એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલ મેપમાં ડાર્ક મોડ મળશે:કંપનીએ દુનિયાભરના યુઝર્સ માટે ટેસ્ટિંગ શરૂ કર્યું, થીમ એક્ટિવ કરવા આ સ્ટેપ્સ ફોલો કરો

એક વર્ષ પહેલા

આખરે ગૂગલ મેપ્સને પોતાના એન્ડ્રોઇડ એપ પર ડાર્ક થીમ મળી ગઈ છે. કંપનીએ કહેરાત કરી છે કે આ ફીચરને અમુક મહિના પછી ટેસ્ટિંગ બાદ વિશ્વ સ્તરે દરેક એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. ડાર્ક થીમથી માત્ર યુઝર્સની બેટરી જ નહિ સેવ થાય પણ ગ્રેસ્કેલ ઇન્ટરફેસથી આંખો પર વધારે કષ્ટ નહિ પડે.

ફોનમાં ડાર્ક થીમ ઓપશન આ રીતે સિલેક્ટ કરો
કંપનીએ તેના બ્લોગમાં કન્ફ્રર્મ કર્યું છે કે, ડાર્ક થીમ ટૂંક સમયમાં વૈશ્વિક રૂપે ગૂગલ મેપ્સના દરેક એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે. પોતાના એન્ડ્રોઇડ ડિવાઇસ પર નવી ડાર્ક થીમ ચેક કરવા ગૂગલ મેપ્સના સેટિંગમાં જાઓ, થીમ પર ટેપ કરો અને પછી ઓલવેઝ ઈન ડાર્ક થીમ ઓપશન જુઓ. બ્રાઇટનેસ ઓછી કરવા તેની પર ક્લિક કરો.

દરેક માટે લોન્ચ કરવામાં હજુ થોડો સમય લાગશે
જો તમે વ્હાઇટ લેન્ડસ્કેપ પર પાછા જવા માગો છો તો સેટિંગ > થીમ> પર પાછા જાઓ અને ઓલવેઝ ઈન લાઈટ થીમ પર ક્લિક કરો. જો કે, હાલ લેટેસ્ટ વર્ઝન 10.61.2ને અપડેટ કર્યા પછી પણ એન્ડ્રોઈડ એપ માટે ગૂગલ મેપ્સમાં ડાર્ક થીમનો ઓપશન નહિ મળે. ગૂગલનું કહેવું છે કે, દરેક યુઝર્સને ટૂંક સમયમાં આ ફીચરનો લાભ મળશે અને લોન્ચ થવામાં થોડી વાર લાગી શકે છે. iOSમાં આ સુવિધા ક્યારે મળશે તેને લઈને કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...