તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેઈડ સર્વિસ:ગૂગલ ફોટોઝ એપની પેઈડ સર્વિસ શરૂ કરશે, હવે ફોટો સ્ટોરેજ માટે 6500 રૂપિયા આપવા પડશે

5 મહિનો પહેલા
  • અત્યાર સુધી ગૂગલ યુઝર્સને 15GB સુધીની ફ્રી સ્પેસ આપતી હતી
  • ગૂગલ ફોટોઝ એપમાં અત્યાર સુધી 4 ટ્રિલિયન ફોટોઝ સ્ટોર થયાં છે

7 દિવસ પહેલાં આવેલા પેઈડ ગૂગલ ફોટોઝ સર્વિસના સમાચાર હવે સાચા ઠર્યા છે. કંપનીએ ફોટોઝ એપ પેજ કરવાની જાહેરાત કરી છે. 1 જૂન, 2021થી ગૂગલ ફોટોઝ હાઈ ક્વૉલિટી ફોટો સ્ટોરેજ સર્વિસ ફ્રીમાં નહિ આપે. અર્થાત યુઝર્સને તેના ફોટો અને વીડિયો માટે માત્ર 15GBનું સ્ટોરેજ મળશે. તેનાથી વધારે સ્ટોરેજ માટે યુઝર્સે ગૂગલ વન સર્વિસનું સબસ્ક્રિપ્શન લેવાનું રહેશે.

4 ટ્રિલિયનથી વધારે ફોટોઝ સ્ટોર થયાં
ગૂગલ ફોટોઝના વાઈસ પ્રેસિડન્ટ શિમિત બેન યેરે એક બ્લોગમાં કહ્યું કે, તમારામાંથી ઘણા લોકો તમારી મેમરીઝ સ્ટોર કરવા માટે ગૂગલ ફોટોઝ પર ડિપેન્ડ છે. તે સારી પ્રોડક્ટ છે બલકે લાંબા સમયથી તમારી જરૂરિયાત પૂરી કરે છે. ગૂગલ ફોટોઝ એપમાં 4 ટ્રિલિયનથી વધારે ફોટોઝ સ્ટોર થયાં છે. અહીં દરેક અઠવાડિયે 28 બિલિયન નવાં ફોટોઝ અને વીડિયો અપલોડ કરવામાં આવે છે.

તમામ કાર્યો માટે 15GB ફ્રી સ્પેસ
તમામ યુઝર્સ એપ પર ફોટો અને વીડિયો અપલોડ અને બેકઅપ કરી શકે છે. ગૂગલ પેઈડ સ્કીમ 1 જૂન 2021થી લાગુ થશે. જોકે પિક્સલ સ્માર્ટફોન યુઝર્સને અનલિમિટેડ સ્પેસ મળશે. હાલ ગૂગલ 15GBની ફ્રી સ્પેસ આપે છે, જે ગૂગલ ડ્રાઈવ, જીમેઈલ અને ગૂગલ ફોટોઝ માટે હોય છે.

ગૂગલ, એપલ અને માઈક્રોસોફ્ટના ક્લાઉડ સ્ટોરેજ પ્લાન

​​​​​​સ્ટોરેજ

ગૂગલ વનએપલ વનમાઈક્રોસોફ્ટ વનડ્રાઈવ
50GB-75/મહિનો-
100GB130/મહિનો-140/મહિનો
200GB210/મહિનો219/મહિનો-
1TB--420/મહિનો
2TB650/મહિનો749/મહિનો-
100GB1300/વર્ષ--
200GB2100/વર્ષ--
2TB6500/વર્ષ--
6TB--530/મહિનો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો