તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેઈડ સર્વિસ:1 જૂનથી ગૂગલ ફોટોઝ સર્વિસ માટે પૈસા આપવા પડશે, 15GBનું સ્ટોરેજ જ કંપની ફ્રીમાં આપશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15GBથી વધારે સ્ટોરેજ માટે યુઝર્સે પેઈડ પ્લાન લેવા પડશે
  • પિક્સલ ફોન યુઝર્સને ફ્રીમાં અનલિમિટેડ સ્પેસ મળશે

જો તમે ગૂગલ ફોટોઝનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમને નાખુશ કરે તેવા છે. ગૂગલ ફોટોઝની સર્વિસ માટે હવે તમારે પૈસા આપવા પડશે. અત્યાર સુધી ગૂગલ ફોટોઝમાં કંપની અનલિમિટેડ સ્ટોરેજ આપતી હતી. હવે 1 જૂનથી યુઝર્સને માત્ર 15GBનું ફ્રીમાં સ્ટોરેજ મળશે. તેનાથી વધારે સ્ટોરેજ માટે હવે યુઝર્સે કંપનીને પૈસા આપવા પડશે. 1 વર્ષના પ્લાન માટે 1400 રૂપિયા આપવા પડશે. જો તમે પિક્સલ ફોન યુઝર્સ છો તો તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. કંપની પિક્સલ ફોન યુઝર્સને અનલિમિટેડ સ્પેસ ફ્રીમાં આપી રહી છે.

4 ટ્રિલિયનથી વધારે ફોટોઝ સ્ટોર થાય છે

ગૂગલ ફોટોઝના વાઈસ પ્રેસિડન્ટ શિમિત બેન યેરે એક બ્લોગમાં કહ્યું કે, તમારામાંથી ઘણા લોકો તમારી મેમરીઝ સ્ટોર કરવા માટે ગૂગલ ફોટોઝ પર ડિપેન્ડ છે. તે સારી પ્રોડક્ટ છે બલકે લાંબા સમયથી તમારી જરૂરિયાત પૂરી કરે છે. ગૂગલ ફોટોઝ એપમાં 4 ટ્રિલિયનથી વધારે ફોટોઝ સ્ટોર થયાં છે. અહીં દરેક અઠવાડિયે 28 બિલિયન નવાં ફોટોઝ અને વીડિયો અપલોડ કરવામાં આવે છે.

તમામ કામ માટે 15GB ફ્રી સ્પેસ

યુઝર્સ એપ પર ફોટો અને વીડિયો અપલોડ અને બેકઅપ કરી શકે છે. ગૂગલ પેઈડ સ્કીમ 1 જૂન 2021થી લાગુ થશે. જોકે પિક્સલ સ્માર્ટફોન યુઝર્સને અનલિમિટેડ સ્પેસ મળશે. હાલ ગૂગલ 15GBની ફ્રી સ્પેસ આપે છે, જે ગૂગલ ડ્રાઈવ, જીમેઈલ અને ગૂગલ ફોટોઝ માટે હોય છે.

ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટના ક્લાઉડ સ્ટોરેજ પ્લાન

​​​​​​સ્ટોરેજ

ગૂગલ વનએપલ વનમાઈક્રોસોફ્ટ વનડ્રાઈવ
50GB-75/માસ-
100GB130/માસ-140/માસ
200GB210/માસ219/માસ-
1TB--420/માસ
2TB650/માસ749/માસ-
100GB1300/વર્ષ--
200GB2100/વર્ષ--
2TB6500/વર્ષ--
6TB--530/માસ