• Gujarati News
  • Utility
  • Gadgets
  • Google Pixel 5a India Price; Google Pixel 5a Allegedly Gets BIS Certification, India Launch May Be In The Works

કમિંગ સૂન:ટૂંક સમયમાં ગૂગલનો ‘પિક્સલ 5a’ ભારતમાં લોન્ચ થશે, ભારતીય સ્ટાન્ડર્ડ સાઈટ પર ફોન લિસ્ટ થયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિક્સલ 5aને 4aનાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવશે
  • રિપોર્ટ્સ પ્રમાણે, ફોન 11 જૂને ગ્લોબલ ડેબ્યુ કરી શકે છે

ટેક જાયન્ટ ગૂગલના પિક્સલ 4aનું અપગ્રેડેડ વર્ઝન ‘પિક્સલ 5a’ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઈ શકે છે. જોકે ગૂગલે તેનાં પર હજુ સસ્પેન્સ રાખ્યું છે, પરંતુ મોડેલ નંબર GR0M2 સાથે એક પિક્સલ ફોન કથિત રીતે ભારતીય સ્ટાન્ડર્ડ ઓથોરિટી BIS સાઈટ પર સ્પોટ થયો છે. આ મોડેલ પિક્સલ 5a હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સ્માર્ટફોનને અમેરિકામાં જૂન મહિનામાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. ગત વર્ષે ગૂગલે પિક્સલ 4aને લાઈનઅપમાં પોતાના નવાં મોડેલ તરીકે લોન્ચ કર્યો હતો.

ટેક ટિપ્સ્ટર મુકુલ શર્માએ ટ્વીટ કરી મોડેલ નંબર GR0M2 સાથે અપકમિંગ પિક્સલ ફોનનું લિસ્ટિંગ શેર કર્યું છે. આ ફોન પિક્સલ 5a હોઈ શકે છે. જોકે આ મોડેલ નંબર ગત વર્ષે લોન્ચ થયેલાં ગૂગલના A સિરીઝ સાથે મેળ ખાતો નથી. G025N મોડેલ નંબર સાથે લોન્ચ થયેલો પિક્સલ 4a G020F મોડેલ નંબર સાથેના પિક્સલ 3a સાથે મેળ ખાય છે.

ટેક ટિપ્સ્ટર મુુકુલ શર્માનું ટ્વીટ
ટેક ટિપ્સ્ટર મુુકુલ શર્માનું ટ્વીટ

તેમ છતાં ગૂગલ પિક્સલ 5aના ડેવલપમેન્ટને જોઈ એમ કહી શકાય કે કંપની તેને 11 જૂને લોન્ચ કરી શકે છે. અપકમિંગ પિક્સલમાં પણ પિક્સલ 4a જેવી જ ડિઝાઈન અને ડાયમેન્શન મળી શકે છે. જોકે તેમાં હાર્ડવેર લેવલ અલગ હોઈ શકે છે.

ડિઝાઈન અને ડાયમેન્શન જૂનાં મોડેલ જેવાં
એક અપડેટેડ પિક્સલ સિરીઝ કેમેરા એપે તાજેતરમાં જ સજેસ્ટ કર્યું હતું કે પિક્સલ 5a એક પંચ હોલ ડિસ્પ્લે ડિઝાઈન અને નાનાં સેલ્ફી કેમેરા કટઆઉટ સાથે આવશે. આ ડિઝાઈન હાલના પિક્સલ ફોનમાં જોવા મળી શકે છે. પિક્સલ 5aનાં કેટલાક રેન્ડર્સ અર્થાત ગ્રાફિક્સથી બનેલી તસવીરો પણ લીક થઈ છે. તે પ્રમાણે તે પ્લાસ્ટિક બિલ્ડ હશે.

ફોન પ્લાસ્ટિક બિલ્ડ હોઈ શકે છે
ફોન પ્લાસ્ટિક બિલ્ડ હોઈ શકે છે
પિક્સલ 5a સિંગલ પંચ હોલ ડિઝાઈન સાથે લોન્ચ થશે
પિક્સલ 5a સિંગલ પંચ હોલ ડિઝાઈન સાથે લોન્ચ થશે