જૂના ગૂગલ પિક્સલ ફોનનું ગુડ બાય:ફ્રી અનલિમિટેડ સ્ટોરેજે પણ ગ્રાહકોને ન આકર્ષ્યા, હવે કંપની 'પિક્સલ 4a 5G' અને 'પિક્સલ 5'નું પ્રોડક્શન બંધ કરશે, ચાઈનીઝ ફોનને લીધે કંપનીને ઝાટકો લાગ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલાં કંપની 'પિક્સલ 4' અને 'પિક્સલ 4 XL'નું પ્રોડક્શન બંધ કરી ચૂકી છે
  • ગ્લોબલ માર્કેટ શેર અને યુનિટ શિપમેન્ટમાં ગૂગલ અન્ય કંપનીઓ કરતાં ઘણી પાછળ જોવા મળી

ગૂગલે તેનો નવો 'પિક્સલ 5a 5G' સ્માર્ટફોન 17 ઓગસ્ટે લોન્ચ કર્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ફોનની કિંમત 34 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ ફોનનાં લોન્ચિંગ સાથે કંપનીએ તેના 'પિક્સલ 4a 5G' અને 'પિક્સલ 5'નું પ્રોડક્શન બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

આ અગાઉ પણ કંપની તેના પિક્સલ મોડેલનું પ્રોડક્શન બંધ કરી ચૂકી છે. કંપનીએ પહેલાં 'પિક્સલ 4' અને 'પિક્સલ 4 XL'નું પ્રોડક્શન પણ બંધ કર્યું છે. 'પિક્સલ 5a 5G'નાં ભારત લોન્ચિંગ પર કંપનીએ હજુ સસ્પેન્સ જ રાખ્યું છે.

દુનિયાભરના તમામ એન્ડ્રોઈડ સ્માર્ટફોન ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. તેમ છતાં ગૂગલ પોતાના જ ફોનનું એટલું વર્ચસ્વ રાખી શકી નથી. કંપની પિક્સલ ફોન સાથે અનલિમિટેડ ફ્રી સ્ટોરેજ સહિતની સર્વિસ આપે છે. તેમ છતાં પિક્સલ ફોન ફેલ થયા પાછળનું શું કારણ છે આવો જાણીએ...

ગૂગલ પિક્સલ 5a 5Gનાં સ્પેસિફિકેશન

આ ફોનમાં 6.34 ઈંચની FHD+ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 60Hz છે. તે HDR સપોર્ટ કરે છે. ફોનમાં ઓલ્વેઝ ઓન સ્ક્રીન ફીચર મળે છે. તેને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન મળે છે. તેમાં સ્નેપડ્રેગન 765G પ્રોસેસર અને એડ્રિનો 620 GPU ગ્રાફિક્સ સપોર્ટ મળે છે. ફોન એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.

આ કારણે ગૂગલ પિક્સલ પગપેસારો કરવામાં સફળ ન બની
ગૂગલે તેનો ફર્સ્ટ જનરેશન પિક્સલ સ્માર્ટફોન 4 ઓક્ટોબર, 2016માં લોન્ચ કર્યો હતો. કંપનીએ મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં પિક્સલ અને પિક્સલ XL લોન્ચ કર્યો હતો. લોન્ચિંગ સમયે ફોનની ખાસ વાત એ હતી કે ગૂગલે તેની તે સમયની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ OS 7.1 નોગટ આપી હતી. તેને એન્ડ્રોઈડ 10 સુધી અપડેટ કરી શકાય છે. તે ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.

2016માં જ્યારે ગૂગલે પિક્સલ ફોન લોન્ચ કર્યો ત્યારે માર્કેટમાં ડ્યુઅલ રિયર કેમેરા, 6000mAhની બેટરી અને મોટી ડિસ્પ્લેવાળા ફોન મળી રહ્યા હતા. ગૂગલ પિક્સલ XLની કિંમત 33,299 રૂપિયા હતી. ત્યારબાદ લોન્ચ થનારા પિક્સલ 2 અને 2 XL, પિક્સલ 3 અને 3 XL, પિક્સલ 3a અને 3a XL, પિક્સલ 4 અને 4 XL, પિક્સલ 4a અને 4a XL, પિક્સલ 5 અને પિક્સલ 5aની કિંમત પણ માર્કેટમાં અવેલેબલ અન્ય સ્માર્ટફોન કરતાં વધારે હતી.

અમેરિકાના માર્કેટમાં 52%નો વાર્ષિક ગ્રોથ
2019માં ગૂગલે ઓફિશિયલી જાહેરાત કરી હતી કે અમેરિકાના માર્કેટમાં વાર્ષિક આધારે કંપનીનો 52% ગ્રોથ થયો છે. સાથે જ પશ્ચિમ યુરોપ અને જાપાનમાં પણ પિક્સલ ફોનને આ પ્રકારનો જ ગ્રોથ મળ્યો છે. જોકે ગ્લોબલ માર્કેટ શેર અને યુનિટ શિપમેન્ટમાં ગૂગલ અન્ય કંપનીઓ કરતાં પાછળ જોવાં મળી છે.

ફ્રી સર્વિસિસ મળતી હોવા છતાં પણ ગ્રાહકો પિક્સલથી ન આકર્ષાયા
ગૂગલે પોતાના પિક્સલ સ્માર્ટફોન હિટ કરવા માટે અનલિમિટેડ ફ્રી ક્લાઉડ સ્ટોરેજ ઓફર આપી. અર્થાત પિક્સલ ફોન યુઝર્સને ગૂગલ ક્લાઉડ સર્વિસમાં અનલિમિટેડ સ્ટોરેજ મળે છે. અન્ય સ્માર્ટફોન યુઝર્સને 15GBનું ફ્રી સ્ટોરેજ મળે છે. તેનાથી વધુ સ્ટોરેજ માટે ગ્રાહકોએ પૈસા આપવા પડે છે. કંપનીની આ ઓફર બાદ પણ ગ્રાહકો પિક્સલ તરફ આકર્ષાયા નહિ.

ચાઈનીઝ સ્માર્ટફોનની ટક્કર ભારે પડી
ગૂગલ પિક્સલ સ્માર્ટફોન સામે મોટો પડકાર ચાઈનીઝ કંપનીઓના સ્માર્ટફોન છે. ખાસ કરીને શાઓમી, ઓપ્પો, વિવો અને રિયલમી જેવી કંપનીઓ. આ કંપનીઓ સતત તેમના સસ્તા સ્માર્ટફોન લોન્ચ કરતી રહે છે. ગૂગલ વર્ષમાં એક વખત તેનો પિક્સલ ફોન લોન્ચ કરે છે. તે દરમિયાન અન્ય કંપનીઓ તેમના સારાં સ્પેસિફિકેશન અને ફીચર્સથી સજ્જ સસ્તા સ્માર્ટફોનની લાઈન લગાવી દે છે. આ કારણે ટોપ 5 સ્માર્ટફોન સેલિંગ બ્રાન્ડમાં 3થી 4 કંપની ચાઈનીઝ હોય છે.

અન્ય સમાચારો પણ છે...