ગૂગલનું રિસર્ચ:68% કર્મચારી વર્ક અને પર્સનલ કામ માટે એક જ મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, મોટા ભાગના વર્ક ફ્રોમ હોમ પર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચ પ્રમાણે, કેટલાક લોકો હજુ પણ ઓફિસ અને પર્સનલ કામ વચ્ચે પ્રાઈવસી અને બેલેન્સ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે
  • પર્સનલ અને પ્રોફેશનલ એપ્સ અને ડેટા અલગ અલગ રાખે તેવા યુઝર ઈન્ટરફેઝની યુઝર્સને શોધ

કોરોનાકાળને લીધે ડિજિટલાઈઝેશન વધતાં સ્માર્ટફોન હાલ સૌથી મોટી જરૂરિયાત બની છે. પર્સનલ કામથી લઈને પ્રોફેશનલ કામ માટે સ્માર્ટફોન હાલ વરદાન સાબિત થઈ રહ્યો છે. ગૂગલના એક રિસર્ચ પ્રમાણે, દુનિયાભરમાં 68% કર્મચારી એવા છે જે પર્સનલ અને ઓફિસ વર્ક માટે એક જ સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. તો 32% એવા છે જે બંને કામ માટે અલગ અલગ સ્માર્ટફોન રાખે છે. હાલ ફોન પર જ થઈ જતાં ઓફિસ વર્ક માટે મોટા ભાગના કર્મચારી વર્ક ફ્રોમ હોમ છે.

સર્વેને અલગ અલગ યુઝર ગ્રુપમાં વહેંચવામાં આવ્યો હતો. તેમાં 70% યુઝર્સે કહ્યું કે તે પોતાના ફોન માટે એવું UI (યુઝર ઈન્ટરફેઝ) પસંદ કરે છે, જે તેમના પર્સનલ અને પ્રોફેશનલ એપ્સ અને ડેટા અલગ અલગ રાખે. ગૂગલે નવું રિસર્ચ મેનેજમેન્ટ ફર્મ ક્વાલ્ટ્રિક્સ સાથે મળી કર્યું છે.

85% કર્મચારી મિનિમમ 1 સ્માર્ટફોન યુઝ કરે છે
85% યુઝર્સ ઓફિસ અને પર્સનલ કામ માટે એક જ સ્માર્ટફોન યુઝર કરે છે. ગૂગલ અને ક્વાલ્ટ્રિક્સના રિસર્ચ પ્રમાણે, 'યુઝર્સ કહે છે કે તેમના વર્ક અને પર્સનલ એપ્સ અને ડેટા વચ્ચે ક્લિયારિટી હોવી જોઈએ. તેથી તેઓ પોતાના પર્સનલ અને ઓફિસના કામ વચ્ચે બેલેન્સ બનાવી શકે.' આશરે 85% કર્મચારી કામ અને પર્સનલ કામ માટે મિનિમમ 1 જ સ્માર્ટફોન વાપરી રહ્યા છે.

ઘણા કર્મચારી ઓફિસ અને પર્સનલ કામમાં બેલેન્સ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, વર્ક ફ્રોમ હોમમાં વેગ જોવા મળતાં કંપનીઓ મોટી સંખ્યામાં હાઈબ્રિડ વર્ક સ્ટેશનની યોજના બનાવી રહી છે. મોટા ભાગના કર્મચારી એક જ ડિવાઈસ પર પર્સનલ અને ઓફિસનું કામ કરી રહ્યા છે. કેટલાક લોકો હજુ પણ ઓફિસ અને પર્સનલ કામ વચ્ચે પ્રાઈવસી અને બેલેન્સ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

વર્ક પ્રોફાઈલ યુઝર્સ વધારે જાગૃત
રિસર્ચ પ્રમાણે, વર્ક પ્રોફાઈલ યુઝર્સ 81% નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સ (71%)ની સરખામણીએ એક જ ડિવાઈસ પર વર્ક અને પર્સનલ લાઈફના મેનેજમેન્ટમાં પોતાના એક્સપિરિઅન્સથી સંતુષ્ટ છે. જ્યારે વર્ક અને પર્સનલ એપ્સ વચ્ચે સેપરેશન થાય છે તો લોકો પોતાના ડેટા અને બાઉન્ડ્રીઝથી વધારે જાગૃત હોય છે તે તેઓ પાર કરી શકે છે. વર્ક પ્રોફાઈલ યુઝર્સ નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સની સરખામણીએ વધારે જાગૃત હોય છે કે તેમના વર્ક અકાઉન્ટથી સર્ચ કરાયેલા ડેટા તેમની કંપની દ્વારા જોઈ શકાય છે.

વર્ક પ્રોફાઈલવાળા યુઝર્સ 63% વર્ક એપનો યુઝ કરે છે
વર્ક પ્રોફાઈલના 63% યુઝર્સ જાણે છે કે વર્ક એપનો ઉપયોગ (વર્ક એપ્સ પર કેપ્ચર કરવામાં આવેલો ડેટા) તેમની IT ટીમ સરળતાથી જોઈ શકે છે. જ્યારે 39% નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સ પોતાના ફોન પર વર્કિંગ એપ્સનો ઉપયોગ કરે છે. ગૂગલના રિસર્ચ પ્રમાણે, વર્ક પ્રોફાઈલ યુઝર્સ નોન વર્ક પ્રોફાઈલ યુઝર્સની સરખામણીએ વર્ક લાઈફ બેલેન્સથી વધારે સંતુષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...