ઇન્સ્ટન્ટ લોન એપ પર સખતી:ગૂગલે પ્લે સ્ટોરમાંથી 450 એપ્સ હટાવી દીધી, કહ્યું- તે સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરે છે

2 વર્ષ પહેલા
  • એપ્સ લોકોને સંપૂર્ણ જાણકારી આપે છે, ડેટાનો ક્યાંય પણ ઉપયોગ કરી શકતી નથી
  • RBIએ લોકોને આવી એપ અને પ્લેટફોર્મને લઈને ચેતવણી પણ આપી છે

ગૂગલે લગભગ 450 એપ્સને તેના પ્લે સ્ટોર પરથી દૂર કરી દીધી છે. આ તમામ પર્સનલ લોન આપતી એપ છે. ગૂગલનું કહેવું છે કે આ એપ તેમની 'યુઝર્સ સેફ્ટી પોલિસી' નું ઉલ્લંઘન કરી રહી છે. કંપનીનું કહેવું છે કે, બાકી રહેલી એપ્સના ડેવલપર્સને વહેલી તકે એ જણાવવાનું કહેવામાં આવ્યું છે કે તેમની એપ સ્થાનિક કાયદાઓનું પાલન કેવી રીતે કરે છે. જો ડેવલપર્સે આવું ન કર્યું તો આ એપ્સને પણ પ્લે સ્ટોર પરથી દૂર કરી દેવામાં આવશે.

ગૂગલે એક પોસ્ટમાં કહ્યું, "યુઝર્સને સુરક્ષિત એક્સપિરિયન્સ પ્રદાન કરાવવો જ અમારી પ્રાથમિકતા છે. અમારી ગ્લોબલ પ્રોડક્ટ પોલિસી આ લક્ષ્યની સાથે તૈયાર અને લાગુ કરવામાં આવે છે."

પોલિસીનું ઉલ્લંઘન કરવામાં આવશે તો પ્લેટફોર્મ છોડવું પડશે
ગૂગલે જણાવ્યું કે, અમે ભારતમાં યુઝર્સ અને સરકારી એજન્સીઓ દ્વારા ઓળખવામાં આવેલા સેંકડો પર્સનલ લોન એપની સમીક્ષા કરી છે. યુઝર સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને તરત સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. ગૂગલ તેની તપાસમાં સરકારી એન્જસીઓને મદદ કરશે. કંપનીએ એમ પણ કહ્યું કે, તાજેતરમાં ઓનલાઈન લોન આપતા પ્લોટફોર્મ/મોબાઈલ એપ્સને લઈને ફરિયાદ આવી હતી. ગત મહિને RBIએ પણ લોકોને ચેતવણી આપી હતી કે તેઓ લોન આપતા અનઓથોરાઈઝ્ડ ડિજિટલ પ્લેટફોર્મ અને એપના ઝાસામાં ન આવે.

યુઝરની સાથે શેર કરવી પડશે સંપૂર્ણ જાણકારી
ગૂગલ પ્લે ડેવલપર પોલિસીનું પાલન કરવા માટે એપ્સને યુઝરને લોન સંબંધિત સંપૂર્ણ જાણકારી આપવી પડશે. ગૂગલ માત્ર તે પર્સનલ લોન એપ્સને મંજૂરી આપે છે, જેમાં લોન પરત કરવા માટે ઓછામાં ઓછો 60 દિવસનો સમય આપવામાં આવ્યો હોય. લોનના ફીચર્સ, ફી, રિસ્ક અને બેનિફિટ્સ વિશે ટ્રાન્સપરન્સી રાખવી. તેનાથી લોકોને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળશે,

ડેટા લેતા પહેલા યુઝર પાસેથી મંજૂરી લેવી પડશે
ગૂગલે કહ્યું કે, ડેવલપર્સને ડેટાનો ઉપયોગ ફક્ત તે કાર્યો માટે કરવાનો છે કે જેના માટે યુઝરે મંજૂરી આપી છે. જો તેઓ બીજી જગ્યાએ ડેટાનો ઉપયોગ કરવા માગે છે તો તેમને તેના માટે યુઝર પાસેથી અલગથી મંજૂરી લેવી પડશે.

અન્ય સમાચારો પણ છે...