન્ડ હોય છે, તેમાં નાના-નાના પંખા મૂકેલા હોય છે. તે હેવી પ્રોગ્રામ રન કરતી વખતે કમ્પ્યુટરને ઠંડુ રાખે છે. તેનાથી લેપટોપનું પર્ફોમન્સ પણ સારું થાય છે, તેનું વર્કિંગ ધીમું પડતું નથી.

ZinQ કૂલિંગ પેડ સસ્તું છે અને તેને લેપટોપ સ્ટેન્ડની જેમ વાપરી શકાય છે.

3. Amazon Kindle (કિંમત-5,000 રૂપિયા)

વિદ્યાર્થીઓ માટે અભ્યાસ કરવા માટે આ બેસ્ટ ગેજેટ છે. બહુ બધી બુક્સ વાંચનારા વિદ્યાર્થીઓ માટે ઈ-બુક રીડર ઘણું ફાયદાકારક છે. ઈ-બુક રીડર, પોર્ટેબલ પણ હોય છે અને એક વખતમાં ઘણી બધી બુક્સ સ્ટોર પરથી વાંચી શકાય છે. ઈ-બુક રીડર્સમાં એમઝોન કિંડલની ટક્કરમાં અન્ય કોઈ આવી ના શકે. એમેઝોન કિંડલના ઘણા બધા મોડલ છે. તેની પ્રારંભિક કિંમત 5-6 હજાર રૂપિયા છે.