બોનસ મેલ પર માફી:GoDaddyએ કર્મચારીઓને ક્રિસમસ બોનસને મેલ કર્યો, કહ્યું- તમે ફિશિંગ પરીક્ષણમાં ફેલ થયા; મામલો ઉગ્ર બનતા માફી માગી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ આશરે 500 કર્મચારીઓને 650 ડોલરના બોનસનો મેલ કર્યો
  • કંપનીએ કર્મચારીઓને પર્સનલ ડિટેલ સાથે એક ફોર્મ ભરવા માટે કહ્યું હતું

વેબસાઈટથી બિઝનેસ ગ્રોથનો દાવો કરનાર અમેરિકન કંપની GoDaddyનો એક ઈમેલ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઈમેલમાં કંપનીએ પોતાના કર્મચારીઓને ક્રિસમસ બોનસ આપવાની વાત કહી હતી. તેના માટે કર્મચારીઓએ પર્સનલ ડિટેલ સાથે એક ફોર્મ ભરવાનું હતું. ત્યારબાદ કંપનીએ કર્મચારીઓને જણાવ્યું કે તેઓ ફિશિંગ પરીક્ષણમાં નિષ્ફળ થયા છે. જોકે ત્યારબાદ મામલો ઉગ્ર બનતા કંપનીએ કર્મચારીઓ પાસેથી માફી માગી છે.

શું છે સમગ્ર મામલો?

  • એરિજોનાના અખબાર કોપર કોરિયર પ્રમાણે, આ મહિને GoDaddyએ કર્મચારીઓને 650 ડોલરના બોનસનો મેલ કર્યો. જ્યારે કંપનીએ 500 કર્મચારીઓને ક્રિસમસ બોનસવાળા મેલ પર ક્લિક કર્યું તો તેમને પર્સનલ ડિટેલ સાથે એક ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના 2 દિવસ પછી કર્મચારીઓના ઈનબોક્સમાં એક મેલ આવ્યો.
  • આ મેલમાં કંપનીના સિક્યોરિટી હેડ તરફથી કહેવામાં આવ્યું કે આ મેલ એટલા માટે મળ્યો કે કારણ કે તમે કંપનીની તરફથી કરવામાં આવેલા ફિશિંગ પરીક્ષણમાં નાપાસ થયા છો. અર્થાત કંપનીએ તેના કર્મચારીઓને ક્રિસમસ બોનસની લાલચ આપી મેલ કર્યો હતો. કંપનીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે ઈમેલ વેબસાઈટ હેકર્સથી બચાવતું એક કમ્પ્યુટર સેલ્ફ પરીક્ષણ હતું જેથી કર્મચારી ભવિષ્યમાં હેકર્સના ફિશિંગથી બચી શકે.
  • જ્યારે વાત સોશિયલ મીડિયામાં પહોંચી ગઈ તો કંપનીની આલોચના થવા લાગી. કોરોના સંકટમાં કંપની પર સંવેદનહીન હોવાના આરોપો લાગવા લાગ્યા. ત્યાર બાદ GoDaddyએ ઈમેલ વિવાદ પર માફી માગી.

કંપનીએ માફી માગી
કંપનીએ કહ્યું કે GoDaddy પોતાના પ્લેટફોર્મની સુરક્ષાને ગંભીરતાથી લઈ રહી છે. કંપની સમજે છે કે કેટલાક કર્મચારી ફિશિંગથી મુશ્કેલીમાં હતા તેથી કંપનીએ જાગૃતતા ફેલાવા માટે આ મેલ કર્યો હતો. કર્મચારીઓએ આ મેલ માટે અસંવેદનશીલ મહેસૂસ કર્યું તેના માટી કંપનીએ માગી માગી છે. આ પરીક્ષણ માત્ર ફિશિંગની ઘટનાઓથી બચવા માટેનો એક પ્રયાસ હતો.

ફિશિંગ
ફિશિંગ વૈશ્વિક સમસ્યા છે. ભારત જ નહિ બલકે દુનિયાભરની બેંક સહિતની મોટી સંસ્થાઓ તેનો સામનો કરી રહી છે. ફિશિંગ ટેક્નિકમાં કોઈ જાણીતી લાગતી સંસ્થા-કંપની કે બેન્ક વગેરે તરફથી કે કોઈ લોકપ્રિય વેબસાઇટ તરફથી આવ્યો હોવાનું લાગતો એક ઈમેલ હોઈ શકે છે. પરંતુ તે ફેક હોય છે. એ ધ્યાન રાખવાનું છે કે બેંક કે કોઈ સંસ્થા ક્યારેય પણ પર્સનલ ડિટેલ જેમ કે, ટ્રાન્ઝેક્શન પાસવર્ડ, OTP, URN (યુનિક રેફરન્સ નંબર) વિશે પૂછપરછ કરતી નથી.

અન્ય સમાચારો પણ છે...