તમારા ફોનમાં પણ આ લોન એપ્સ તો નથી ને?:ગૂગલે બેન કરેલી એપ્સનું લિસ્ટ સામે આવ્યું, RBIએ કહ્યું-એપનું રજિસ્ટ્રેશન અવશ્ય ચેક કરો

2 વર્ષ પહેલા

ગૂગલે પર્સનલ લોન આપનારી 453 એપ્સ પ્લે સ્ટોરમાંથી ડિલીટ કરી છે. આ બધી એપ્સ હવે સર્ચિંગમાં દેખાતી નથી. દરેક એપ કંપનીના યુઝર્સની સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરી રહી હતી. આ એપ લોન લેતા યુઝરના ડેટા સાથે ચેનચાળા કરતી હતી. ગૂગલે કહ્યું કે, દરેક પ્લેટફોર્મ પર યુઝરની સેફ્ટી અમારી પ્રાયોરિટી છે. આ એપ્સ અન્ય પ્લેટફોર્મ પર ઇન્સ્ટોલ કરવામાં આવે છે, તો ડેટા સિક્યોરિટીને લઈને ગૂગલ જવાબદાર નહિ રહે.

ગૂગલની પોલિસી પ્રમાણે, પર્સનલ લોન આપતી એપને યુઝરને દરેક પ્રકારની જાણકારી આપવી પડશે. જેમ કે, પેમેન્ટની મિનિમમ અને મેક્સિમમ લિમિટ શું છે? મેક્સિમમ વ્યાજદર શું છે? ગ્રાહકોને જણાવવું પડશે કે, લોનની કુલ રકમ કેટલી છે? લોનના ફીચર્સ, ફીઝ, રિસ્ક અને બેનિફિટ વિશે ટ્રાન્સપરન્સી રહે જેથી લોકો યોગ્ય નિર્ણય લઈ શકે.

ગૂગલે જે એપ બેન કરી છે તેનું લિસ્ટ જાહેર કર્યું નથી પણ સોશિયલ મીડિયામાં એક લિસ્ટ દેખાયું છે જેમાં પર્સનલ લોન આપતી 453 એપ્સ છે. આ પ્લે સ્ટોરમાં ઓપન થઈ રહી નથી. ગૂગલ ડ્રાઈવ પર હાજર લિસ્ટમાં આ લોન એપ્સના નામ છે...

પર્સનલ અને ઈન્સ્ટન્ટ લોન આપતી અમુક એપ્સનું લિસ્ટ

કેશ

VN કાર્ડ

મની મોર

મની ફોર પીપલ

વન લોન

કેશ ઓન

ક્રેડિટ

કેશ ગુરુ

રૂપી ક્લિક

કેસ નાઉ

કેચ કેશ

ક્રેડી મી

ક્રેડિટ બસ

ઇઝી ક્વિક

કેશ કાઉ

ફ્લેક્સ સેલરી

વર્લ્ડ મની

રૂપી પ્લસ

ફાસ્ટ રૂપી

કેશ બાઝાર

લોન

ઇઝી

વી કેશ

કેશ બાઉલ ફોન

ભારત ઈન્સ્ટન્ટ લોન એપ ચાલુ છે

ગૂગલે જે એપ્સ બેન કરી છે તેમાંથી એક નામ ભારત ઈન્સ્ટન્ટ લોન પણ છે. જો કે, આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર હજુ પણ ઇન્સ્ટોલ કરી શકાય છે. તેને અત્યાર સુધી 10 હજારથી વધારે વાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. 260 યુઝર્સે 5માંથી 3.1 સ્ટાર રેટિંગ આપ્યું છે. મોટાભાગના યુઝર્સને તેની સર્વિસ ગમી નથી. એપે લોન સાથે જોડાયેલી ડિટેલ્સ મેન્શન કરી છે જેમ કે..

લોન અમાઉન્ટ: 1,0000 રૂપિયા મેક્સિમમ
લોન ટર્મ્સ: 91 દિવસ(ઓછા દિવસ, એક્સટેન્ડ ટાઈમની સાથે)-365 દિવસ(વધારે દિવસ, એક્સટેન્ડ ટાઈમની સાથે)
મેક્સિમમ APR: 36%
ટ્રાંજેક્સન ફી: નથી
પ્રોસેસિંગ ફી:10%
ડોક્યુમેન્ટ: પેન કાર્ડ, આધાર નંબર, ફોટો, અકાઉન્ટ ડિટેલ.
ઉદાહરણ: જો તમે 5000 રૂપિયાની લોન એક વર્ષ માટે લો છો તો તેના પર કુલ વ્યાજ 5000 રૂપિયા X 36% = 1800 રૂપિયા હશે.

પ્લે સ્ટોર પર પર્સનલ લોનની ઘણી એપ્સ હાજર
ગૂગલ પર હજુ પણ પર્સનલ લોન આપતી ઘણી એપ્સ હાજર છે. જેમ કે પ્લે સ્ટોર પર LOAN લખીને સર્ચ કરવામાં આવે તો એક લાંબુ લિસ્ટ આવી જાય છે. તેમાં સરકારી એપ્સની સાથે ઘણી પ્રાઈવેટ બેંક અને ફર્મની એપ્સ પણ સામેલ છે.

એપ્સ લોનને લીધે સુસાઈડ કર્યું તો કોઈકે નામ ખરાબ કર્યું
મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈન્સ્ટન્ટ લોન એપ્સને લીધે આત્મહત્યાના ઘણા બધા કેસ સામે આવ્યા છે. ડિસેમ્બરમાં ઈન્સ્ટન્ટ મની લોન્ડરિંગ એપ ગોટાળામાં હૈદરાબાદ અને ગુરુગ્રામમાં 19 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

કેસ નંબર - 1: તેલંગાણામાં લોકડાઉન દરમ્યાન 28 વર્ષીય વ્યક્તિએ પોતાની નોકરી ખોઈ દીધી હતી. તેણે લોન લીધી હતી પણ ભરપાઈ કરી શક્યો નહીં. આવામાં દેવું ચૂકવવા માટે કોઈ એપથી ઇન્સ્ટન્ટ લોન લીધી. જ્યારે એપની લોન ચૂકવી ન શક્યો ત્યારે રિકવરી એજન્ટ તેની પાછળ પડી ગયા. તેને વારંવાર મેસેજ મોકલવા લાગ્યા. તેના કોલ લિસ્ટના લોકોને ફોન કરવા લાગ્યા. હેરાન થઈને તેણે ડિસેમ્બરમાં આત્મહત્યા કરી લીધી.

કેસ નંબર-2: ઇન્દોરની એક મહિલાએ એપથી 20,000 રૂપિયાની લોન લીધી હતી. જ્યારે લોનની EMI ચૂકી ગઈ તો તેને હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યું. તેના ફોટો શેર કરવા લાગ્યા. ધમકી આપવામાં આવી કે કલેક્શન માટે એજન્ટને ઘરે મોકલશે. પોલીસને પણ ફરિયાદ કરશે. તેમણે મહિલાના કોન્ટેક્ટ લિસ્ટના લોકોને પણ હેરાન કર્યા.

પ્લે સ્ટોર પર એપ્સને લઈને RBI સર્ટિફિકેટ જરૂર આપશે
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)નું કહેવું છે કે લોન આપનારી કોઈપણ લિસ્ટેડ વેબસાઈટ અથવા તેની એપ પર જાઓ છો, તો આ વાત જરૂર જુઓ કે RBI હેઠળ રજિસ્ટર્ડ છે. અથવા પછી RBI રજિસ્ટર્ડ કોઈ બેન્ક અથવા NBFC સાથે કામ કરી રહી છે. લોન દેનારી બધી કંપનીઓએ પોતાની કંપની ઓળખ નંબર (CIN) અને સર્ટિફિકેશન ઓફ રજિસ્ટ્રેશન (CoR) યોગ્ય રીતે દેખાડવાનું રહેશે.

પોલિસી ઉલ્લંઘન થયું તો નોટિસ વગર ગૂગલ એપ હટાવી દેશે
ગૂગલે બ્લોગપોસ્ટમાં કહ્યું કે કંપની એપ્સને રિવ્યૂ કરવાનું ચાલું રાખશે. જે એપ્સ યુઝર્સની સેફ્ટી પોલિસીનું ઉલ્લંઘન કરતી દેખાશે તે તરત હટાવી દેવામાં આવશે. એપ્સને હટાવતા પહેલાં નોટિસ પણ નહીં આપવામાં આવે. સુરક્ષા માનકોનું પાલન ન કરનારી બધી એપ્સ પર કાર્યવાહી થશે. તે એવી એજન્સીઓની મદદ કરવાનું ચાલું રાખશે, જે નકલી પર્સનલ લોન એપ્સની તપાસનું કામ કરી રહી છે.

બીજી બાજુ, લોન એપ મારફતે હેરાન કરવાની ઘટનાઓ વચ્ચે RBIએ એક વર્કિંગ ગ્રુપ બનાવ્યું છે. આ વર્કિંગ ગ્રુપ ડિજિટલ લેન્ડિંગના વ્યવસ્થિત વિકાસ માટે સલાહ આપશે. ગયા મહિને RBIએ લોકોને ગેરકાયદેસર ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ અને મોબાઈલ એપના ચક્કરમાં ન આવવા માટે ચેતવણી આપી હતી.