ટેક ન્ચૂઝ:ગૂગલ પે યુઝર્સ માટે ખુશખબર, યુટિલિટી પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડને એપ્લિકેશન સાથે કરી શકશે લિંક

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઇન પેમેન્ટના કારણે તમારા ઘણા કામ સરળ બની જાય છે, પરંતુ જો તમે ઓનલાઇન પેમેન્ટ કરવાની સાચી રીત જાણતાં હોવ તો જ. ઓનલાઈન પેમેન્ટ માટે ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવી અનેક UPI (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) એપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એપ્સની મદદથી પેમેન્ટ કરવું એકદમ સરળ અને ઝડપી બન્યું છે. તમારે કાં તો ક્યૂઆર કોડ સ્કેન કરી અથવા રીસીવરનો મોબાઇલ નંબર દાખલ કરીને પછી રકમ દાખલ કરીને સામેવાળાને પેમેન્ટ કરી શકો છો. આ યૂઝર્સને વધારાની સુવિધા પૂરી પાડવા અને ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ તાજેતરમાં જ રૂપે ક્રેડિટ કાર્ડને પણ યુપીઆઇ પ્લેટફોર્મ સાથે લિંક કરવાની મંજૂરી આપી છે.

રૂપે ક્રેડિટ કાર્ડ્સને યુપીઆઈ પ્લેટફોર્મ સાથે જોડવાનો અર્થ એ છે કે, હવે યુઝર્સ યુપીઆઈ પેમેન્ટ કરવા માટે તેમના રૂપે ક્રેડિટ કાર્ડ્સનો પણ ઉપયોગ કરી શકશે. જૂનની શરૂઆતમાં યોજાયેલી RBI Policy Meet દરમિયાન RBI ગવર્નર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી હતી. RBI એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હવે રૂપે ક્રેડિટ કાર્ડ્સને પણ યુપીઆઈ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવશે. તે યુઝર્સને વધારાની સુવિધા પૂરી પાડશે અને ડિજિટલ પેમેન્ટના અવકાશમાં વધારો કરશે.’

અત્રે નોંધનીય છે કે, RBI દ્વારા રૂપે ક્રેડિટ કાર્ડ સપોર્ટની જાહેરાત કરવામાં આવી હોવા છતાં હવે સપોર્ટ ઉમેરવા માટે યુપીઆઇ પેમેન્ટ એપ્સ પર નિર્ભર છે. gadgetsnow.com એક અહેવાલ અનુસાર હાલમાં મોટાભાગની યુપીઆઈ પેમેન્ટ મેકિંગ એપ્લિકેશન્સ યુઝર્સને તેમના માસ્ટરકાર્ડ્સ અને વિઝા કાર્ડ્સને એપ્લિકેશન સાથે લિંક કરવાની મંજૂરી આપે છે, જોકે, તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પૈસા ટ્રાન્સફર કરવા અથવા સ્થાનિક સ્ટોર્સ પર ચુકવણી કરવા માટે કરી શકતા નથી. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ફક્ત બિલ અને યુટિલિટી પેમેન્ટ કરવા માટે કરી શકો છો, જેમકે રિચાર્જ કરવું, વીજળીનું બિલ ચૂકવવું વગેરે. જો તમે ગૂગલ પેના યુઝર છો અને તમારા ક્રેડિટ કાર્ડને એપ્લિકેશન સાથે લિંક કરવા માંગો છો તો તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સ્ટેપ-1: તમારા મોબાઇલ ડિવાઇસ પર Google Pay ઓપન કરો.
સ્ટેપ-2: તમારી પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરીને બેંક એકાઉન્ટ્સ અને કાર્ડ્સ પર ક્લિક કરો અને પછી તેમાં તમારું કાર્ડ ઉમેરો.
સ્ટેપ-3: કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, સીવીવી અને કાર્ડધારકનું નામ અને બિલિંગ એડ્રેસ દાખલ કરો અને પછી સેવ પર ક્લિક કરો.
સ્ટેપ-4: નિયમો અને શરતો સ્વીકારો. ગૂગલ પે તમારા કાર્ડને ચકાસવા માટે તમારી બેંકનો સંપર્ક કરશે.
સ્ટેપ-5: તમે કેવી રીતે ચકાસણી કરશો તે પસંદ કરો. તમને ઓટીપી દ્વારા વધારાની વેરિફિકેશન માટે પૂછવામાં આવશે. OTP ઓટો રીડ હશે અથવા તમે જાતે જ દાખલ કરી શકો છો.
સ્ટેપ-6: તમારા નવા કાર્ડની પેમેન્ટ લિસ્ટિની બાજુમાં એક્ટિવેટ પર ટેપ કરો. તમારો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કરો.
સ્ટેપ-7: તમારો વન-ટાઇમ પાસવર્ડ એન્ટર કરશો એટલે તમને કન્ફર્મેશન દેખાશે.