લીક:ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ લીક થયાં ગૂગલ પિક્સલ 6 સિરીઝનાં સ્પેસિફિકેશન્સ, 50MPનો પ્રાઈમરી રિઅર કેમેરા અને 20X સુપર ઝૂમ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેજિક ઈરેઝર ફીચર ફોટોમાંથી અનવોન્ટેડ ઓબ્જેક્ટ ડિલીટ કરી શકાય છે
  • બંને ફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે

ટેક જાયન્ટ ગૂગલ 19 ઓક્ટોબરે પિક્સલ 6 સિરીઝ લોન્ચ કરશે. આ સિરીઝના પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રો સ્માર્ટનાં લોન્ચિંગ પહેલાં જ યુકે બેઝ્ડ ઓનલાઈન રિટેલર કારફોન વેરહાઉસ પર લિસ્ટ થયાં છે. આ બંને સ્માર્ટફોન ગૂગલની લેટેસ્ટ ટેન્સર ચિપ સાથે ટાઈટન M2 સિક્યોરિટી ચિપથી સજ્જ છે. બંને સ્માર્ટફોન 30 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. જોકે કંપની એપલની જેમ 30 વૉટનું ચાર્જર અલગથી વેચશે.

રિટેલર કારફોન વેરહાઉસે પિક્સલ 6નું લિસ્ટિંગ કર્યા બાદ તેને ડિલીટ કર્યું હતું. ટેક ટિપ્સટર evleaksએ અપકમિંગ સ્માર્ટફોનના લિસ્ટેડ સ્પેસિફિકેશન્સનો સ્ક્રીન શૉટ લઈ શેર કર્યો છે.

ગૂગલ પિક્સલ 6 સિરીઝનાં સ્પેસિફિકેશન્સ

  • રિટેલરના લિસ્ટિંગ પ્રમાણે, પિક્સલ 6 સિરીઝના બંને મોડેલમાં ગૂગલ ટેન્સર પ્રોસેસર મળશે. આ પ્રોસેસર પિક્સલ 5ની સરખામણીએ 80% વધારે સ્પીડ ધરાવે છે. બંને સ્માર્ટફોનમાં ટાઈટન M2 સિક્યોરિટી ચિપ મળે છે. આ ચિપ સેન્સિટિવ પ્રોસેસ, ઈન્ફોર્મેશન, પાસકોડ, ઈન્ક્રિપ્શન અને એપ્સનાં ટ્રાન્જેક્શન સિક્યોર બનાવે છે.
  • ફોનમાં 50MPનું પ્રાઈમરી સેન્સર, 12MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને ટેલિફોટો લેન્સ મળશે. ટેલિફોટો લેન્સ 4X ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. ફોનમાં 20X સુપર ઝૂમ પણ મળે છે. રિપોર્ટ પ્રમાણે ફોનમાં મેજિક ઈરેઝર ફીચર મળશે. આ ફીચર ફોટોમાંથી અનવોન્ટેડ ઓબ્જેક્ટ ડિલીટ કરી શકે છે.
  • ગૂગલ પિક્સલ 6 પ્રોમાં 6.7 ઈંચની LTPO OLED ડિસ્પ્લે મળે છે. પિક્સલ 6માં 6.4 ઈંચની સ્ક્રીન મળશે. બંને ડિવાઈસમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટરનો ઉપયોગ થયો છે. બંને ડિવાઈસ 50થી વધારે ભાષાઓનું અનુવાદ ઈન્ટરનેટ વગર કરી શકે છે. બંને ડિવાઈસ એન્ડ્રોઈડ 12 OS પર રન કરે છે.

ગૂગલ પિક્સલ 6ની કિંમત
રિપોર્ટ પ્રમાણે પિક્સલ 6ની કિંમત €649(આશરે 56,700 રૂપિયા) અને પિક્સલ 6 પ્રોની કિંમત €899(આશરે 78,000 રૂપિયા) હશે. પિક્સલ 6નાં કિંડા કોરલ, સૉર્ટા સીફોમ અને સ્ટોર્મી બ્લેક વેરિઅન્ટ લોન્ચ થશે. જ્યારે પ્રો વેરિઅન્ટમાં ક્લાઉડી વ્હાઈટ, સૉર્ટા સીફોમ અને સ્ટોર્મી બ્લેક કલર વેરિઅન્ટ ઓપ્શન મળશે. પિક્સલ 6 સિરીઝના સ્ટેન્ડ 2 વાયરલેસ ચાર્જરની કિંમત 79 ડોલર (આશરે 6000 રૂપિયા) હોઈ શકે છે.