ટેક ગાઈડ:ગૂગલ ફોટોઝમાંથી ફોટો અને વીડિયો ડિલીટ થઇ ગયા છે? આ રીતે કરો રીસ્ટોર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જે ફોટો તમે ડિલીટ કર્યો હોય અને પછી ટ્રેશમાં જતો રહ્યો હોય તેને પણ 60 દિવસની અંદર રિકવર કરી શકાય છે

પોતાના ફોટોઝ અને વીડિયો બેકઅપ કરવા માટે ગૂગલ ફોટોઝ બેસ્ટ ઓપશન છે. તેની મદદથી ગમે ત્યાં કોઈ પણ સમયે ફોટોઝ એક્સેસ કરી શકાય છે. ગૂગલ ફોટોઝ એપથી ફોટોઝનો ફેસ, લોકેશન, સમય અને ઘણા આલ્બમની સાથે કસ્ટમાઇઝ કરી શકાય છે.

જે ફોટો તમે ડિલીટ કર્યો હોય અને પછી ટ્રેશમાં જતો રહ્યો હોય તેને પણ 60 દિવસની અંદર રિકવર કરી શકાય છે. આ ફીચર ગૂગલ ફોટોઝ બેકઅપ અને સિંક એક્ટિવ થતા કામ કરશે.

એન્ડ્રોઈડ ફોન, એન્ડ્રોઈડ ટેબ્લેટ, આઈફોન, આઇપેડથી ડિલિટ કરેલા ફોટોને રિકવર કરવાની રીત

  • સૌપ્રથમ તમારા ડિવાઇસમાં ગૂગલ ફોટોઝ એપ ઓપન કરો.
  • તેમાં નીચે રાઈટ કોર્નરમાં દેખાતા લાઈબ્રેરી સેક્શન પર ક્લિક કરો.
  • જે ફોટો કે વીડિયોને તમે રિકવર કરવા ઈચ્છો છો, તેને સર્ચ કરીને સિલેક્ટ કરો.
  • નીચે આપેલા રીસ્ટોર ઓપ્શન પર ક્લિક કરો. એ પછી વીડિયો અને ફોટોઝ, ફોનની ફોટો ગેલરી એપમાં સેવ થઇ જશે.
  • કમ્પ્યુટરમાં આવું કરવાથી સૌપ્રથમ કમ્પ્યુટર બ્રાઉઝર પર જઈને https://photos.google.com/ એન્ટર કરીને ગૂગલ ફોટોઝ ઓપન કરો.
  • હવે આગળ પ્રોસીડ કરવા માટે ગૂગલ IDની સાથે સાઈન ઈન કરો.
  • જે ઇમેજ તમે રિસ્ટોર કરવા ઈચ્છો ચો તેને સિલેક્ટ કરો. ફોટોઝ સિલેક્ટ કર્યા પછી ઉપર લેફ્ટ કોર્નરમાં આપેલા Restore બટન પર ક્લિક કરો. આ બટન 'Empty Trash' બટનની પાસે મળશે.
  • આટલું કર્યા પછી તમને ફોટોઝ તમારી લાઈબ્રેરીમાં દેખાવા લાગશે.