ગૂગલની પેઈડ સર્વિસ આજથી અમલી:ગૂગલ ફોટોઝ પર અનલિમિટેડ સ્ટોરેજ હવે નહિ મળે, એક્સ્ટ્રા 100GB માટે દર મહિને 130 રૂપિયા આપવા પડશે, પૈસા બચાવવા માટે આ રીતે ક્લાઉડ પર સ્પેસ બનાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 જૂનથી યુઝરને માત્ર 15GBનું જ ફ્રી સ્ટોરેજ મળશે. આ સ્ટોરેજ મેલ, ગૂગલ ફોટોઝ અને ડ્રાઈવ સહિતની ગૂગલની સર્વિસ માટે કાઉન્ટ થશે
  • અત્યાર સુધી ફોટોઝ પર હાઇ ક્વોલિટીમાં બેક-અપ માટે ગૂગલ અનલિમિટેડ સ્ટોરેજની સુવિધા મળતી હતી
  • હવે 15GB કરતાં એક્સ્ટ્રા સ્પેસ માટે તમારે ગૂગલને પૈસા આપવા પડશે

એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ અત્યાર સુધી તેમની મેમરીઝ સેવ કરવા માટે ગૂગલ ફોટોઝ એપ પર નિર્ભર રહેતા હતા. જોકે આ નિર્ભરતા માટે હવે તેમણે પૈસા આપવા પડી શકે છે. આજથી કંપની નવી સ્ટોરેજ પોલિસી લાગુ કરવા જઈ રહી છે. તેમાં જીમેલ અકાઉન્ટ હોલ્ડરને માત્ર 15GBની સ્પેસ જ ફ્રીમાં મળશે. આજથી કંપની આ સ્ટોરેજમાં ગૂગલ ફોટોઝનો ડેટા પણ કાઉન્ટ કરશે. જો તમારો ડેટા અધધ છે તો હવે તમારે તેના ક્લાઉડ સ્ટોરેજ માટે કંપનીને પૈસા આપવા પડશે. જો તમારે આમ નથી કરવું તો તમારું ક્લાઉડ સ્ટોરેજ ખાલી કરવું પડશે.

ગૂગલ ફોટોઝની શરૂઆત 6 વર્ષ પહેલાં 28 મે, 2015એ થઈ હતી. આ ફોટો શેરિંગ અને સ્ટોરેજ સર્વિસ છે. અત્યાર સુધી આ તમામ યુઝર્સ માટે ફ્રી હતી. અર્થાત તેના પર હાઈ ક્વોલિટી ફોટોઝ અને વીડિયો અપલોડ કરી શકાતા હતા. હવે તેમાં એક્સ્ટ્રા સ્ટોરેજ માટે તમારે કંપનીને પૈસા આપવા પડશે. જો તમે પણ કોઈ મંથલી કે યરલી પ્લાન ખરીદવા જઈ રહ્યા છો તો પહેલાં કેટલાક સવાલોના જવાબ જાણી લો ત્યારબાદ નિર્ણય લો...

સવાલ: શું છે ગૂગલ ફોટોઝ સર્વિસ? તે જરૂરી શા માટે?
જવાબ
: ગૂગલ ફોટોઝ ક્લાઉડ બેઝ્ડ સર્વિસ છે. અર્થાત યુઝર તેના સ્માર્ટફોનમાં જે ફોટો અને વીડિયો સેવ કરે છે તે ક્લાઉડમાં જતાં રહે છે. ક્લાઉડ એવું સર્વર છે જ્યાં તમારા ડેટાનું બેકઅપ મળે છે. અહીંથી ડેટા ડાઉનલોડ કરી શકાય છે. તમે દુનિયાના કોઈ પણ ખૂણે હો માત્ર તમારું જીમેલ લોગ ઈન કરી આ ડેટાનો એક્સેસ કરી શકાય છે.

સવાલ: ગૂગલ ફોટોઝ પર ફ્રી સ્ટોરેજ કેટલું મળે છે? હવે કેટલું મળશે?
જવાબ:
પહેલાં ગૂગલ ફોટોઝ પર અનલિમિટેડ હાઈ ક્વોલિટી ફોટો અને વીડિયો સ્ટોર કરી શકાતા હતા, પરંતુ હવે માત્ર તેમાં 15GBની સ્પેસ મળે. આ સ્પેસમાં ફોટોઝ, વીડિયોઝ, જીમેલ, ફાઈલ્સ સાથે અન્ય ડેટા પણ કાઉન્ટ થાય છે. આ સ્ટોરેજ ફુલ થવા પર તમે ફાઈલ અપલોડ નહિ કરી શકો. ઓનલાઈન ડોક્યુમેન્ટ્સ, શીટ્સ પણ કામ નહિ કરે.

સવાલ: પેઈડ સર્વિસ માટે શું કરવું પડશે? પ્લાનની કિંમત શું છે?

જવાબ: ગૂગલ ફોટોઝની પેઈડ સર્વિસ માટે તમારે one.google.com પર જવાનું રહેશે. અહીં તમને તમામ પ્લાન્સની ડિટેલ જોવા મળશે. 15GBનો પ્લાન ડિફોલ્ટ સેટ હશે, તે ફ્રી છે. ત્યારબાદ 100GBના પ્લાન માટે 130 રૂપિયા પ્રતિ માસ અને એન્યુઅલી 1300 રૂપિયા , 200GB માટે 210 રૂપિયા દર મહિને અને એન્યુઅલી 2100 રૂપિયા, 2TB માટે 650 રૂપિયા દર મહિને અને એન્યુઅલી 6500 રૂપિયા, 10TB માટે દર મહિને 3250 રૂપિયા, 20TB માટે 6500 રૂપિયા દર મહિને, 30TB માટે 9750 રૂપિયા દર મહિને આપવાના રહેશે.

સવાલ: ગૂગલ ક્લાઉડ કેવી રીતે મેનેજ કરશો? સ્પેસ કેવી રીતે વધારવી?

જવાબ: જો તમે પેઈડ પ્લાન નથી લેવા માગતા તો સ્ટોરેજ મેનેજ કરવું ખુબ જરૂરી છે. તમારી ગૂગલ ડ્રાઈવનું સ્ટોરેજ ગૂગલ ફોટોઝનો ભાગ હોય છે. drive.google.comમાં લોગ ઈન કરી માય કમ્પ્યુટર્સ, શેર્ડ વિથ મી, રિસન્ટ, સ્ટાર્ડ અને trash સહિતની સબ કેટેગરીમાં બિન જરૂરી ફાઈલ્સ ડિલિટ કરો. આ જ રીતે photos.google.com વિઝિટ કરી બિન જરૂરી ડેટા ડિલિટ કરો.

સ્ટોરેજ માટે આ વાતોનું ખાસ ધ્યાન આપો

  • ગૂગલ ક્લાઉડ સ્ટોરેજથી તમારા ગૂગલ ફોટોઝ સાથે જીમેલ અકાઉન્ટ પણ અટેચ હોય છે. તેથી સ્પૅમ, સોશિયલ, અપડેટ્સ, trash ફાઈલનો ડેટા ડિલિટ કરો.
  • મેલમાં ફોટો, વીડિયો અને અન્ય હેવી અટેચમેન્ટ ફાઈલ્સ જે તમારા કામની ન હોય તેને ડિલિટ કરો. સમયાંતરે જીમેલ ક્લીન કરો.
  • ગૂગલ ફોટોઝમાં ડુપ્લિકેટ અને બ્લર ફોટોઝ ડિલિટ કરો.

ગૂગલનો ઈનકમ સોર્સ
ગૂગલનું મોસ્ટલી ઈનકમ સોર્સ એડવર્ટાઈઝિંગ છે. ગૂગલ એડ્સ અને એડવર્ટાઈઝિંગ સર્વિસની મદદથી 2019માં 162 બિલિયન ડોલરની તેણે રેવેન્યૂ જનરેટ કરી છે. આ સિવાય કંપની એડસેન્સ નેટવર્ક, પ્લે સ્ટોર, ક્રોમકાસ્ટ, ક્રોમબુક્સ, એન્ડ્રોઈડ, પિક્સલ સ્માર્ટફોન, ગૂગલ એપ્સ સહિતના પ્લેટફોર્મ પરથી પૈસા કમાવે છે. જાન્યુઆરીથી માર્ચ 2018માં એડ સેલ્સની મદદથી કંપનીએ 730 કરોડ ડોલર (આશરે 43,800 રૂપિયા)ની કમાણી કરી છે.