કોરોનાવાઈરસને લીધે ગ્લોબલી સ્માર્ટફોનનાં શિપમેન્ટમાં 38%નો ઘટાડો આવ્યો: સ્ટ્રેટેજી એનાલિટિક્સ

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

  • ફેબ્રુઆરી મહિનામાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં યર ઓન યર 38%નો ઘટાડો થયો
  • ફેબ્રુઆરી મહિનામાં વર્લ્ડવાઈડ 6.18 કરોડ યુનિટ્સનું શિપમેન્ટ થયું હતું. આ આંકડો ગત વર્ષે 9.92 કરોડ હતો
  • કોરોનાવાઈરસને લીધે એશિયા ખંડમાં સ્માર્ટફોનની ડિમાન્ડ ઘટી જવાથી વર્લ્ડવાઈડ શિપમેન્ટ્સ પર અસર થઈ

દિવ્ય ભાસ્કર

Mar 22, 2020, 04:46 PM IST

ગેજેટ ડેસ્ક: કોરોનાવાઈરસની અસર તમામ ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી પર પણ તેની માઠી અસર થઈ છે. માર્કેટ રિસર્ચ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સના રિપોર્ટ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં યર ઓન યર (YOY) 38%નો ઘટાડો થયો છે. વર્લ્ડવાઈડ માર્કેટમાં આટલો મોટો ઘટાડો પ્રથમ વખત જોવા મળ્યો છે.

રિસર્ચ ફર્મના ડિરેક્ટર લિન્ડા સૂઈના જણાવ્યા અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વર્લ્ડવાઈડ 6.18 કરોડ યુનિટ્સનું શિપમેન્ટ થયું હતું. આ આંકડો ગત વર્ષે 9.92 કરોડ યુનિટ્સ હતું. કોરોનાવાઈરસને લીધે એશિયા ખંડમાં સ્માર્ટફોનની ડિમાન્ડ ઘટી જવાથી વર્લ્ડવાઈડ શિપમેન્ટ્સ પર અસર થઈ છે. એશિયન ફેક્ટરીસ સ્માર્ટફોનનું મેન્યુફેક્ચર હાલ કરી શકે તેમ નથી.

આ રિપોર્ટ અનુસાર કોરોનાવાઈરસની અસર સ્માર્ટફોન માર્કેટ પર સમગ્ર માર્ચ મહિના સુધી જોવા મળશે. આગામી દિવસોમાં સ્માર્ટફોન મેકર્સે સેલ્સને આગળ લાવવા ઘણી મહેનત કરવી પડશે. તેના માટે ઓનલાઈન સેલ અને ડિસ્કાઉન્ટનો વધારે સહારો લેવો પડશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી