તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મની ટ્રાન્સફર પર ચાર્જ:ગૂગલ પેની વેબ સર્વિસ જાન્યુઆરી 2021માં બંધ થશે, ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર માટે ચાર્જ આપવો પડશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ગૂગલ પે એપ અને pay.google.comથી પૈસાની લેવડ-દેવડ કરી શકાય છે
  • હવે પૈસા ટ્રાન્સફર કરવા માટે ગૂગલ પે એપનો જ ઉપયોગ કરવો પડશે

ગૂગલ તેના ડિજિટલ પ્લેટફોર્મ ગૂગલ પેથી પિયર ટુ પિયર પેમેન્ટ સર્વિસ બંધ કરવા જઈ રહી છે. આ સર્વિસને જાન્યુઆરી 2021માં બંધ કરવામાં આવશે. કંપનીની આ સર્વિસને બદલે ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પેમેન્ટ સિસ્ટમ લાવશે, પરંતુ તેના માટે યુઝર્સે ચાર્જ આપવાનો રહેશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, હાલ કંપનીએ આ ચાર્જ માટે કોઈ માહિતી શેર કરી નથી.

હાલ યુઝર્સ ગૂગલ પે અને pay.google.com બંને પ્લેટફોર્મની મદદથી પૈસા ટ્રાન્સફર કરી શકે છે. તેવામાં હવે ગૂગલે એક નોટિસ જાહેર કરી યુઝર્સને નોટિફાય કર્યા છે કે, તેની વેબ પેમેન્ટ સર્વિસ આગામી જાન્યુઆરીથી કામ નહિ કરે. વર્ષ 2021ની શરૂઆતથી યુઝર્સ વેબસાઈટનાં માધ્યમથી ન તો પૈસા મોકલી શકશે ન તો પ્રાપ્ત કરી શકશે. પૈસા ટ્રાન્સફર કરવા માટે ગૂગલ એપનો જ ઉપયોગ કરવાનો રહેશે.

9to5Googleએ માહિતી શેર કરી
9to5Googleના એક રિપોર્ટ અનુસાર, હાલ ગૂગલ પે મોબાઈલ અથવા વેબથી પૈસા સેન્ડ અને રિસીવ કરી શકાય છે. જોકે ગૂગલ તરફથી નોટિસ જાહેર કરી વેબ સર્વિસ બંધ કરવાની માહિતી અપાઈ છે. તેવામાં યુઝર વેબનો ઉપયોગ નહિ કરે શકે, પૈસાની લેવડ દેવડ માટે ગૂગલ પે એપનો જ ઉપયોગ કરવાનો રહેશે.

કંપનીએ સપોર્ટ પેજ પર જણાવ્યું કે, જ્યારે તમે બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો, તો પૈસા ટ્રાન્સફર થવામાં 1-3 બિઝનેસ ડેનો સમય લાગે છે. જ્યારે ડેબિટ કાર્ડથી તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે. ડેબિટ કાર્ડથી પૈસા ટ્રાન્સફર કરવા પર, 1.5% અથવા 0.31% ડોલરનો ચાર્જ લાગે છે. તેથી હવે ગૂગલ પણ ઈન્સ્ટન્ટ મની ટ્રાન્સફર પર ચાર્જ વસૂલશે.

અમેરિકન યુઝર્સ માટે ઘણા ફેરફારો
ગૂગલે છેલ્લા અઠવાડિયે ગૂગલ પે એપના ઘણા બધા ફીચર્સ રોલઆઉટ કર્યા છે. આ બધા ફીચર્સ હાલ અમેરિકાના એન્ડ્રોઈડ અને iOS યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યાં છે. કંપનીએ ગૂગલ પેનો લોગો પણ ચેન્જ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...