ન્યૂ ફીચર:હવે ગૂગલ મેપ્સ જણાવશે તમારા વિસ્તારમાં કોવિડ-19ના કેટલા દર્દીઓ છે, ટ્રાવેલિંગ દરમિયાન યુઝર્સને મદદ મળશે; આ રીતે નવું ફીચર કામ કરશે

એક વર્ષ પહેલા
  • ગૂગલ મેપ્સની નવી અપડેટ એન્ડ્રોઈડ અને iOS યુઝર્સને આ અઠવાડિયે મળી શકે છે
  • મેપ ગૂગલ મેપ્સ સપોર્ટ કરતા 220 દેશોનો ડેટા જણાવશે

કોવિડ-19 મહામારી સામે લડત આપવા ગૂગલ સતત યુઝર ફ્રેન્ડલી ફીચર્સ ઉમેરી રહી છે. તેવામાં હવે કંપનીએ ગૂગલ મેપ્સમાં ‘કોવિડ લેયર’ નામનું ફીચર ઉમેરવાની જાહેરાત કરી છે. આ ફીચરની મદદથી યુઝર જે એરિયામાં ટ્રાવેલ કરી રહ્યા છે અથવા ટ્રાવેલ કરવાના છે ત્યાં કોવિડ-19ની સ્થિતિ જાણી શકશે. તે વિસ્તારમાં કોવિડ-19ના કેટલા કેસ છે તેની સ્પષ્ટ માહિતી જાણી શકશે.

જોકે ગૂગલે આ ફીચરનાં લોન્ચિંગની કોઈ માહિતી આપી નથી. ગૂગલે ટ્વીટ કરી આ ફીચર વિશે માહિતી આપી છે. ગૂગલ મેપ્સની નવી અપડેટ આ અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધીમાં એન્ડ્રોઈડ અને iOSમાં મળી શકે છે.

આ રીતે કામ કરશે કોવિડ લેયર
ગૂગલે તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે જ્યારે યુઝર ગૂગલ મેપ્સ ઓપન કરશે તો તેને લેયર બટનમાં COVID -19 info ફીચર મળશે. ફીચર પર ક્લિક કરતાં મેપ કોવિડની સ્થિતિ પ્રમાણે બદલાઈ જશે. તે ક્ષેત્રમાં પ્રતિ 1 લાખ લોકો પર 7 દિવસના નવા સરેરાશ કેસ જણાવશે અને જે-તે વિસ્તારમાં કેસો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે તેની માહિતી મળશે.

ગૂગલ તેમાં કલર કોડિંગ ફીચરનો પણ ઉમેરો કરશે. ટ્રેડિંગ મેપ ડેટા ગૂગલ મેપ્સ સપોર્ટ કરતા તમામ 220 દેશ અને ક્ષેત્રોનું કન્ટ્રી લેવલ જણાવશે. સાથે રાજ્ય અથવા પ્રાંત, કાઉન્ટી અને શહેરી સ્તરે પણ ડેટા અવલેબેલ હશે.

ગૂગલના અલગ અલગ સોર્સ એક ખાસ ક્ષેત્રમાં કોવિડ-19 કેસોનો ડેટા કલેક્ટ કરશે, જેમાં જોન્સ હોપ્કિન્સ, ન્યૂ યોર્ક ટાઈમ્સ અને વિકિપિડિયા સામેલ થશે. આ સોર્સ WHO, સરકારી સ્વાસ્થ્ય મંત્રાલયો, રાજ્ય અને સ્થાનિક સ્વાસ્થ્ય એજન્સી અને હોસ્પિટલ જેવા સાર્વજનિક સ્વાસ્થ્ય સંગઠનોથી ડેટા પ્રાપ્ત કરશે.

દેશમાં કોવિડ-19ની સ્થિતિ

દેશમાં છેલ્લા 6 દિવસના આંકડા રાહત આપે તેવા છે. આ દરમિયાન નવા કેસની સરખામણીએ સ્વસ્થ થયેલાં લોકોની સંખ્યા વધુ છે. બુધવારે 86 હજાર 703 સંક્રમિતોની ઓળખ થઈ હતી જ્યારે 87 હજાર 458 દર્દીઓ સ્વસ્થ થયા હતા. હવે 9.66 લાખ દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. 17 સપ્ટેમ્બરે આ આંકડો 10.17 લાખ હતો, અર્થાત છેલ્લા 6 દિવસમાં 51 હજાર એક્ટિવ કેસ ઘટ્યા છે. 12 સપ્ટેમ્બરે સૌથી વધારે 24 હજાર એક્ટિવ કેસ વધ્યા હતા.

દેશમાં અત્યાર સુધી 57 લાખ 30 હજાર 184 કેસ આવ્યા છે. 46 લાખ 71 હજાર 850 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 91 હજાર 173 લોકો મૃત્યુ પામ્યા છે. બુધવારે 1123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ અનુસાર છે.

અન્ય સમાચારો પણ છે...