ન્યૂ ફીચર:હવે ઈન્ટરનેટ વગર પણ ગૂગલ ડ્રાઈવની ફાઈલ્સ એક્સેસ કરી શકાશે, ફાઈલ્સને ઓફલાઈન માર્ક કરી નવાં ફીચરનો લાભ લઈ શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલાંથી ઓફલાઈન માર્ક થયેલી ફાઈલ્સ જ ઓફલાઈન એક્સેસ કરી શકાશે
  • ડેસ્કટોપ પર ગૂગલ ડ્રાઈવ ઓપન કરી ફાઈલ્સનું ઓફલાઈન માર્કિંગ કરી શકાશે

ઈન્ટરનેટ વગર હવે ગૂગલ ડ્રાઈવ ઓફલાઈન મોડ સપોર્ટ કરશે. કંપનીએ બ્લોગ દ્વારા આ નવાં ફીચરની અપડેટ આપી છે. ઈન્ટરનેટ વગર હવે ગૂગલ ડ્રાઈવમાં રહેલી ફાઈલ્સ, PDF અને ફોટો એક્સેસ કરી શકાશે. જોકે તેની શરત એ રહેશે કે આ ફાઈલ્સ પહેલાંથી ઓફલાઈન માર્ક થયેલી હોવી જોઈએ.

ગૂગલ ડ્રાઈવ PC પર ઈન્સ્ટોલ કરી ઓફલાઈન એક્સેસ મળશે

આ ફીચરનું ટેસ્ટિંગ ગૂગલે 2019માં બીટા યુઝર્સ પર કર્યું હતું. ફાઈનલી હવે આ ફીચર તમામ યુઝર્સ માટે રિલીઝ થયું છે. ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ ડ્રાઈવ ડેસ્કટોપ પર મેક અથવા વિન્ડોઝ પર ઈન્સ્ટોલ કરવાનું રહેશે. આ સિવાય વેબ પર Drive settingમાં ઓફલાઈન એક્સેસ ઓપ્શન ઈનેબલ કરવાનો રહેશે. સેટઅપ કર્યા બાદ ફાઈલ પર રાઈટ ક્લિક કરવા પર Available offline લખેલું જોવાં મળશે.

પૈસા આપી એક્સ્ટ્રા સ્ટ્રોરેજ લઈ શકાશે
આ સર્વિસ તમામ ગૂગલ વર્કપ્લેસ ગ્રાહકો સાથે ક્લાઉડ આઈડેન્ટિટી, ક્લાઉડ આઈડેન્ટિટી પ્રીમિયમ, G સૂટ બેઝિક અને બિઝનેસ ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. ગૂગલે આ સુવિધા પર્સનલ અકાઉન્ટ યુઝર્સ માટે પણ લોન્ચ કરી છે. ગૂગલની 15GBની ફ્રી સ્પેસ તમે વાપરી કાઢી હોય તો તમે ગૂગલ ડ્રાઈવ પર કન્ટેન્ટનું બેકઅપ લેવાં માટે એક્સ્ટ્રા સ્ટોરેજ ખરીદી શકાય છે. ભારતીય યુઝર્સ માટે અલગ અલગ મંથલી અને વાર્ષિક પ્લાન્સ ઉપલબ્ધ છે.

200 રૂપિયામાં 200GB સ્ટોરેજ સ્પેસ મળશે
દર મહિને 130 રૂપિયામાં 10GB સ્ટોરેજની ખરીદી કરી શકાશે. તમને વધારે સ્પેસ જોઈતી હોય તો 2TBની સ્પેસ માટે મહિનાના 650 રૂપિયા આપવા પડશે. દર મહિને 200GBના પ્લાન માટે કંપનીને 200 રૂપિયા આપવા પડશે.