તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૂગલમાં જોઈને હોટલ બુક કરાવતાં પહેલાં ચેતો:હોટલ્સનાં ખોટાં રેન્કિંગ દર્શાવવા માટે ગૂગલને 9.5 કરોડનો દંડ, 2019થી તપાસ ચાલી રહી હતી

12 દિવસ પહેલા

સર્ચ એન્જિન ગૂગલ પર 1.3 મિલિયન ડોલર (આશરે 9.5 કરોડ રૂપિયાનો) દંડ ફટકારાયો છે. આ દંડ ફ્રેન્ચ ઓથોરિટીના ફ્રાન્સની હોટેલ્સનાં ખોટાં રેન્કિંગ બતાડવા માટે લાગ્યો છે. આ પહેલાં, ગૂગલે હોટલ્સને એકથી પાંચ સ્ટાર રેન્કિંગ આપવા માટે ઓફિશિયલ સોર્સ અટાઉટ ફ્રાન્સ અને હોટેલ ઈન્ડસ્ટ્રીની વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

2019માં શરૂ થઈ હતી તપાસ
હોટલ્સ ઓનર્સે ગૂગલ રેન્કિંગ માટે ફ્રાન્સની સરકારને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ફ્રોડ અને કમ્પિટિશન માટે સરકારની એજન્સીએ 2019 અને 2020માં તપાસ શરૂ કરી હતી. એજન્સીનો હેતુ પ્લેટફોર્મ દ્વારા 7500 સંસ્થાની ઉપલબ્ધ માહિતીની દેખરેખ રાખવાનું હતું.

ગૂગલે કહ્યું કે તેણે ગૂગલ મેપ્સ અને સર્ચ પર હોટલ્સના ઓફિશિયલ ફ્રાન્સિસી સ્ટાર રેન્ક દર્શાવવા માટે આવશ્યક ફેરફાર કર્યા છે.

ગૂગલ પર પહેલાં પણ પેનલ્ટી લાગી છે

 • ડિસેમ્બર 2019માં ગૂગલ પર 16.7 કરોડ ડોલર (આશરે 1214 કરોડ રૂપિયા)ની પેનલ્ટી લાગી છે. આ પેનલ્ટી ફ્રાન્સના પ્રતિસ્પર્ધા પ્રાધિકરણે ઓનલાઈન જાહેરાત માર્કેટમાં પોતાનાં વર્ચસ્વનો ખોટો ઉપયોગ કરવા માટે કરી હતી.
 • ગત વર્ષે ડિસેમ્બરમાં ફ્રાન્સની ડેટા પ્રાઈવસી ઓર્ગેનાઈઝેશને ગૂગલ અને એમેઝોન પર કુલ 16.3 કરોડ ડોલર (આશરે 1185 કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો. ત્યારે ગૂગલ પર જાહેરાતની કુકીઝ પર દેશના નિયમો તોડવાનો આરોપ લાગ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો