ગૂગલ પિક્સલ 6 લોન્ચિંગ ઈવેન્ટ:ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને 20X સુપર ઝૂમ મળશે, લોન્ચિંગ પહેલાં જાણો ફોનનાં સ્પેસિફિકેશન્સ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિક્સલ 6નું મેજિક ઈરેઝર ફીચર ફોટોમાંથી અનવોન્ટેડ ઓબ્જેક્ટ ડિલીટ કરે છે
  • આ સિરીઝના ફોનમાં ગૂગલ રિટેલ બોક્સમાં ચાર્જર નહિ આપે

એપલની Unleashed ઈવેન્ટ સોમવારે યોજાયા બાદ ગૂગલ આજે મગંળવારે રાતે 10:30 વાગ્યે તેની લોન્ચિંગ ઈવેન્ટ યોજવા જઈ રહી છે. આ ઈવેન્ટમાં કંપની પિક્સલ 6 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રોનાં સ્પેસિફિકેશન્સ લીક થયાં છે.

ઈંગ્લેન્ડની રિટેલ વેબસાઈટનાં લિસ્ટિંગમાં બંને સ્માર્ટફોનનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ લીક થયાં છે. લિસ્ટિંગ પ્રમાણે ગૂગલના આ સ્માર્ટફોન ઈનહાઉસ ટેન્સર ચિપથી સજ્જ હશે. સાથે ફોનમાં ટાઈટન M2 સિક્યોરિટી ચિપ પણ મળી શકે છે. બંને સ્માર્ટફોનમાં 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળી શકે છે. જોકે એપલની જેમ ગૂગલ પણ હવે ચાર્જર અલગથી વેચશે.

પિક્સલ 6 સિરીઝનાં એક્સપેક્ટેડ સ્પેસિફિકેશન્સ

  • રિટેલરના લિસ્ટિંગ પ્રમાણે, પિક્સલ 6 સિરીઝના બંને મોડેલમાં ગૂગલ ટેન્સર પ્રોસેસર મળશે. આ પ્રોસેસર પિક્સલ 5ની સરખામણીએ 80% વધારે સ્પીડ ધરાવે છે. બંને સ્માર્ટફોનમાં ટાઈટન M2 સિક્યોરિટી ચિપ મળે છે. આ ચિપ સેન્સિટિવ પ્રોસેસ, ઈન્ફોર્મેશન, પાસકોડ, ઈન્ક્રિપ્શન અને એપ્સનાં ટ્રાન્જેક્શન સિક્યોર બનાવે છે.
  • ફોનમાં 50MPનું પ્રાઈમરી સેન્સર, 12MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને ટેલિફોટો લેન્સ મળશે. ટેલિફોટો લેન્સ 4X ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. આ ફોન અગાઉના મોડેલ કરતાં 150% વધારે લાઈટ કેપ્ચર કરશે. ફોનમાં 20X સુપર ઝૂમ પણ મળે છે. રિપોર્ટ પ્રમાણે ફોનમાં મેજિક ઈરેઝર ફીચર મળશે. આ ફીચર ફોટોમાંથી અનવોન્ટેડ ઓબ્જેક્ટ ડિલીટ કરી શકે છે.
  • ગૂગલ પિક્સલ 6 પ્રોમાં 6.7 ઈંચની LTPO OLED ડિસ્પ્લે મળે છે. પિક્સલ 6માં 6.4 ઈંચની સ્ક્રીન મળશે. બંને ડિવાઈસમાં ગોરિલ્લા ગ્લાસ વિક્ટરનો ઉપયોગ થયો છે. બંને ડિવાઈસ 50થી વધારે ભાષાઓનું અનુવાદ ઈન્ટરનેટ વગર કરી શકે છે. બંને ડિવાઈસ એન્ડ્રોઈડ 12 OS પર રન કરશે. પ્રો વેરિઅન્ટને IP68 વોટર રેઝિસ્ટન્સ રેટિંગ મળેલું છે.

ગૂગલ પિક્સલ 6ની કિંમત
રિપોર્ટ પ્રમાણે પિક્સલ 6ની કિંમત €849(આશરે 64,000 રૂપિયા) અને પિક્સલ 6 પ્રોની કિંમત €1099 (આશરે 82,900 રૂપિયા) હશે. પિક્સલ 6નાં કિંડા કોરલ, સૉર્ટા સીફોમ અને સ્ટોર્મી બ્લેક વેરિઅન્ટ લોન્ચ થશે. જ્યારે પ્રો વેરિઅન્ટમાં ક્લાઉડી વ્હાઈટ, સૉર્ટા સીફોમ અને સ્ટોર્મી બ્લેક કલર વેરિઅન્ટ ઓપ્શન મળશે. પિક્સલ 6 સિરીઝના સ્ટેન્ડ 2 વાયરલેસ ચાર્જરની કિંમત 79 ડોલર (આશરે 6000 રૂપિયા) હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...