ગૂગલ ક્રોમ નવા ટ્રાન્સલેશન વિકલ્પોનું પરીક્ષણ કરી રહ્યું છે, જેથી યુઝર્સ કોઈપણ ભાષાના અવરોધોનો સામનો કર્યા વિના સરળતાથી વેબ બ્રાઉઝિંગ કરી શકે. આ લોકપ્રિય બ્રાઉઝર પહેલેથી જ ઘણી બધી ભાષાઓમાં ટ્રાન્સલેશનની પરમીશન આપે છે. જો કે, ક્રોમ આખા વેબપેજનું ટ્રાન્સલેશન કરવાનું વલણ ધરાવે છે, જે ક્યારેક બિનજરૂરી લાગે છે. ગૂગલ હવે તેના બ્રાઉઝર માટે આંશિક અથવા સિલેક્ટેડ ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરવાની નવી ક્ષમતા પર પ્રયોગ કરી રહ્યું છે. 9to5Googleના એક અહેવાલ મુજબ રેડિટ યુઝરે ગૂગલ ક્રોમની વેબપેજ પર આંશિક ટેક્સ્ટને ટ્રાન્સલેટ કરવાની નવી ક્ષમતાને શોધી કાઢી હતી, આ સુવિધા હજી પણ ડેવલોપમેન્ટ હેઠળ છે.
આ સુવિધાનું સૌથી મહત્ત્વનું કાર્ય ‘યુઝર દ્વારા પેજ પર હાઈલાઈટ કરેલા લખાણનું ભાષાંતર કરવાની’ ક્ષમતા છે. જો કે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ સુવિધાઓ નવીનતમ ક્રોમ કેનેરી અપડેટમાં લાઇવ છે, પરંતુ કાર્યરત નથી. કંપનીએ ગૂગલ ક્રોમના આ ફીચરની ટાઇમલાઇન વિશે કોઇ માહિતી શેર કરી નથી. હાલમાં, Google Chromeનું ઈન્ટેગ્રેટેડ ટ્રાન્સલેશન ટૂલ આખા પેજ પર કામ કરે છે, જે કદાચ એવા પેજ માટે યોગ્ય ન પણ હોય કે જેમાં અમુક ચોક્કસ ભાગના જ ટ્રાન્સલેશનની જરુરિયાત હોય. તદુપરાંત, આ ટૂલ એક સમયે માત્ર એક જ ભાષામાં કામ કરે છે. આનો અર્થ એ છે કે, વર્તમાન યુઝર્સ આખા પેજને એક કરતાં વધુ ભાષાઓમાં અનુવાદિત કરી શકતાં નથી, તે ફક્ત એક જ પસંદીદા ભાષાનો ઉપયોગ કરી શકે છે.
ગૂગલ ક્રોમના નવા ટ્રાન્સલેશન વિકલ્પો કેવી રીતે કામ કરશે?
રિપોર્ટ અનુસાર, ગૂગલ ક્રોમ ‘નવા બબલ UI’નું પરીક્ષણ કરી રહ્યું છે, જે Omnibox (એડ્રેસ બાર) પર દેખાવાની અપેક્ષા છે અને તે યુઝર્સ દ્વારા પસંદ કરેલા ટેક્સ્ટનું ટ્રાન્સલેશન કરવામાં સક્ષમ હશે. યુઝર્સ કાં તો Omnibox બટન દબાવી શકે છે અથવા જરૂરી ટેક્સ્ટને રાઇટ-ક્લિક કરી શકે છે અથવા ‘translate to’ વિકલ્પ પસંદ કરી શકે છે. નવા UIમાં પહેલાની જેમ આખા વેબપેજનું ટ્રાન્સલેશન કરવાનો વિકલ્પ પણ હશે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે આ સુવિધા હાલમાં કાર્યરત નથી, પરંતુ ગૂગલ દ્વારા આ સુવિધાનો સમાવેશ તેના ઇરાદા સ્પષ્ટ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.