ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમ પર જોખમ:ગૂગલે CCI પર પલટવાર કર્યો અને કહ્યું, ‘સ્માર્ટફોન મોંઘા થઈ જશે, સાયબર ક્રાઈમ પણ વધશે...’

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

CCI એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે ગૂગલ પર 2200 કરોડનો દંડ ફટકાર્યો હતો, જેના પર ગૂગલે શુક્રવારનાં રોજ પલટવાર કર્યો છે. ગૂગલ હવે આ આખી ઘટનાને સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયું છે. આ સમગ્ર ઘટનાં અંગે 'The Heart of the Matter' નામની અમેરિકી ટેકનોલોજી કંપની દ્વારા એક બ્લોગ લખવામાં આવ્યો છે. આ બ્લોગમાં ગૂગલે જણાવ્યું કે, CCIનો દંડ કેવી રીતે ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમને નુકશાન પહોંચાડશે.

કંપનીએ આખી ઘટના બ્લોગમાં લખીને કહ્યું છે કે, ‘CCIના આ પગલાથી ભારતમાં ડિજિટલનાં એડોપ્શનને ઝટકો લાગશે. આ સાથે જ સ્માર્ટફોન માટે ગ્રાહકોએ વધુ પૈસા ખર્ચ કરવા પડશે.’

કયા કારણોસર ગૂગલ પર દંડ લાગ્યો?
ગૂગલે લખ્યું કે, ‘ભારત એક એવા સમયમાં છે, જ્યા સુરક્ષિત સ્માર્ટફોન ઉપલબ્ધ કરાવવા માટે અવરોધો દૂર કરવા પડશે.’ ગૂગલે CCIના આદેશની વિરુદ્ધમાં લખ્યું છે કે, ‘એવા સમયે જ્યારે ભારતની અડધી વસ્તી જોડાયેલી છે, ત્યારે CCIના આદેશથી ડિજિટલ ઇકોસિસ્ટમ અપનાવવાને નુકસાન થઈ શકે છે.’

કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ ગયા વર્ષે ગૂગલ પર 1337.76 કરોડ રુપિયાનો દંડ લગાવ્યો હતો. તે દંડ સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ માર્કેટમાં એન્ડ્રોઈડનાં દબાણના કારણે લગાવ્યું હતું. ભારતમાં 97 ટકા સ્માર્ટફોન્સ Android પર કામ કરે છે. તે સિવાય ગૂગલ પર 936 કરોડ રુપિયાનો દંડ પ્લે સ્ટોર પોલિસીને લઈને કરવામાં આવ્યો હતો.

CCIનું શું કહેવું છે?
આ ઘટનામાં CCIએ ગૂગલને કહ્યું કે, ‘તે સ્માર્ટફોનમાંથી યૂઝર્સને ગૂગલની ડિફોલ્ટ એપ્સ અનઈન્સ્ટોલ કરવાની પરમિશન આપે અને યૂઝર્સને પોતાની ઈચ્છા મુજબ સર્ચ એન્જિન પસંદ કરવાની સ્વતંત્રતા આપે. બીજી તરફ Google Play Storeની પોલિસીમાં પણ બદલાવ માટે ઓથોરિટીએ કહ્યું. આ પોલિસીનાં કારણે ડેવવોપર્સે Google Play બિલિંગ સિસ્ટમ યૂઝ કરવી પડી શકે છે.

જો તમે પણ એક Android યૂઝર છો તો તમને ખ્યાલ જ હશે કે, તમે ગૂગલનાં ડિફોલ્ટ એપ્સને ડિલીટ નથી કરી શકતા. જેમ કે, તમે Google Mapsને ડિલીટ કરી શકતા નથી. આ મામલે ગૂગલને NCLAT તરફથી કોઇ રાહત મળી નથી. NCLAT એ ગૂગલને દંડની રકમના 10 ટકા ચાર અઠવાડિયામાં જમા કરાવવા જણાવ્યું છે. આ પછી ગૂગલ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું છે, જ્યાં 16 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે.

સ્માર્ટફોન્સ મોંઘા કેમ થશે?
પોતાના બ્લોગમાં ગૂગલે કહ્યું છે કે, Android એ ભારતમાં મોબાઇલ અને ઇન્ટરનેટની વૃદ્ધિનો આવશ્યક ભાગ છે. આ મામલે ગૂગલે કહ્યું હતું કે, વર્ષ 2008માં એન્ડ્રોઇડનાં લોન્ચિંગ સાથે કિંમત ઓછી રાખવી એક મોટો પડકાર હતો. છેલ્લા 15 વર્ષમાં ઓપન સોર્સ સોફ્ટવેર હોવા છતાં ગૂગલે સ્માર્ટફોન ઉત્પાદકોને સસ્તા ફોન વિકસાવવામાં મદદ કરી છે. ગૂગલે કહ્યું છે કે, ‘આ આદેશનાં કારણે ગ્રાહકોને વધુ પૈસા ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત યૂઝર્સને સાઇબર ક્રાઇમ, બગ અને માલવેરની સમસ્યાનો પણ સામનો કરવો પડશે.’

અત્યારે ભલે તમે કોઇ પણ એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોવ. આ માટે ગૂગલ અન્ય કંપનીઓને સિક્યોરિટી અપડેટ્સમાં મદદ કરે છે. જો ગૂગલ આમ નહીં કરે તો OEMએ વધુ પૈસા ખર્ચવા પડશે. આ કારણે સ્માર્ટફોનની કિંમતમાં વધારો થશે અને અંતે તેનો સંપૂર્ણ બોજ ગ્રાહકો પર આવશે.