પિક્સલ 6 સિરીઝ લોન્ચ ડેટ:ગૂગલ 13 સપ્ટેમ્બરે આ સિરીઝના 2 સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે, ઈનહાઉસ ટેન્સર પ્રોસેસર મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલ પિક્સલ 6 સિરીઝમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે
  • બેઝિક વેરિઅન્ટમાં ડ્યુઅલ અને પ્રો વેરિઅન્ટમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે

એપલ આઈફોન 13 સિરીઝ આ વર્ષે 14 સપ્ટેમ્બર અથવા 15 સપ્ટેમ્બરે લોન્ચ કરવાનો પ્લાન કરી રહી છે. તેવામાં જો ગૂગલ પિક્સલ ફોન 13 સપ્ટેમ્બરની આસપાસ લોન્ચ થાય તો આઈફોન ઈવેન્ટને ખલેલ પહોંચી શકે છે. આટલું જ નહિ આ ટાણે સેમસંગ પણ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ 'ગેલેક્સી S21 FE' ફોન લોન્ચ કરી શકે છે.

ગૂગલ પિક્સલ 6 સિરીઝ
ગૂગલે પિક્સલ 6 સિરીઝની ડિઝાઈન અને કી ડિટેલ પહેલાં જ કન્ફર્મ કરી છે. આ ફોનમાં ગૂગલે તૈયાર કરેલી ટેન્સર ચિપ મળશે. આ ચિપ ગૂગલે સેમસંગની મદદથી ડેવલપ કરી છે. પોતાના AI અને મશીન લર્નિંગ સિવાય કંપનીએ અન્ય કોઈ માહિતી આપી નથી.

ન્યૂ સિલિકોન સિવાય ગૂગલ પિક્સલ 6 સિરીઝમાં આકર્ષક ડિઝાઈન જોવા મળશે. તેમાં કેમેરાની ગોઠવણ હોરિઝોન્ટલ સેટઅપમાં હશે. આ ફોનમાં હાઈ રિફ્રેશ રેટ મળશે. પ્રો વેરિઅન્ટમાં પ્રાઈમરી, અલ્ટ્રાવાઈડ અને ટેલિફોટો લેન્સનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. બંને વેરિઅન્ટમાં કંપની ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપશે.

ગૂગલ પિક્સલ 6નાં સંભવિત સ્પેસિફિકેશન

તેમાં 6.4 ઈંચની FHD+ ડિસ્પ્લે મળશે. તેનો રિફ્રેશ રેટ 90Hzનો હોઈ શકે છે. ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા મળશે. તેમાં પ્રાઈમરી લેન્સ સાથે અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ મળશે. તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. આ સ્માર્ટફોન ગૂગલ એન્ડ્રોઈડ 12 OS પર રન કરે છે. તેમાં ગૂગલ અને સેમસંગે ડેવલપ કરેલું ટેન્સર પ્રોસેસર મળશે. ફોનમાં 4,614mAhની બેટરી મળી શકે છે. તેમાં 8GBની રેમ સાથે 128GB અને 256GB ઈન્ટર્નલ સ્ટોરેજનાં ઓપ્શન મળશે.

ગૂગલ પિક્સલ 6 પ્રોનાં સંભવિત સ્પેસિફિકેશન
આ ફોનમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળશે. તેમાં 1440 પિક્સલનું રિઝોલ્યુશન મળશે. ડિસ્પ્લે 120Hzનો રિફ્રેશ રેટ ધરાવશે. ફોનમાં પ્રાઈમરી કેમેરા, અલ્ટ્રા વાઈડ લેન્સ અને ટેલિફોટો લેન્સ સાથેનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે. તે 4X ઓપ્ટિલકલ ઝૂમ સપોર્ટ કરશે. સિક્યોરિટી માટે તેમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 12 OS પર રન કરશે. તેમાં ગૂગલ અને સેમસંગે ડેવલપ કરેલું ટેન્સર પ્રોસેસર મળશે. ફોનમાં 5000mAhની બેટરી મળશે. તેમાં 12GBની રેમ સાથે 128GB, 256GB અને 512GBનાં સ્ટોરેજ ઓપ્શન મળશે.