તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Google Has Developed A Smart Cable That Can Be Controlled Based On Gestures, The Cable Can Be Controlled By Twisting And Tapping

સ્માર્ટ કેબલ:ગૂગલે હાવભાવને આધારે કન્ટ્રોલ કરી શકાય તેવો સ્માર્ટ કેબલ તૈયાર કર્યો, કેબલને ટ્વિસ્ટ, ટેપ કરીને કન્ટ્રોલ કરી શકાશે

4 મહિનો પહેલા
  • I/O બ્રેઈડ કેબલને ટ્વિસ્ટ (મરોડી), ફ્લિક (ધકેલી), સ્લાઈડ (લસરાવી), પિંચ (ચપટી ભરવી), ગ્રેબ (પકડી રાખી)અને પેટ(ટપલી મારી) કમાન્ડ આપી ડિવાઈસ કન્ટ્રોલ કરી શકાશે
  • આ સ્માર્ટ કેબલની સચોટતા 94% છે.
  • સ્માર્ટ કેબલમાં ટચ સેન્સિંગ ટેક્સટાઈલ અને ફાઈબર ઓપ્ટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

ટેક જાયન્ટ ગૂગલે જેસ્ચર (હાવભાવ)થી કન્ટ્રોલ કરી શકાય તેવો સ્માર્ટ કેબલ તૈયાર કર્યો છે. તેનાથી વાયલરેસ હેડફોનથી ડિવાઈસ કન્ટ્રોલ થાય તેમ કરી શકાશે. આ કેબલથી પિંચિંગ, સ્ક્વિઝિંગ અને ટ્વિસ્ટ કરીને મ્યૂઝિક પ્લે/પોઝ, નેક્સ્ટ સોંગ અને વોલ્યુમ અપ/ડાઉન જેવાં ફંક્શન કરી શકાશે. યુટ્યુબ પર ફાસ્ટ અવર ટેક્નોલોજી નામના અકાઉન્ટ પર આ પ્રોડક્ટનો વીડિયો શેર કરાયો છે.

સ્માર્ટ કેબલનું નામ ‘I/O બ્રેઈડ’

  • આ સ્માર્ટ કેબલમાં ટચ સેન્સિંગ ટેક્સટાઈલ અને ફાઈબર ઓપ્ટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોડક્ટને I/O બ્રેઈડ નામ આપવામાં આવ્યું છે. તે HSM (હેલિકલ સેન્સિંગ મેટ્રિક્સ) સેન્સિંગ કેપેબલિટીસનો ઉપયોગ કરે છે.
  • I/O બ્રેઈડ ટ્વિસ્ટ (મરોડવું), ફ્લિક (ધકેલવું), સ્લાઈડ (લસરાવું), પિંચ (ચપટી ભરવી), ગ્રેબ (પકડી રાખવું)અને પેટ (ટપલી મારવી) જેવાં કુલ 6 ઈન્ટરેક્શન સમજે છે. આ પ્રોડક્ટ પર હાલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ટેસ્ટિંગ પૂરું થતાં તેનું માસ પ્રોડક્શન કરશે.

94% એક્યુરસી

કંપનીના જણાવ્યા અનુસાર, તેનાં ટેસ્ટિંગના પરિણામો સારા છે. તેની એક્યુરસી  94% છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ હેડફોન કેબલ, સ્માર્ટ સ્પીકર સહિતની પ્રોડક્ટમાં કરવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો