• Gujarati News
  • Utility
  • Gadgets
  • Google Assures Compliance With India’s New Digital Rules, CEO Sundar Pichai Says Will Keep Policies As Transparent As Possible

ભારતના નવા IT નિયમો સાથે ગૂગલ:સુંદર પિચાઈએ કહ્યું- અમે સ્થાનિક કાયદાનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ, જ્યાં જરૂર હોય ત્યાં કંપની પીછેહઠ કરે છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે નવા IT નિયમનું અમલ કરવા માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો રિપોર્ટ માગ્યો છે
  • ગૂગલે આ નવા નિયમોને આવકાર્યા છે અને સરકારનું સમર્થન કર્યું છે

આલ્ફાબેટ અને ગૂગલના CEO સુદંર પિચાઈએ ભારત સરકારના નવા IT નિયમોનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે કંપની લોકલ કાયદાનું પાલન કરવા અને સરકાર સાથે રચનાત્મક રીતે કનેક્ટેડ રહેવા માટે પ્રતિબદ્ધ છે. સરકાર ઝડપથી વિકસિત થયેલા IT સેક્ટર સાથે તાલમેલ બેસાડવા માટે રેગ્યુલેટર ડેવલપ કરે છે.

એશિયા પ્રશાંત ક્ષેત્રના સિલેક્ટેડ પત્રકારો સાથેના એક વર્ચ્યુઅલ સમ્મેલનમાં સુંદર પિચાઈએ કહ્યું કે, આ સ્પષ્ટ રીતે પ્રારંભિક દિવસો છે અને અમારી લોકલ ટીમ વ્યસ્ત છે. અમે હંમેશાં દરેક દેશમાં લોકલ કાયદાઓનું સન્માન કરીએ છીએ અને રચનાત્મક રીતે કામ કરીએ છીએ. અમારી પાસે સ્પષ્ટ ટ્રાન્સપરન્ટ રિપોર્ટ છે. જ્યારે અમે સરકારી અનુરોધોનું પાલન કરીએ છીએ ત્યારે તેનો ઉલ્લેખ પોતાના ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં કરીએ છીએ.

જ્યાં જરૂર હોય ત્યાં કંપનીએ પીછેહઠ કરવી પડે છે
એક સ્વતંત્ર અને ઓપન ઈન્ટરનેટ બેઝિક જરૂરિયાત છે અને ભારતમાં તેની ઘણા સમયથી પરંપરા રહી છે. એક કંપની તરીકે અમે સ્વતંત્ર અને ઓપન ઈન્ટરનેટનના મુલ્યો અને તેનાથી થતાં લાભ વિશે સ્પષ્ટ રીતે જાણકાર છીએ. અમે તેની વકાલાત કરીએ છીએ. અમે દુનિયાભરની રેગ્યુલેટરી સાથે રચનાત્મક રીતે કનેક્ટેડ છીએ. અમે આવી પ્રક્રિયાઓમાં ભાગ લઈએ છીએ. જ્યાં કંપનીએ પીછેહઠ કરવાની જરૂર છે ત્યાં કંપની એવું કરશે.

પ્રાઈવસીના અધિકારનું સન્માન જરૂરી
સરકારના નવા ડિજિટલ નિયમોનો બચાવ કરતાં તેમણે કહ્યું કે તે પ્રાઈવસીના અધિકારનું સન્માન કરે છે. વ્હોટ્સએપ જેવાં પ્લેટફોર્મને નવા IT નિયમો હેઠળ મેસેજિસના મૂળ સ્ત્રોતની માહિતી આપવી એ પ્રાઈવસીનું ઉલ્લંઘન નથી. સરકારે સોશિયલ મીડિયા કંપનીઓથી નવા નિયમોના પાલન માટે રિપોર્ટ માગ્યો છે.

નવા નિયમોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગામ લાગશે સરકારના નવા ITને વ્હોટ્સએપે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેના 1 દિવસ પછી સરકારની પ્રતિક્રિયા આવી છે. વ્હોટ્સએપનું કહેવું છે કે મેસેજના સોર્સ રિવીલ કરવામાં પ્રાઈવસીનું પાલન નહિ થાય. નવા નિયમોનું એલાન 25 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. નવા નિયમ હેઠળ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે વધારે ઉપાય કરવાની જરૂર પડશે.

સોશિયલ મીડિયા માટે સરકારની ગાઇડલાઈન્સ

  • તમામ સોશિયલ મીડિયાએ તેમના 3 અધિકારી, મુખ્ય પાલન અધિકારી, નોડલ કોન્ટેક્ટ પર્સન અને ભારતમાં નિવાસી સ્નાતક અધિકારીની નિમણૂક કરવી જોઈએ. તેમણે ફક્ત ભારતમાં જ રહેવું જોઈએ. તેમના સંપર્ક નંબરો એપ્લિકેશન અને વેબસાઇટ પર પ્રકાશિત થવા જોઈએ.
  • આ પ્લેટફોર્મ્સે ફરિયાદ નોંધાવવાની પદ્ધતિ શું છે એ પણ સમજાવવું જોઈએ. અધિકારીએ 24 કલાકની અંદર ફરિયાદ તરફ ધ્યાન આપવું જોઈએ અને 15 દિવસની અંદર ફરિયાદીને કહેવું જોઈએ કે તેની ફરિયાદ પર શું કાર્યવાહી કરવામાં આવી છે અને કેમ નહોતી લેવામાં આવી?
  • બળાત્કાર, બાળ જાતીય શોષણના કન્ટેન્ટ ઓળખવા માટે સ્વચાલિત સાધનો અને ટેક્નિક દ્વારા સિસ્ટમ બનાવો. આ સિવાય એની પર એવી માહિતીને પણ ઓળખો, જેને પ્લેટફોર્મ પરથી પહેલાં હટાવી દેવામાં આવી છે. આ સાધનોની કામગીરીની સમીક્ષા કરવા અને તેનું નિરીક્ષણ કરવા માટે પૂરતા કર્મચારીઓ પણ હોવા જોઈએ.
  • પ્લેટફોર્મ એક માસિક અહેવાલ પ્રકાશિત કરે. એમાં મહિનામાં મળેલી ફરિયાદો, તેમના પર કાર્યવાહીની માહિતી હોવી જોઈએ. લિંક અને કન્ટેન્ટ જે દૂર કરવામાં આવ્યાં છે એની જાણ કરવામાં આવી છે.
  • જો પ્લેટફોર્મ કોઈપણ વાંધાજનક માહિતીને દૂર કરે છે, તો એને પ્રથમ તે વ્યક્તિને જાણ કરવી પડશે, જેણે આ કન્ટેન્ટ પોસ્ટ કરી, અપલોડ કરી અથવા શેર કરી છે. આનું કારણ પણ આપવું પડશે વપરાશકર્તાને, પ્લેટફોર્મની ક્રિયા સામે અપીલ કરવાની તક પણ આપવી જોઈએ. આ વિવાદોને સમાધાન કરવાની પદ્ધતિ પર ગ્રેવાંસ અધિકારી દ્વારા સતત દેખરેખ રાખવી જોઈએ.