તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગૂગલના ઈનહાઉસ ઈનક્યુબેટર 'એરિયા 120'એ ગૂગલ સ્ટેક એપ લોન્ચ કરી છે. સ્ટેક એપની મદદથી યુઝર પોતાના ડોક્યુમેન્ટ સ્કેન અને ઓર્ગેનાઈઝ કરી શકે છે. આ એપ કેમસ્કેનર અને માઈક્રોસોફ્ટ લેન્સ જેવું જ કામ કરશે. ડોક્યુમેન્ટ્સ સ્કેનર એપ ગૂગલના DocAIનો ઉપયોગ કરે છે. હાલ તે અમેરિકાના એન્ડ્રોઈડ યુઝર્સ માટે અવેલેબલ છે.
અન્ય દેશોના યુઝર્સને તેનો લાભ ક્યારે મળશે તેના વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. સ્ટેકના ફાઉન્ડરે કહ્યું કે એપ ડેવલપમેન્ટના પ્રથમ સ્ટેજમાં છે.
હાઈ સ્કૂલ સ્ટુડન્ટના પ્રોજેક્ટથી વિચાર આવ્યો
ગૂગલે તેના બ્લોગમાં આ એપ વિશે જાહેરાત કરી છે. સ્ટેકના ટીમ લીડર, ક્રિસ્કટોફર પેડ્રેગલે કહ્યું કે, મેં થોડા વર્ષ પહેલાં ગૂગલ જોઈન કર્યું હતું તે સમયે મારા એજ્યુકેશન સ્ટાર્ટ અપ, સોક્રેટિકનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. સોક્રેટિકમાં અમે હાઈ સ્કૂલ સ્ટુડન્ટ માટે ગૂગલના કમ્પ્યુટર વિઝન અને લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગનો ઉપયોગ કર્યો હતો. મને લાગ્યું કે આ જ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ ડોક્યુમેન્ટ ઓર્ગેનાઈઝ કરવામાં પણ થઈ શકે છે.
ડોક્યુમેન્ટ્સને PDF ફોર્મેટમાં સ્કેન કરશે
પેડ્રેગલે સ્પષ્ટ કર્યું કે કેવી રીતે એપ્લિકેશન બિલ, ડોક્યુમેન્ટ્સ અને રીસિપ્ટને PDFમાં સ્કેન કરશે અને ઓટોમેટિકલી તે ફાઈને સ્ટેક નામ આપશે. એપ્લિકેશન ઝડપથી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરી દેશે. એપ્લિકેશન કુલ રકમ અથવા તારીખ જેવી મહત્ત્વપૂર્ણ માહિતી ટોપ પર દેખાડશે. યુઝર્સ એપની સિક્યોરિટી માટે ફેસ અથવા ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરી શકે છે. આ એપથી સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ ગૂગલ ડ્રાઈવ પર સેવ કરી શકાશે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.