કંપનીની યુઝર્સને અપીલ:ક્રોમ બ્રાઉઝરમાં 11 સિક્યોરિટી બગ્સ હાજર, આનાથી બચવા તરત જ અપડેટ કરી લો, જાણો આખી પ્રોસેસ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે કમ્પ્યુટર કે લેપટોપમાં ગૂગલ ક્રોમ યુઝ કરી રહ્યા છો તો તેને ઝડપથી અપડેટ કરી લો. ગૂગલે ક્રોમ બ્રાઉઝર માટે નવી અપડેટ રોલ આઉટ કરી છે. દરેક યુઝર્સને આ અપડેટ તરત જ રોલ આઉટ કરવાની વિનંતી પણ કરી છે. આ અપડેટથી ક્રોમના 11 સિક્યોરિટી ઈશ્યુ યોગ્ય થઇ જશે. ક્રોમ અપડેટ થયા પછી તેનું વર્ઝન 98.0.4758.102 થઇ જશે.

ગૂગલને ક્રોમમાં અમુક બગ્સ વિશે ખબર પડી હતી. તેમાંથી એકને ઝીરો-ડે રેટિંગ આપવામાં આવ્યું છે. આ જ કારણે ગૂગલે યુઝર્સને તરત જ અપડેટ કરવાની અપીલ કરી છે. જેથી યુઝર્સને કોઈ નુકસાન ના થાય. દુનિયાભરમાં 320 કરોડ યુઝર્સ ક્રોમનો ઉપયોગ કરી રહ્યા છે.

ઝીરો-ડે કમ્પ્યુટર સોફ્ટવેર બિનસેફ કેમ છે?
હેકર્સ આ કમ્પ્યુટર સોફ્ટવેરનો સારી રીતે ફાયદો ઊઠાવી શકે છે. કોઈ પણ બિનસેફની હેકર્સને ખબર પડે ત્યારે ઝીરો-ડે રેટિંગ આપવામાં આવે છે. આનો ફાયદો કોઈ પણ ઉઠાવી શકે છે. આનાથી બચવા માટે યુઝર્સે ક્રોમ અને સિસ્ટમ સતત અપડેટ રાખવી જરૂરી છે.

ગૂગલ ક્રોમ બ્રાઉઝર અપડેટ કરવાની પ્રોસેસ

  • તમારા ડિવાઇસમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો.
  • ટોપ રાઈટમાં આપેલા ત્રણ ડોટ આઇકન પર ટેપ કરો.
  • હેલ્પમાં જઈને About Google Chrome પર જાઓ.
  • નવી વિન્ડોમાં યુઝર ક્રોમ બ્રાઉઝરનું હાલનું વર્ઝન જોઈ શકશે.
  • અહીં જે અપડેટ હોય તેની પર ક્લિક કરીને અપડેટ કરી લો.

ક્રોમ એપ પણ અપડેટ રાખો
ક્રોમ બ્રાઉઝર એપને iOS અને એન્ડ્રોઇડ ડિવાઇસમાં એપલ પ્લે સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર અપડેટ કરી શકાય છે. ગૂગલે હાલમાં જ ક્રોમ બ્રાઉઝર માટે નવા ટ્રાવેલ ફીચરની જાહેરાત કરી છે. આ બ્રાઉઝિંગ હિસ્ટ્રી યોગ્ય રાખવા માટે મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...