ગૂગલનું નવું ફીચર:હવે ગૂગલ એન્યુઅલ મેમરીઝને લાઈવ વોલપેપર બનાવશે, જૂન 2021થી લાગુ થશે ગૂગલ વન પ્લાન

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં તમામ યુઝર્સને ગૂગલ ફોટોઝનું નવું વર્ઝન 5.2.2 મળશે
  • અપ્લાય કરતા પહેલાં લાઈવ વોલપેપરનો પ્રિવ્યૂ જોઈ શકાશે

ગૂગલે યુઝર્સની મેમરીને હાઈલાઈટ કરવા માટે નવું ફીચર રિલીઝ કર્યું. આ ફીચરને મેમરીઝ લાઈવ વોલપેપરનું નામ આપ્યું છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે ફોટોઝ એપની અપડેટ રિલીઝ કરી છે. આ અપડેટ જલ્દી યુઝર્સને મળશે. પ્લે સ્ટોર પર ગૂગલ ફોટોઝનું નવું વર્ઝન 5.2.2 છે. XDA ડેવલપર્સના રિપોર્ટ પ્રમાણે, ગૂગલ નવું લાઈવપેપર ફીચર લાવવા જઈ રહી છે. આ ફીચર યુઝર્સના ફોનની હોમ સ્ક્રીન પર વાર્ષિક મેમરીઝની સાયકલ ચલાવશે.

એક વાર જ્યારે યુઝર ગૂગલ ફોટોઝને અપડેટ કરી લેશે ત્યારે ફોન પર ન્યૂ મેમરીઝ લાઈવ વોલપેપર શરૂ થઈ જશે. જ્યારે યુઝર આ ઓપ્શનને સિલેક્ટ કરશે તો પહેલાં વોલપેપરનો પ્રિવ્યૂ જોઈ શકશે. ત્યારબાદ તેને અપ્લાય કરી શકાશે.

જૂન 2020થી ગૂગલ સર્વિસ ચાર્જ લેશે
1 જૂન, 2021થી ગૂગલ ફોટોઝ હાઈ ક્વોલિટી સ્ટોરેજ માટે ચાર્જ લેશે. અર્થાત યુઝર્સને ફોટોઝ અને વીડિયો માટે માત્ર 15GB સ્ટોરેજ જ મળશે. તેનાથી વધારે સ્ટોરેજ માટે યુઝર્સે ગૂગલ વન સર્વિસનું સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે.

4 ટ્રિલિયનથી વધારે ફોટોઝ સ્ટોર થયાં
ગૂગલ ફોટોઝના વાઈસ પ્રેસિડન્ટ શિમિત બેન યેરે એક બ્લોગમાં કહ્યું કે, તમારામાંથી ઘણા લોકો તમારી મેમરીઝ સ્ટોર કરવા માટે ગૂગલ ફોટોઝ પર ડિપેન્ડ છે. તે સારી પ્રોડક્ટ છે બલકે લાંબા સમયથી તમારી જરૂરિયાત પૂરી કરે છે. ગૂગલ ફોટોઝ એપમાં 4 ટ્રિલિયનથી વધારે ફોટોઝ સ્ટોર થયાં છે. અહીં દરેક અઠવાડિયે 28 બિલિયન નવાં ફોટોઝ અને વીડિયો અપલોડ કરવામાં આવે છે.

તમામ કાર્યો માટે 15GB ફ્રી સ્પેસતમામ યુઝર્સ એપ પર ફોટો અને વીડિયો અપલોડ અને બેકઅપ કરી શકે છે. ગૂગલ પેઈડ સ્કીમ 1 જૂન 2021થી લાગુ થશે. જોકે પિક્સલ સ્માર્ટફોન યુઝર્સને અનલિમિટેડ સ્પેસ મળશે. હાલ ગૂગલ 15GBની ફ્રી સ્પેસ આપે છે, જે ગૂગલ ડ્રાઈવ, જીમેઈલ અને ગૂગલ ફોટોઝ માટે હોય છે.

ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટના ક્લાઉડ સ્ટોરેજ પ્લાન

​​​​​​સ્ટોરેજ

ગૂગલ વનએપલ વનમાઈક્રોસોફ્ટ વનડ્રાઈવ
50GB-75/મહિનો-
100GB130/મહિનો-140/મહિનો
200GB210/મહિનો219/મહિનો-
1TB--420/મહિનો
2TB650/મહિનો749/મહિનો-
100GB1300/વર્ષ--
200GB2100/વર્ષ--
2TB6500/વર્ષ--
6TB--530/મહિનો