ગૂગલ પર એન્ટિટ્રસ્ટનો આરોપ:એપ સ્ટોર પર 30% કમિશન લેવાને કારણે ફોર્ટનાઈટ એપ ડેવલપરે કેસ કર્યો, 9 મહિના પહેલાં એન્ડ્રોઈડ સિસ્ટમ રોકવાનો આરોપ લાગ્યો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કેસ અમેરિકાના વોશિંગ્ટન DC સહિત કુલ 37 રાજ્યોએ કેલિફોર્નિયા ફેડરલ કોર્ટમાં કર્યો છે
  • ગૂગલ પર આરોપ છે કે તે ગૂગલ પ્લે સ્ટોર પર એપ ડેવલપર્સ પાસેથી એપ વેચવા માટે 30%નું કમિશન બળજબરી પૂર્વક લઈ રહી છે

ટેક જાયન્ટ ગૂગલ વિરુદ્ધ નવો એન્ટિટ્રસ્ટનો કેસ દાખલ થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, ગૂગલ પર એન્ડ્રોઈડ એપ સાથે ચેડાં કરવાનો આરોપ લાગ્યો છે. આ કેસ અમેરિકાના એપ ડેવલપર ગ્રુપ ફોર્ટનાઈટે કર્યો છે.

અમેરિકાના 37 રાજ્યોએ કેસ કર્યો
આ કેસ અમેરિકાના વોશિંગ્ટન DC સહિત કુલ 37 રાજ્યોએ કેલિફોર્નિયા ફેડરલ કોર્ટમાં કર્યો છે. તેમાં ગૂગલ પોલિસીને પડકારવામાં આવી છે. આરોપ લગાવાયો છે કે ગૂગલ પ્લે સ્ટોર પર કંપની એપ ડેવલપર્સ પાસેથી એપ વેચવા માટે 30%નું કમિશન બળજબરી પૂર્વક લઈ રહી છે.

વર્ષ 2020માં પણ એપ એપ સેલિંગનો રેટ વધાર્યો હતો
ગૂગલે ગત વર્ષે 28 સપ્ટેમ્બર 2020માં એપ સેલિંગનો રેટ વધાર્યો હતો. તેનો હેતુ જે એપ્સ નવા ટેક્સથી બચી ગઈ હતી તેને નવા ટેક્સના દાયરામાં લાવાનો હતો. ગૂગલે આ કેસ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. કેસમાં કહેવાયું છે કે ગૂગલે આ ટેક્સ લેવા માટે વ્યવસ્થા પણ કરી છે.

ગૂગલ પ્લે સ્ટોરનો સૌથી વધારે ઉપયોગ
ગૂગલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું કે, તે પોતાની નીતિઓ ઝડપથી બદલશે અને એપ ડેવલપરની આલોચનાને આકર્ષિત કરશે. ગૂગસ પ્લે સ્ટોરનો ઉપયોગ એમેઝોન, સેમસંગ ઈલેકટ્રોનિક્સ, હુવાવે ટેક્નોલોજી અને અન્ય સ્ટોર કરતાં વધારે થાય છે.

9 મિહના પહેલાં પણ એન્ટિટ્રસ્ટ કેસ થયો હતો
એન્ટિટ્રસ્ટ મામલે ગૂગલ પર આરોપ લાગ્યો હતો કે, તે શાઓમી અને ટીવી મેકર TCL ઈન્ડિયા સાથે પોતાના એગ્રીમેન્ટનાં માધ્યમથી બંને કંપનીઓને એન્ડ્રોઈડ સિસ્ટમ અને મોડિફાઈડ વર્ઝનનો ઉપયોગ કરતાં રોકી રહી છે. શાઓમી અને TCL ઈન્ડિયા બંને ચીનની કંપની TCL ટેક ગ્રુપ કોર્પ.નો ભાગ છે.

પહેલાં પણ આરોપ લાગ્યો છે
વર્ષ 2018માં CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા)એ ગૂગલ પર 'બાયસ સર્ચ'ના કેસમાં 135 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. ગૂગલ પર આ પ્રકારના આરોપ અમેરિકામાં પણ લાગી ચૂક્યા છે. આ સિવાય કંપનીએ ચીનમાં પણ એક સંભવિત એન્ટિટ્રસ્ટ તપાસનો સામનો કરવો પડી શકે છે. તે જણાવે છે કે ગૂગલ પોતાની એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમની લીડરશિપનો કેવી રીતે ઉપયોગ કરે છે. જોકે ગૂગલે આ આરોપનો ઈનકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...