ગૂગલ પિક્સલ 6 સિરીઝ લોન્ચ:પિક્સલ 6 સિરીઝના બંને ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા અને લાઈવ ટ્રાન્સલેશન ફીચર મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગૂગલ પિક્સલની 6 સિરીઝ લોન્ચ થઈ ગઈ છે. આ સિરીઝમાં પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રો સામેલ છે. પિક્સલ 6 પ્રો વેરિઅન્ટના બેક પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ અને પિક્સલ 6માં ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. બંને ફોનમાં 50MPનો પ્રાઈમરી કેમેરા મળે છે.

આ સિરીઝમાં ખાસ કરીને યુઝર્સની સિક્યોરિટીનું ધ્યાન રાખતા 5 વર્ષનું સિક્યોરિટી અપડેટ આપવામાં આવ્યું છે. ફોનને પ્રી-ઓર્ડર કરી શકાય છે. પિક્સલ 6 સિરીઝમાં ગૂગલની બનાવેલી ટેન્સર ચિપસેટ આપવામાં આવી છે. ગૂગલનું કહેવું છે કે ટેન્સર આર્ટિફિશિયલના ફંક્શનને ઈમ્પ્રૂવ કરશે.

ગૂગલ પિક્સલ 6 સિરીઝ ડિસ્પ્લે
ગૂગલ પિક્સલ 6માં 6.4 ઈંચ OLED ડિસ્પ્લે મળશે. તેમજ ગૂગલ પિક્સલ 6 પ્રોમાં 6.7 ઈંચ LTPO ડિસ્પ્લે મળશે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 10Hzથી 120Hzની વચ્ચે હશે. ગૂગલ પિક્સલ 6ને કંપનીએ 3 કલર ઓપ્શન બ્લેક, રેડ, અને બ્લૂ ઓપ્શનમાં અને પિક્સલ 6 પ્રોને વ્હાઈટ, બ્લેક, અને લાઈટ ગોલ્ડમાં લોન્ચ કર્યો છે.

કિંમતની વાત કરીએ તો પિક્સલ 6ની કિંમત 599 ડોલર (લગભગ 44,900 રૂપિયા) અને પિક્સલ 6 પ્રોની કિંમત 899 ડોલર (લગભગ 67,500 રૂપિયા) હશે.

પિક્સલ 6 સિરીઝમાં નવું કવર મળશે
ગૂગલ દ્વારા બનાવવામાં આવેલું નવું કવર પણ સિરીઝમાં મળશે. આ એક્સેસરિઝને રિસાઈકલ મટેરિયલમાંથી બનાવવામાં આવે છે. ગૂગલ પિક્સલ મટેરિયલ યૂ ફીચરથી સજ્જ હશે. જે વોલપેપરના કલર પ્રમાણે ઈન્ટરફેસને એડોપ્ટ કરશે. એટલે કે ક્લોક અને આઈકનનો તે કલર હશે જે બેકગ્રાઉન્ડનો કલર હશે.

સ્માર્ટફોનને 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ ગૂગલે પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રો પર સિક્યોરિટી વધારવા માટે ટાઈટન M2રજૂ કર્યું. આ સ્માર્ટફોન્સને 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ આપવામાં આવશે. પિક્સલ 6માં એક સિક્યોરિટી હબ આપવામાં આવ્યું છે. તેનાથી તમે સરળતાથી સિક્યોરિટી સેટિંગ અને એક પ્રાઈવસી ડેશબોર્ડને એક્સેસ કરી શકો છો. તેનાથી તમે ચેક કરી શકો છો કે કઈ એપ માઈક્રોફોન અને કેમેરાને એક્સેસ કરી રહી છે.

પિક્સલ 6 સિરીઝના કેમેરા ફીચર્સ
પિક્સલ 6 અને પિક્સલ 6 પ્રોમાં 50MPનો કેમેરા આપવામાં આવ્યો છે. તે ઉપરાંત બંને ફોનમાં 12MPનો અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યો છે. પિક્સલ 6 પ્રોમાં 48MP ટેલીફોટો લેંસ 4x ઝૂમ સાથે આપવામાં આવ્યો છે. ઝૂમ લો-લાઈટ ફોટોગ્રાફીમાં નાઈટ સાઈટની સાથે પણ કામ કરે છે.

પિક્સલ 6ની સાથે વીડિયો પણ બનાવી શકાય છે. પિક્સલ 6થી 4K વીડિયો HDRnet 60fps પર રેકોર્ડ કરી શકાય છે. તેના કેમેરાની સાથે મેઝિક ઈરેઝર અને ફેસ અનબ્લર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

પિક્સલ 6 સપોર્ટ લાઈવ ટ્રાન્સલેશન
ગૂગલ પિક્સલ 6માં લાઈવ ટ્રાન્સલેશનનું ફીચર મળશે, જે મેસેજથી લઈને વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામને સપોર્ટ કરશે. ધારો કે તમે ઈન્સ્ટાગ્રામ પર કોઈ ફોરેન લેંગ્વેજનો વીડિયો જોઈ રહ્યા છો તો આ ફીચર તે લેંગ્વેજને રિયલ ટાઈમમાં ટ્રાન્સલેશન કરશે.

પિક્સલ પાસ મળશે
ગૂગલે અમેરિકામાં પિક્સલ પાસ સબ્સક્રિપ્શન સર્વિસ શરૂ કરી છે. તેની મદદથી ન્યૂ પિક્સલ 6ની સાથે ગૂગલ વન, યુટ્યુબ પ્રીમિયમ અને યુટ્યુબ મ્યુઝિક પ્રીમિયમ, ગૂગલ પ્લે પાસના ફાયદા લઈ શકશો. તેના માટે યુઝર્સને દર મહિને 45 ડોલર (લગભગ 3,380 રૂપિયા) ચૂકવવા પડશે.