ગૂગલ I/O 2021:એન્ડ્રોઈડ 12નું પ્રિવ્યૂ બીટા વર્ઝન રિલીઝ, સેફ્ટી અને મેપ્સમાં ઘણા ફેરફાર; આ ફોન્સ પર નવી અપડેટ મળશે

8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નવી OSમાં યુઝર જાણી શકશે કે તેના ફોનમાં કઈ એપ શું એક્સેસ કરી શકે છે
 • નવી OSમાં એક મોટી લોક સ્ક્રીન ક્લોક મળશે. તેના પર નોટિફિકેશન જોવા મળશે

ટેક જાયન્ટ ગૂગલે I/O 2021 ડેવલપર કોન્ફરન્સ દરમિયાન એન્ડ્રોઈડ 12 ઓપરેટિંગ સિસ્ટમ રિલીઝ કરી છે. આ OSમાં સિક્યોરિટી પર વધારે ફોકસ કરવામાં આવ્યો છે. સાથે જ નવી ઓપરેટિંગ સિસ્ટમાં એડવાન્સ્ડ ફીચર્સ મળશે. કંપનીએ તેના પ્રિવ્યૂ બીટા વર્ઝન ઘણા સ્માર્ટફોન્સ માટે રિલીઝ કર્યું છે. આ નવી OSમાં શું ખાસ હશે આવો જાણીએ...

એન્ડ્રોઈડ 12નાં ફીચર્સ

 • નવી OSમાં પ્રાઈવસી ડેશ બોર્ડ મળશે. તેનાં માધ્યમથી યુઝરને માલુમ પડશે કે તેના ફોનમાં કઈ એપ શું એક્સેસ કરી શકે છે. યુઝર્સ તેને પોતાની મરજી પ્રમાણે બદલી પણ શકશે.
 • ક્રોમબુક યુઝર્સને નવું ફીચર મળશે. તેની મદદથી યુઝર ક્રોમબુક અનલોક કરી શકશે. ક્રોમબુકમાં યુઝર્સને તેના ફોનની માહિતી પણ મળશે.
 • નવી OSમાં એક મોટી લોક સ્ક્રીન ક્લોક મળશે. તેના પર નોટિફિકેશન જોવા મળશે.
 • એન્ડ્રોઈડ 12થી યુઝર્સ IoT કનેક્ટ કરી શકે છે. ઓટો અને ડિજિટલ કારની ચાવીથી યુઝર્સ તેમની કાર કનેક્ટ કરી શકશે.
 • સ્માર્ટફોનના પાવર બટનને લોન્ગ પ્રેસ કરવા પર ગૂગલ અસિસ્ટન્ટનો એક્સેસ કરી શકશે. હોમ કન્ટ્રોલ અને ગૂગલ વૉલેટનાં ક્વિક સેટિંગ્સમાં મોટા બટન મળશે.

ગૂગલ મેપ્સમાં મોટો ફેરફાર
કંપનીએ ડેવલપર કોન્ફરન્સ દરમિયાન મેપ્સ માટે પણ મોટો ફેરફાર કર્યો છે. ગૂગલના બ્લોગ પ્રમાણે, હવે મેપ્સ પર બિઝી એરિયા હાઈલાઈટેડ હશે. હાર્ડ બ્રેકિંગથી બચવા માટે મેપ્સ પર ઘણા ઓપ્શન મળશે. ગૂગલના જણાવ્યાનુસાર, હાર્ડ બ્રેકિંગને લીધે ડ્રાઈવરને સ્પીડ ઓછી કરવા માટે મજબૂર થવું પડે છે. સાથે જ અકસ્માતની સંભાવના વધારે રહે છે. તેવામાં મેપ્સ રસ્તો કેટલો જોખમી છે, કેટલો સીધો છે એ તમામ વાતોનું કેલક્યુલેશન કરશે.

આ સ્માર્ટફોન યુઝર્સ પ્રિવ્યૂ બીટાનો ઉપયોગ કરી શકશે
ગૂગલે એન્ડ્રોઈડ 12 OSનું પ્રિવ્યૂ વર્ઝન કેટલાક સ્માર્ટફોન્સ માટે રિલીઝ કર્યું છે. તેમાં આસુસ, ઓપ્પો, વનપ્લસ, રિયલમી, ટેક્નો, શાર્પ, આઈકૂ, શાઓમી, TCL, વિવો અને ZTE સામેલ છે. ગૂગલ પિક્સલ 3 સિરીઝ અને તેના પછીનાં તમામ પિક્સલ સ્માર્ટફોન્સ યુઝર્સને નવી OSની અપડેટ મળશે.

 • વનપ્લસ : વનપ્લસ 9, વનપ્લસ 9 પ્રો
 • ઓપ્પો : ફાઈન્ડ X3 પ્રો
 • આઈકૂ : આઈકૂ 7 લીજેન્ડ
 • શાઓમી : Mi 11, Mi 11 અલ્ટ્રા, Mi 11i, Mi 11X પ્રો
 • રિયલમી : રિયલમી GT
 • આસુસ : ઝેનફોન 8
 • ટેક્નો : કેમન 17