ટેક ન્યુઝ:ગૂગલે એપ્લિકેશનમાંથી 'Go' બ્રાન્ડિંગ દૂર કર્યું, શું છે આનો અર્થ?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગૂગલે તાજેતરમાં જ ' YouTube Go' ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઓગસ્ટથી કામ કરવાનું બંધ કરે તેવી સંભાવના છે. કંપની લોઅર-એન્ડ હાર્ડવેર માટે ઓપ્ટિમાઇઝ થયેલી એપ્લિકેશનને બંધ કરી રહી છે, કારણકે તે આ સેવાને હવે જરૂરી માનતી નથી. 9to5Google મુજબ, ટેક જાયન્ટે હવે બીજી એપ્લિકેશનમાંથી 'Go' બ્રાન્ડિંગને દૂર કર્યું છે. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ ગૂગલની 'Gallery Go' એપ્લિકેશને તેની 'Go' બ્રાન્ડિંગ ગુમાવી દીધી છે. ગૂગલે આ 'Go' એપ્લિકેશનોને 'Android Go' પર ચાલતા ઉપકરણો માટે રોલ આઉટ કરી છે.

Android Go OS શું છે?
Android Go ઓપરેટિંગ સિસ્ટમ ગૂગલ દ્વારા વર્ષ 2017માં એન્ડ્રોઇડ વર્ઝન 8.0 ઓરિયો સાથે લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ લોઅર-એન્ડ હાર્ડવેર માટે ઓપ્ટિમાઇઝ કરેલી ઓપરેટિંગ સિસ્ટમનું આ વર્ઝન લોન્ચ કર્યું છે. ફર્સ્ટ-પાર્ટી એપ્લિકેશન્સ, જે આ પહેલનો એક ભાગ હતી, તેને OS વેરિઅન્ટ માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવી હતી. એપ્લિકેશન્સના પ્રથમ તરંગો કે જેમણે 'Go' બ્રાન્ડિંગનો ઉપયોગ કર્યો હતો તેમાં - Google Search, Assistant, YouTube, Maps અને Gmailનો સમાવેશ થાય છે.

Gallery Go એપ્લિકેશન શું છે?
ગૂગલે વર્ષ 2019માં કંપનીની ફોટોઝ એપના લાઇટવેઈટ વેરિઅન્ટ તરીકે 'Gallery Go' લોન્ચ કરી હતી. જોકે, આ એપ્લિકેશન ખાસ કરીને ઓફલાઇન યુઝ માટે બનાવવામાં આવી છે અને તે 10 MBથી પણ ઓછી સાઇઝમાં આવે છે. આ એપ્લિકેશન યુઝર્સની લાઇબ્રેરીને people, selfies, nature, animals, documents, videos અને moviesની કેટેગરીમાં ગોઠવવામાં સક્ષમ હતી. તદુપરાંત, એપ્લિકેશન સરળ auto-enhance એડિટિંગને પણ સપોર્ટ કરે છે.

Gallery Go એપનું શું થયું?
અહેવાલ મુજબ, ગૂગલે એપને નવા વર્ઝન (1.8.8.436428459) સાથે અપડેટ કરી છે, જ્યાં 'Go' બ્રાન્ડિંગ નામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને તેને ફક્ત 'Gallery' કહેવામાં આવે છે. કંપનીએ આઇકોન/નામ, એપ બાર અને પ્લે સ્ટોર લિસ્ટિંગમાંથી 'Go' શબ્દ દૂર કર્યો છે. આ એપ 100 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ ધરાવે છે અને તે કેટલીક 'Go' એપમાંની એક છે જે તમામ ઉપકરણો માટે ઉપલબ્ધ છે જેમાં Search, Maps અને Navigation ઘટકનો સમાવેશ થાય છે.

અન્ય એપ્સ કે જેમાં હવે 'Go' બ્રાન્ડિંગ નથી
અગાઉ ગૂગલે અન્ય એપ સાથે આ પ્રકારનો બ્રાન્ડિંગ ચેન્જ કર્યો હતો. વર્ષ 2018માં કંપનીએ 'Files Go' એપનું નામ બદલીને 'Files by Google' કર્યું, જેણે એપને વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. જોકે, તે અસ્પષ્ટ છે કે, શું Gallery સમાન માર્ગને અનુસરશે Google Photos ને લોકપ્રિય અને મહત્વપૂર્ણ ઉત્પાદન ગણીને.

Google નું 'Go' બ્રાન્ડિંગનું ભવિષ્ય
અહેવાલમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે, શું એન્ડ્રોઇડ 'Go' પ્રોજેક્ટમાં વ્યાપક ફેરફાર થઈ રહ્યો છે. વર્ષ 2021માં, ગૂગલે ઘણાં ફેરફારો સાથે Android 12 Go ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત કરી હતી, જે આ વર્ષે રિલીઝ થવાની અપેક્ષા છે. જોકે, 'YouTube Go' એપ્લિકેશનને દૂર કરવાનો કંપનીનો નિર્ણય સૂચવે છે કે, તે ફર્સ્ટ પાર્ટી એપ્લિકેશનો પૂરતી ઑપ્ટિમાઇઝ છે.