ગૂગલ પે એપ્લિકેશન પર સત્તાવાર રીતે સપોર્ટ કરતી ભાષાઓમાં હવે 'હિંગ્લિશ' નો પણ સમાવેશ થશે. આ ભાષા હિન્દી અને અંગ્રેજી ભાષાનું હાઇબ્રિડ મિશ્રણ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર આધારિત કંપનીની પેમેન્ટ એપ્લિકેશન હવે 9 ભાષાઓને સપોર્ટ કરે છે. વર્ણસંકર ભાષાને એપમાં માન્યતા આપનાર ગૂગલ પહેલી એપ્લિકેશન છે. જે યુઝરે પોતાના IOS કે એન્ડ્રોઇડ ડિવાઈસ પર ગૂગલ પે અપડેટ કરી હશે તેમને લેન્ગવેજ સપોર્ટમાં આ ભાષા પણ જોવા મળશે. જે યૂઝર્સે એન્ડ્રોઇડ અને IOS પર ગૂગલ પેનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યું છે, તે પોતાની પસંદગીના આધારે અંગ્રેજી કે હિન્દીને બદલે હિંગ્લિશ ભાષા પસંદ કરી શકશે.
તમારી Google Pay એપ પર 'હિંગ્લિશ' કેવી રીતે સિલેક્ટ કરવું?
ગૂગલ પેમાં હિંગ્લિશની પસંદગી કર્યા પછી ઈન્ટરફેસના વિવિધ ભાગોમાં હવે સામાન્ય શબ્દોની જગ્યાએ હાઇબ્રિડ શબ્દોનો ઉપયોગ થશે. 'Scan any QR code' ની જગ્યાએ 'Koi bhi QR scan karein', 'Show transaction history' ની જગ્યાએ 'Transaction history dekhein' તથા 'New payment' ની જગ્યાએ 'Naya payment' જોવા મળશે. હિંગ્લિશના ભાષા ઉમેરવાની જાહેરાત કંપની દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં તેના 'ગૂગલ ફોર ઇન્ડિયા 2021' ઇવેન્ટમાં કરવામાં આવી હતી. તે સમયે ગૂગલે જાહેર કર્યું હતું કે, તે યુઝર્સને હિન્દી અને અંગ્રેજીના વાતચીતના હાઇબ્રિડમાં ગૂગલ પેનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે, જે અંગ્રેજી સ્ક્રિપ્ટ સાથે હિન્દી શબ્દોનો ઉપયોગ કરે છે. કંપનીએ કહ્યું હતું કે, હિંગ્લિશ વર્ષ 2022ની શરૂઆતમાં ભારતમાં યુઝર્સ માટે ઉપલબ્ધ થશે અને 350 મિલિયન યુઝર્સને લાભ મળશે, જે તેને તેમની ડિફોલ્ટ ભાષા તરીકે સેટ કરી શકે છે. એન્ડ્રોઇડ અને IOS યુઝર્સ માટે ગૂગલ પે હવે 9 ભાષાઓને સપોર્ટ કરે છે - બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, હિંગ્લિશ, કન્નડ, મરાઠી, તમિલ અને તેલુગુ. જ્યારે ગૂગલ પે હાઇબ્રિડ લેંગ્વેજને સપોર્ટ કરનારી પ્રથમ એપ્લિકેશન છે, આ પગલું ભવિષ્યમાં વધુ ગૂગલ એપ્લિકેશન્સમાં સપોર્ટ ઉમેરવા માટેના દરવાજા ખોલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.