ગૂગલનું પહેલું સ્માર્ટવોચ ફીચર લીક:ગૂગલ પિક્સલ સ્માર્ટવોચ 11 મેના રોજ લોન્ચ થવાની શક્યતા, જાણો સંભવિત ફીચર્સ અને ડિઝાઇન

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગૂગલ પિક્સલ વોચ છેલ્લા ઘણા અઠવાડિયાથી ચર્ચામાં છે. ગૂગલના CEO, સુંદર પિચાઈ પહેલેથી જ સંકેત આપી ચૂક્યા છે કે, ગૂગલ I/O 2022 ઇવેન્ટમાં પ્રથમ ગૂગલ સ્માર્ટવોચ લોન્ચ થઈ શકે છે. ગૂગલની આ ઇવેન્ટ 11 અને 12 મેના રોજ થશે. ગૂગલ વોચની લોન્ચિંગ ડેટ જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તેના સંભવિત સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ સામે આવી રહ્યા છે. જોકે, ગૂગલે હજુ સુધી સત્તાવાર રીતે પોતાના ફીચર્સ જાહેર કર્યા નથી. તો ચાલો જાણીએ આ સ્માર્ટવોચમાં કયા-કયા ફિચર્સ મળી શકે છે?

પિક્સલ સ્માર્ટવોચની ડિઝાઇન
પિક્સલ વોચની ડિઝાઇન તેના સર્ક્યુલર ડાયલ અને પ્રોપેરેટર સ્ટ્રીપ્સની એક ઝલક પહેલાં જ મળી ચૂકી છે અને જો બેટરીની વાત કરીએ તો તેમાં 300mAhની બેટરી મળી શકે છે અને તે સેલ્યુલર કનેક્ટિવિટી ઓપ્શનમાં આવી શકે છે.

સ્માર્ટવોચ ત્રણ મોડલમાં આવી શકે છે
વેબસાઇટે ગૂગલ પિક્સલ વોચને મોડેલ નંબર GWT9R, GBZ4S અને GQF4C સાથે ત્રણ અલગ-અલગ વેરિએન્ટમાં સૂચિબદ્ધ કરી છે. તેમને બ્લૂટૂથ v5.2 કનેક્ટિવિટી મળે છે. સ્માર્ટવોચમાં લેટેસ્ટ વર્ઝન RWD7 ને બદલે સોફ્ટવેર વર્ઝન નંબર RWD 5.211104.001 સાથે સૂચિબદ્ધ છે.