તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Google Meet Online Teaching Tool Features Latest Update; Teachers End All Calls Together After Meeting Is Over

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેફ્ટી ફીચર્સ:હવે ઓનલાઈન એજ્યુકેશન માટે ગૂગલ ક્લાસરૂમ અને મીટ પર મળશે નવાં ફીચર્સ, તેનાથી સેફ્ટી અને એન્ગેજમેન્ટ વધશે

13 દિવસ પહેલા
 • શિક્ષકો મીટિંગ્સ પૂરી થયા બાદ એકસાથે તમામ લોકોનો કોલ એન્ડ કરી શકે છે
 • ક્લાસમાં દરેક શિક્ષક પાસે મીટિંગ્સ હોસ્ટ કરવાના ડિફોલ્ટ રાઈટ્સ હશે

ગૂગલ મીટ એપ પર ઓનલાઈન એજ્યુકેશન માટે હવે નવાં સેફ્ટી અને એન્ગેજમેન્ટ ફીચર્સ મળશે. ગૂગલનું કહેવું છે કે આ ફીચર્સની મદદથી એજ્યુકેશન વધારે સિક્યોર કરી શકાશે. હવે શિક્ષકો મીટિંગ પૂરી થયા બાદ તમામ કોલને એક સાથે એન્ડ કરી શકશે. હાલ ટીચરના કોલમાંથી લેફ્ટ થયા બાદ સ્ટુડન્ટ્સ રૂમમાં કનેક્ટ રહે છે. આગામી કેટલાક અઠવાડિયાં સુધીમાં ‘મ્યુટ કોલ’ ફીચર્સ પણ મળશે.

અભ્યાસ કોઈ પણ બાધા વગર જરૂરી: પ્રોડક્ટ મેનેજર
ગૂગલ મીટની પ્રોડક્ટ મેનેજર, જેનિફર શેને કહ્યું કે, ક્યારેય કોઈ પણ અડચણ વગર અભ્યાસ કરવો જરૂરી હોય છે. તેથી અમે આગામી કેટલાક મહિનાઓથી એવાં ઘણા ફીચર્સ લોન્ચ કરવાના છે તેનાથી ઓનલાઈન અભ્યાસ સરળ અને સુરક્ષિત બને. મીટિંગ દરમિયાન જે વિદ્યાર્થીઓ પોતાને અનમ્યુટ કરે છે હોસ્ટ તેમને કન્ટ્રોલ કરી શકશે.

સ્ક્રીન શેર કરવાનો ઓપ્શન મળશે
આગામી મહિનાઓમાં એજ્યુકેટર્સની પહોંચ તે ટેબ્લેટ અથવા મોબાઈલ ફોન્સના કન્ટ્રોલ પર રહેશે, જેમને ઓનલાઈન ક્લાસિસ દરમિયાન ઉપયોગ કરવામાં આવે છે. અર્થાત મીટિંગમાં સામેલ થનારા iOS અથવા એન્ડ્રોઈડ યુઝર્સ ડિવાઈસથી ચેટ અથવા સ્ક્રીન શેર કરી શકશે. આ વર્ષનાં અંત સુધીમાં ગૂગલ ક્લાસરૂમ અને ગૂગલ મીટ સારાં ફીચર્સ સાથે કામ કરશે.

ક્લાસમાં માત્ર સ્ટુડન્ટ અને ટીચર્સ જ રહેશે
ગૂગલે જણાવ્યું કે ક્લાસરૂમમાં મીટિંગ્સ શરૂ હોય છે, ત્યારે વિદ્યાર્થી ટીચર સમક્ષ સામેલ નહિ થઈ શકે. મીટમાં એ માલુમ કરી શકાશે કે ક્લાસના રોસ્ટરમાં કોણ છે. તેથી ક્લાસમાં માત્ર વિદ્યાર્થી અને ટીચર જ સામેલ થઈ શકશે.

ક્લાસનો લોડ શેર કરી શકશે ટીચર
ક્લાસમાં દરેક ટીચર પાસે મીટિંગ હોસ્ટ કરવાના ડિફોલ્ટ રાઈટ્સ હશે. તેવામાં મીટિંગ્સમાં મલ્ટિપલ ટીચર્સ હોય તો તે ક્લાસનો લોડ મેનેજ કરવા માટે શેરિંગ કરી શકે છે. શેને કહ્યું કે વર્ષનાં અંત સુધી ક્લાસરૂમમાં શરૂ થનારી મીટિંગ્સ મલ્ટિપલ હોસ્ટ સપોર્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો