ગૂગલ આપી રહી છે કમાણીની તક:કંપની ભારતમાં કરી રહી છે ટાસ્ક મેટ સર્વિસનું ટેસ્ટિંગ, જાણો શું કામ કરવાનું રહેશે અને કેવી રીતે કમાણી થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • યુઝર સ્માર્ટફોન પર જ આ ટાસ્કને પૂરા કરી શકશે
 • હાલ સિલેક્ટેડ યુઝર્સ જ એપ ડાઉનલોડ કરી શકશે

ટેક કંપની ગૂગલ હવે ભારતીયોને કમાણીની તક આપી રહી છે. રિપોર્ટ પ્રમાણે, કંપની ભારતમાં ‘ટાસ્ક મેટ’ સર્વિસનું ટેસ્ટિંગ કરી રહી છે. સર્વિસનાં માધ્યમથી કોવિડ-19 મહામારીના લીધે વધતી બેરોજગારીના સમયમાં લોકોને રાહત મળવાની આશા છે.

ટાસ્ક મેટ સર્વિસ કંપનીના ઓપિનિયન રિવોર્ડ્સ એપ જેવી જ છે. જેમાં યુઝર્સના સવાલોના જવાબ આપવાના બદલામાં પ્લે સ્ટોર ક્રેડિટ મળે છે. જોકે તેમાં સૌથી મોટું અંતર એ છે કે ગૂગલ એપ સ્ટોરથી કમાણી સીમિત હોવાને બદલે, ટાસ્ક મેટ યુઝર્સ પોતાની રકમને કેશમાં પરિવર્તિત કરાવી શકશે, જેથી દરરોજના ખર્ચાની પૂરતી કરી શકાય.

આ સર્વિસ ટેસ્ટિંગ ફેઝમાં છે
રેડિડે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે, સૌથી પહેલાં 9to5google સાઈટ દ્વારા તેને સ્પોટ કરવામાં આવી છે. ટાસ્ક મેટનો એક્સેસ કેટલાક લોકોને જ મળશે.
હાલ અર્લી એક્સેસ રેફરલ કોડ મેળવનાર યુઝર્સ જ એપ ડાઉનલોડ કરી શકશે.

ગૂગલ ટાસ્ક મેટ દ્વારા કેવી રીતે કમાણી કરી શકાશે?

બિઝનેસ ટાસ્કમાં સિટિંગ વર્ક હશે અથવા ફિલ્ડ વર્ક. ફિલ્ડ વર્ક માટે યુઝરે નજદીકના લેન્ડમાર્ક અથવા દુકાનો પર જવાની આવશ્યકતા રહેશે
બિઝનેસ ટાસ્કમાં સિટિંગ વર્ક હશે અથવા ફિલ્ડ વર્ક. ફિલ્ડ વર્ક માટે યુઝરે નજદીકના લેન્ડમાર્ક અથવા દુકાનો પર જવાની આવશ્યકતા રહેશે
 • તેનું ફ્રેમ વર્ક સરળ છે. યુઝરે ટાસ્ક નિયરબાય સર્ચ કરવાનું રહેશે અને નક્કી કરવાનું રહેશે કે કયા કામને તે પૂરું કરવા માગે છે.
 • ટાસ્ક ગૂગલ બિઝનેસમાંથી પણ હોઈ શકે છે અથવા ગૂગલ ટાસ્ક આપી શકે છે.
 • બિઝનેસ ટાસ્કમાં સિટિંગ વર્ક હશે અથવા ફિલ્ડ વર્ક. ફિલ્ડ વર્ક માટે યુઝરે નજદીકના લેન્ડમાર્ક અથવા દુકાનો પર જવાની આવશ્યકતા રહેશે.
 • ગૂગલના કામ કંપનીની સર્વિસિસ આધારે હશે. ઉદાહરણ તરીકે બોલાયેલા વાક્યને રેકોર્ડ કરવા. દુકાનોની ડિટેલ ચેક કરવી અથવા પિન લોકેશન પર જઈ દુકાનનો ફોટો ક્લિક કરવો.
 • હાલ યુઝર્સને કોઈ કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગી શકે છે, તેની કોઈ લિમિટ નથી.
 • કામ પૂરું થયા બાદ યુઝર તેના ઈ વોલેટ અથવા પેમેન્ટ પાર્ટનરને રજિસ્ટર્ડ કરી ફંડ તમારા બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી કેશ કરાવી શકાય છે.

ભારત માટે ગૂગલ ટાસ્ક મેટ

 • હાલ એ સ્પષ્ટ નથી કે બિઝનેસ, ગૂગલને તેની આવશ્યકતાનું લિસ્ટ કેવી રીતે આપી રહી છે.
 • એ પણ સ્પષ્ટ નથી કે માત્ર એક ક્રાઉડ સોર્સિંગ મીશન છે કે બિઝનેસ ટેક કંપનીને ચૂકવણી કરી રહી છે.
 • એ ધ્યાન આપવાનું છે કે, હાલમાં જે સ્ક્રીનશૉટ સામે આવ્યા છે, તેમાં કમાણી ડોલરમાં જોવા મળી રહી છે.
 • એ સ્પષ્ટ નથી કે ગૂગલના ટાસ્ક મેટને ભારતમાં ઓફિશિયલી લોન્ચ કર્યા બાદ અમાઉન્ટ રૂપિયામાં મળશે કે કેમ.
 • કહી શકાય કે ગૂગલ માટે આ માહિતીઓ એકત્રિત કરવાની અલગ રીત છે. જોકે ગૂગલ અગાઉથી આમ જ કરી રહ્યું છે-ટાસ્ક મેટની ચિંતા કર્યા વગર.