ગૂગલની કડકાઈ:ગૂગલે લોન આપનારી 100 એપ્સ બૅન કરી, એપ્સ પર વધારે વ્યાજ વસૂલવાનો અને ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૂગલે પર્સનલ લોન સંબંધિત આશરે 100 એપ્સ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી
  • યુઝર્સ અને સરકારો આ એપ્સ માટે ચિંતા વ્યક્ત કરી હતી

ગૂગલે પર્સનલ લોન સંબંધિત આશરે 100 એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પર બૅન કરી છે. બુધવારે સંસદમાં જણાવાયું કે આ એપ નિયમોનું પાલન નહોતી કરી રહી. યુઝર્સ અને સરકારી એજન્સીઓએ આ એપ્સને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલયને ઈન્સ્ટન્ટ લોનના નામે થતી છેતરપિંડની અનેક ફરિયાદો મળી હતી.

એપ્સ પર ફરિયાદોનો ઢગલો
ઈલેક્ટ્રોનિક્સ અને IT રાજ્ય મંત્રી સંજય ધોત્રેએ લેખિતમાં જવાબ આપ્યો કે, અમને આ એપ્સ વિરુદ્ધ વધારે વ્યાજ વસૂલવાની ફરિયાદો મળી હતી. આ સિવાય પર્સનલ ડેટાના દુરુપયોગની પણ સતત ફરિયાદો મળી રહી હતી.

ગૂગલે આ એપ્સે રિમૂવ કરવાની શરૂઆત કરી
ગૂગલે કહ્યું કે તેણે કેટલાક પૈસા ઉધાર આપનારી એપ્સ હટાવી છે. આ એપ નિયમોનું પાલન નથી કરી રહી અને સુરક્ષા નીતિઓનું ઉલ્લંઘન કરતી હતી. જોકે ગૂગલે એપની સંખ્યા અને તેના નામનો ખુલાસો કર્યો નથી.

ડેટા લેતાં પહેલાં યુઝરની પરમિશન લેવાની રહેશે
કેટલાક દિવસ પહેલાં ગૂગલે કહ્યું હતું કે ડેવલપર્સે એ જ કામ માટે ડેટાનો ઉપયોગ કરવાનો રહેશે જેના માટે યુઝર પરમિશન આપે છે. જો તેઓ આ ડેટાનો ઉપયોગ બીજી જગ્યાએ કરવા માગે છે તો તેમણે યુઝર પાસેથી પરમિશન માગવી પડશે.

પ્લે સ્ટોર પર પર્સનલ લોનની અનેક એપ્સ
ગૂગલ પર પર્સનલ લોન આપનારી એપ્સ હજુ પણ એક્ટિવ છે. પ્લે સ્ટોર પર LOAN લખી સર્ચ કરવામાં આવે તો આવી એપ્સનું લાંબું લિસ્ટ નજરે ચડે છે. તેમાં સરકારી એપ્સ સાથે ઘણી પ્રાઈવેટ બેંક અને ફર્મની એપ્સ પણ સામેલ છે.

પ્લે સ્ટોર પર એપ્સ માટે RBI સર્ટિફિકેટની ચકાસણી કરો
RBIનું કહેવું છે કે લોન આપનારી કોઈ પણ લિસ્ટેડ વેબસાઈટ અથવા એપ્સ પર જાઓ તો એ જરૂર જુઓ કે તે RBIથી રજિસ્ટર્ડ છે કે કેમ. અથવા તે RBIથી રજિસ્ટર્ડ કોઈ બેંક અથવા NBFC સાથે કામ કરી રહી છે કે કેમ. લોન આપનારી તમામ કંપનીઓએ પોતાના CIN (કોર્પોરેટ આઈડેન્ટિટી નંબર) અને COR (સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશન)ને સ્પષ્ટ રીતે દર્શાવવાના હોય છે.

અન્ય સમાચારો પણ છે...