ટેક ન્યુઝ:Google ડ્રાઇવ વધુ સારા ફાઇલ મેનેજમેન્ટ માટે નવા શોર્ટકટ ઉમેરી રહ્યું છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગૂગલ આખરે ગૂગલ ડ્રાઇવમાં કેટલાક ઉપયોગી શોર્ટકટ્સ ઉમેરી રહ્યું છે. ટેક જાયન્ટ ગૂગલ યુઝર-ફ્રેન્ડલી શોર્ટકટ્સ સાથે વેબ પર ગૂગલ ડ્રાઇવને અપડેટ કરી રહી છે, જે તેમને તેમની ફાઇલોને સરળતાથી મેનેજ કરવામાં સક્ષમ બનાવશે. કંપની હવે ગૂગલ ડ્રાઇવમાં કીબોર્ડ શોર્ટકટ કટ, કોપી અને પેસ્ટના શોર્ટકટ એડ કરી રહ્યું છે.

હવે યુઝર્સે ફાઇલને કટ કરવા, કોપી કરવા કે પેસ્ટ કરવા માટે રાઇટ-ક્લિક મેનૂનો ઉપયોગ નહીં કરવો પડે. હવે લોકપ્રિય શોર્ટકટ્સ Crtl+C, Ctrl+X અને Ctrl+V ગૂગલ ડ્રાઇવ પર કામ કરશે. આ શોર્ટકટ્સ એડ થવાથી યુઝર્સ માટે ફાઇલો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું સરળ બનશે. આના કારણે તમારા સમયમાં પણ બચત થશે, કારણકે તમે હવે એક કે તેથી વધુ ફાઇલોની કોપી કરી શકો છો અને તેમને ગૂગલ ડ્રાઇવમાંથી અન્ય જગ્યાએ લઈ જઈ શકો છો. આ ઉપરાંત ફાઇલની કોપી કરતી વખતે ફાઇલની લિંક અને તેના ટાઇટલને પણ કેપ્ચર કરવામાં આવશે, જેનાથી તમે તેને સરળતાથી દસ્તાવેજ અથવા ઇમેઇલમાં પેસ્ટ કરી શકો છો.

આ સાથે તમે Ctrl+Enter ની મદદથી નવી ટેબમાં ફાઇલો અથવા ફોલ્ડરો પણ ઉમેરી શકો છો, જેથી તમે એકસાથે ઘણી ફાઇલો સરળતાથી જોઇ શકો છો અથવા બે અલગ-અલગ ફોલ્ડર વચ્ચે ફાઇલોને વધુ સરળતાથી ગોઠવવા માટે વિવિધ ટેબ્સનો ઉપયોગ કરી શકો છો. કંપનીએ ફીચર્સ રોલ આઉટ કરવાનું શરૂ કરી દીધું છે અને તે 1 જૂન, 2022 સુધીમાં તમામ યુઝર્સ સુધી પહોંચી જશે.

તાજેતરમાં, ગૂગલે જાહેરાત કરી હતી કે તે યુઝર્સને શંકાસ્પદ આમંત્રણો અને લિંક્સની ચેતવણી આપવાનું શરૂ કરશે, જે ફિશિંગ અથવા માલવેર-આધારિત હુમલાઓ માટેનું કવર હોઈ શકે છે. કંપની ચેટ્સમાં રેડ બેનરો ઉમેરીને યુઝર્સને ચેતવણી આપશે. "આ આમંત્રણ શંકાસ્પદ છે"અથવા તો "આ વાર્તાલાપ જાણીતી ફિશિંગ સાઇટ્સની લિંક્સ ધરાવે છે, જે તમારી માહિતી ચોરી કરવાનો પ્રયાસ કરી શકે છે" જેને તમે કાં તો 'Block' અથવા‘Accept anyway’દ્વારા જવાબ આપી શકો છો.