તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટેક જાયન્ટ ગૂગલે ડિસેમ્બરમાં ગૂગલ પ્લે મ્યુઝિક સર્વિસ બંધ કરી હતી. હવે કંપની યુઝરના લાઈબ્રેરી અને ડેટા હંમેશાં માટે ડિલીટ કરવા જઈ રહી છે. કંપની યુઝર્સને નોટિફિકેશન્સ મોકલી ડેટા ટ્રાન્સફર માટે રિમાઈન્ડર આપી રહી છે. કંપની યુઝર્સને 24 ફેબ્રુઆરી સુધીનો સમય આપી રહી છે. ત્યાં સુધીમાં ડેટા ટ્રાન્સફર થઈ શકે છે. આ લિમિટમાં તમે તમારો ડેટા ડિલીટ પણ કરી શકો છો. જો 24 ફેબ્રુઆરી પહેલાં તમે આવું નથી કરતાં તો આપમેળે તમામ ડેટા ડિલીટ થઈ જશે. જો તમે ડેટા ટ્રાન્સફર કરવા માગો છો તો આ સ્ટેપ્સ ફોલો કરો...
એક વખત ડેટા ટ્રાન્સફર થઈ જાય ત્યારે તમને મોબાઈલ અથવા મેલ દ્વારા નોટિફિકેશન પણ મળશે. આ સ્ટેપ્સ ફોલો કરવા પર તમારા સેવ કરેલાં સોન્ગ્સ, સબસ્ક્રિપ્શન, લાઈક્સ, ડિસલાઈક્સ અને પ્લેલિસ્ટ સહિતનો ડેટા ટ્રાન્સફર થઈ જશે. તમારા હાલના પ્લે મ્યુઝિક સબસ્ક્રિપ્શન પ્રમાણે તમને યુટ્યુબ મ્યુઝિક સબસ્ક્રિપ્શન મળશે.
આ કારણથી સર્વિસ બંધ થઈ રહી છે
ડિસેમ્બરમાં પ્લે મ્યુઝિક એપ બંધ કર્યા બાદ ગૂગલે યુઝર્સને યુટ્યુબ મ્યુઝિક એપની સુવિધા આપી હતી. આ એપનાં માધ્યમથી યુઝર ફોનમાં રહેલા સોન્ગ્સ ઉપરાંત યુટ્યુબના સોન્ગ્સ પણ સાંભળી શકે છે. અર્થાત આ એપ પ્લે મ્યુઝિક કરતાં પણ એડવાન્સ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.