ટેક ગાઈડ:ગૂગલ પ્લે સ્ટોર પર આ 3 સેટિંગ કરી ડેટા અને બેટરી બચાવી શકાશે, તમારા ફોન પર તમારી જાણ વગર કોઈ એપ પણ ઈન્સ્ટોલ નહિ કરી શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે, તો તમારે ગૂગલ પ્લે સ્ટોરનું કામ પડશે. પ્લે સ્ટોર પરથી જ મનપસંદ અને કામ આવતી એપ્સ ઈન્સ્ટોલ્ડ કરી શકાય છે. એપ સ્ટોરમાં કેટલાક એવાં કામનાં સેટિંગ હશે જેના પર તમે ધ્યાન નહિ આપ્યું હોય, પરંતુ આ સેટિંગ ફોલો કરવાથી તમે ડેટા અને બેટરી બંનેને જલ્દી પૂરી થતા બચાવી શકો છો. તો ચાલો જાણીએ આ સેટિંગ ઓન કરી કેવી રીતે તમે ટેક સેવી બની શકશો...

સેટિંગ નંબર-1
પ્લે સ્ટોરથી ડેટા બચાવવાની રીત

જો તમારા ફોનનું ઈન્ટરનેટ બૂલેટ સ્પીડે પૂરું થઈ જાય છે અને તમને ખબર પણ રહેતી નથી તો આ સેટિંગ અપનાવી તમે ડેટા સેવ કરી શકો છો. તેના માટે પ્લે સ્ટોરનાં સેટિંગમાં જઈ ‘ઓટો અપડેટ્સ એપ્સ’ પર જાઓ. અહીં ‘ડોન્ટ ઓટો અપડેટ એપ્સ’ સિલેક્ટ કરો. જો ઓવર એની નેટવર્કની પસંદગી કરી હશે તો એપની અપડેટ આવતા જ આપમેળે તે શરૂ થઈ જશે અને તમારો ડેટા વપરાઈ જશે. તેથી ડેટા અને બેટરી બંને પૂરી થઈ જશે.

સેટિંગ નંબર-2
ફોનની બેટરી આ રીતે બચાવો

જો તમે પ્લે સ્ટોરનો વધારે પડતો ઉપયોગ કરો છો તો તેનાથી ફોનની બેટરી જલ્દી વપરાઈ જાય છે. આમ ન થાય તેના માટે સેટિંગમાં કેટલાક ફેરફાર કરવાના રહેશે. તેના માટે સેટિંગમાં જઈને થીમ પર ટેપ કરો, તેમાં ‘સેટ બાય બેટરી સેવર’ ઓપ્શનની પસંદગી કરો. આ સેટિંગથી પ્લે સ્ટોરના ઉપયોગથી ઓછી બેટરીનો વપરાશ થશે.

સેટિંગ નંબર-3
પ્લે સ્ટોર પ્રોટેક્ટ કરવાની રીત

જો તમને આ વાતનો ભય છે કે તમે કોઈને તમારો ફોન આપો અને તે તમારા ફોનમાં તમારી જાણ વગર કોઈ એપ ઈન્સ્ટોલ કરી દે તો તેનાથી બચવાની પણ એક ટ્રિક છે. તેના માટે તમારે સેટિંગમાં જઈને ‘પેરેન્ટલ કન્ટ્રોલ’માં જવાનું રહેશે. તેને ઓન કરતાં જ તમારે 4 ડિજિટનો પાસવર્ડ સબમિટ કરવાનો રહેશે. પાસવર્ડ સેટ થઈ જશે, હવે જ્યારે પણ પ્લે સ્ટોર ઓપન કરવામાં આવશે તો તે પાસવર્ડ પૂછશે.