તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Google Play Store Safety Section Now Will Describe How Apps Use Data ;App Developers Inform Users What Data They Have And Why

નવી અપડેટ:એપલની જેમ હવે ગૂગલ પણ એપ્સ માટે પ્રાઈવસી લેબલ ફીચર લોન્ચ કરશે, ડેવલપર્સે પ્રાઈવસી રિલેટેડ તમામ માહિતી ઉજાગર કરવી પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની આવતા વર્ષે તેની પ્રાઈવસી પોલિસી અપડેટ કરશે
  • જે ડેટા એપ્સને ઉપયોગ કરવા માટે જરૂરી છે તે ડેટાના એક્સેસ માટે જ ડેવલપર્સને પરમિશન મળશે

ટેક જાયન્ટ ગૂગલ તેના યુઝર્સની પ્રાઈવસી રિલેટેડ ફીચર્સ લોન્ચ કરતી રહી છે. આ વખતે યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખી કંપનીએ તેની પોલિસીમાં ફેરફાર કર્યો છે. તે મુજબ હવે એપ ડેવલપરે ગૂગલને જણાવવાનું રહેશે કે તે યુઝર્સના બેકગ્રાઉન્ડ લોકેશન ડેટાનો ઉપયોગ કેવી રીતે કરશે. એપલે આ જ પ્રકારનું ફીચર 2020ની પોલિસી અપડેટમાં ઉમેર્યું હતું.

એપ્સ કયા પ્રકારના ડેટા લે છે તે પણ જણાવવું પડશે
ગૂગલ પ્લે સ્ટોરમાં નવું સિક્યોરિટી સેક્શન ઉમેરવા જઈ રહી છે. તેમાં એપ ડેવલપર્સે જણાવવું પડશે કે તે યુઝર્સના કેવા પ્રકારનો ડેટા એક્સેસ કરી શકે છે. ડેવલપર્સે ગૂગલને એ તમામ માહિતીની ચોખવટ કરવી પડશે જે યુઝર્સની પ્રાઈવસીથી રિલેટેડ હોય. તેમાં લોકેશન, કોન્ટેક્ટ, નામ, ઈમેલ, ફોટો, વીડિયો, ઓડિયો ફાઈલ્સ અને સ્ટોરેજ સહિતની પર્સનલ પર્સનલ ઈન્ફોર્મેશન સામેલ છે.

જરૂરી ડેટા લેવાની જ પરમિશન

જે ડેટા એપ્સને ઉપયોગ કરવા માટે જરૂરી છે તે ડેટાના એક્સેસ માટે જ ડેવલપર્સને પરમિશન મળશે. સેફ્ટી સેક્શનમાં થર્ડ પાર્ટી વેરિફાય સેક્શન બનાવવું પડશે. એપ ડેવલપરે યુઝર એપ અન ઈન્સ્ટોલ કરી દે તો ડેટા ડિલીટ કરવાનો ઓપ્શન મળશે કે કેમ તે પણ માહિતી આપવી પડશે.

ગૂગલના પ્રોડક્ટ વાઈસ પ્રેસિડન્ટ સુઝેન ફ્રેયના જણાવ્યા પ્રમાણે ગૂગલ પ્લે સ્ટોર પર રહેલી તમામ એપ્સે નવી પોલિસીનું પાલન કરવું પડશે. ગૂગલની પોતાની એપ્સે પણ પ્રાઈવસી રિલેટેડ માહિતી જણાવવી પડશે. નવી પોલિસી લાગુ કરવા માટે કંપની એપ ડેવલપર્સને ટાઈમ પણ આપી રહી છે. ડેવલપર્સ પાસે 2022ના પ્રથમ ક્વાર્ટર સુધીનો સમય હશે. ત્યાં સુધીમાં તેણે ગૂગલની નવી પોલિસી પ્રમાણે અપડેટ આપવી ફરજિયાત રહેશે.